• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: અલ નીનોની શિયાળુ કૃષિ પર મોટું સંકટ, રશિયાની લેબમાંથી ઘાતક વાઇરસ લીક, અમદાવાદમાં ડેંગ્યુનો કહેર
Live Now

Gujarat News Live: અલ નીનોની શિયાળુ કૃષિ પર મોટું સંકટ, રશિયાની લેબમાંથી ઘાતક વાઇરસ લીક, અમદાવાદમાં ડેંગ્યુનો કહેર

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 06 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByKinjal Patel
Published: Oct 06, 2026, 08:49 AM IST|Updated: Oct 06, 2026, 09:17 AM IST
joinshare
Gujarat News Live: અલ નીનોની શિયાળુ કૃષિ પર મોટું સંકટ, રશિયાની લેબમાંથી ઘાતક વાઇરસ લીક, અમદાવાદમાં ડેંગ્યુનો કહેર
06 Oct 2026 09:16 IST (IST)
share

Gujarat News Live: છોટાઉદેપુરમાં ટ્રેનની અડફેટે 26 વર્ષના યુવાનનું મોત

છોટાઉદેપુરના પાવી જેતપુર મુખ્ય રેલ્વે ફાટક નજીક ટ્રેનની અડફેટે 26 વર્ષના યુવાનનું મોત. આનંદના સોજીત્રા થી પાવી જેતપુરમાં માસીના ઘરે આવેલ યુવાનનું મોત. રાત્રે ટ્રેનની અડફેટે યુવાનનું મોત થયાંનું પ્રાથમિક અનુમાન. ઘટનાને લઈને પાવી જેતપુર પોલીસ અને રેલ્વે પોલીસ ઘટના સ્થળે દોડી આવી. પોલીસે ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી. યુવાનનું નામ રાહુલ વિપિનભાઈ સોલંકી (ઉ.વર્ષ 26) છે.

06 Oct 2026 09:15 IST (IST)

Gujarat News Live: આણંદનાં તારાપુર પાસે કંપનીની કેન્ટીનમાં નાસ્તામાંથી ઈયળ નિકળી

આણંદનાં તારાપુર પાસે કંપનીની કેન્ટીનમાં નાસ્તામાંથી ઈયળ નિકળી. ઈન્દ્રણજ નજીક ડુરાવીટ કંપનીમાં કેન્ટીનમાં લાપરવાહીની ધટના. કામદારોનાં નાસ્તામાંથી ઈયળ નિકળતા વિડીયો સોસ્યલ મિડીયામાં વાયરલ. કેન્ટીનમાં નાસ્તો હાઈજેનિક નહી અપાતો હોવાની ચર્ચા. આ વિડીયોની ZEE 24 કલાક પુષ્ટી કરતું નથી.

06 Oct 2026 09:15 IST (IST)

Gujarat News Live: નવસારીમાં એક જ દિવસમાં દીપડાના હુમલાની બીજી ઘટના

નવસારીના વાંસદા તાલુકામાં એક જ દિવસમાં દીપડાના હુમલાની બીજી ઘટના. ભીનાર ગામે કુંભાર ફળિયામાં રમી રહેલા 3.5 વર્ષીય બાળકને દીપડો ઊંચકી જતા ચકચાર. રાત્રિના સમયે દીપડો અચાનક કુંભાર ફળિયામાં અરૂણ પટેલના ઘર પાસે આંગણામાં રમી રહેલા 3.5 વર્ષીય આરવ અરૂણ પટેલને શિકાર સમજી દબોચીને લઈ ગયો. દિપડો આરવને ભીનારના જંગલ વિસ્તારમાં ખેંચી જતાં પરિવાર સહિત ગ્રામજનોમાં ભયનો માહોલ. ઘટનાની ગંભીરતા જોતા વાંસદા પૂર્વ અને પશ્ચિમ વિભાગના વન અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા. વાંસદના કોંગી ધારાસભ્ય અનંત પટેલ પણ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા. અંધારામાં જંગલ વિસ્તારમાં આરવની શરૂ કરવામાં આવી શોધખોળ. ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ.

06 Oct 2026 09:14 IST (IST)

Gujarat News Live: દાહોદમાં મળ્યો બે માથાવાળો અદ્ભુત સાપ, ગુજરાતમાં પ્રથમ અને દેશનો માત્ર 5મો કિસ્સો

દાહોદમાં બે માથા ધરાવતો સાપ મળવાની આ ઘટના સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને દેશમાં માત્ર પાંચમી ઘટના છે. આ અગાઉ દેશમાં 2 કોબ્રા અને 2 વુલ્ફ સ્નેકમાં જ આવી વિકૃતિ જોવા મળી હતી. જીનેટિક વિકૃતિને કારણે લાખોમાં કોઈ એક જીવમાં બે માથાં કે મોઢા વિકસે છે. જેને વિજ્ઞાનમાં 'બાયસેફાલી' કહેવાય છે. આ સાપના બંને માથાં પોતાના અલગ-અલગ મગજ અને ચેતાતંત્ર ધરાવે છે. ખોરાક અને દિશા માટે બંને માથાં વચ્ચે સ્પર્ધા થતી હોવાથી કુદરતમાં તેમનું આયુષ્ય ઓછું હોય છે. વુલ્ફ સ્નેક માનવજાત માટે બિલકુલ હાનિકારક નથી. તે ઘરની આસપાસની ગરોળીઓ અને નાના જીવો ખાઈને આપણી ઈકો-સિસ્ટમ જાળવવામાં મદદ કરે છે. કુદરતના આ દુર્લભ રૂપને જોવા માટે સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે આકર્ષણ અને કૌતુક જોવા મળી રહ્યું છે.

06 Oct 2026 09:14 IST (IST)

Gujarat News Live: વડોદરામાં મહેસૂલી કર્મચારીઓનું આંદોલન

સરકાર દ્વારા પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા વડોદરા જિલ્લા મહેસૂલી વિભાગના 350થી વધુ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી આવ્યા છે. કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. માંગણીઓ નહીં સ્વીકારાય તો 7 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી આપવામાં આવી છે.

06 Oct 2026 09:14 IST (IST)

Gujarat News Live: ગોંડલમાં ફાયરિંગ બાદ રીબડા બન્યું પોલીસ છાવણી!

ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં ફાયરિંગની ઘટના સામે આવ્યા બાદ રીબડા વિસ્તારમાં પોલીસ સતર્ક બની છે. રીબડામાં ફૂટ પેટ્રોલિંગ સાથે પોલીસની કડક નજર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને દેખરેખ. ફાયરિંગની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય આરોપી ધ્રુવરાજસિંહ જાડેજાને ઝડપી લેવા કાર્યવાહી ચાલુ છે.

06 Oct 2026 09:13 IST (IST)

Gujarat News Live: બિહારની સગીરાના અપહરણ કેસમાં રાર આરોપી સુરતમાંથી ઝડપાયો

બિહારની સગીરાના અપહરણ કેસમાં એક મહિનાથી ફરાર આરોપી સુરતમાંથી ઝડપાયો. બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ઓરાઈ પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો. ગુનામાં આરોપી છેલ્લા એક મહિનાથી નાસતો ફરતો હતો. બિહાર પોલીસ દ્વારા આરોપી અને સગીરાની શોધખોળ કરવામાં આવી રહી હતી. સુરતની લીંબાયત પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે સફળતા મેળવી. લીંબાયત પોલીસના સર્વેલન્સ સ્ટાફે આરોપીનું પગેરું મેળવ્યું. હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે તપાસ હાથ ધરાઈ. આરોપી સુરતના લીંબાયત વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે લીંબાયતના કૈલાસનગર સોસાયટી પાસેથી આરોપીને ઝડપી પાડ્યો. તેની સાથે અપહરણનો ભોગ બનેલી સગીરાને પણ શોધી કાઢવામાં આવી. ઝડપાયેલા આરોપીનું નામ સાહીલ ચંદનકુમાર પાંડે (ઉં.વ.18) છે. આરોપી મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે. હાલ તેનું સરનામું ન્યૂ દિલ્હી, ઘર નં. 2094/2/A, ગલી નં.17 હોવાનું નોંધાયું છે. લીંબાયત પોલીસે આરોપી અને ભોગ બનનારને બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ઓરાઈ પોલીસ સ્ટેશનના સ્ટાફને સોંપ્યાં. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે કામગીરી કરી. બિહારના અપહરણ કેસનો ભેદ ઉકેલવામાં સુરતની લીંબાયત પોલીસને સફળતા મળી.

06 Oct 2026 09:13 IST (IST)

Gujarat News Live: રશિયાની લેબમાંથી ઘાતક વાઇરસ લીક

Gujarat News Live: રશિયાના ઇર્કુત્સ્ક (Irkutsk) સ્થિત એન્ટી-પ્લેગ લેબની ૨૮ વર્ષીય કર્મચારી દાર્યા શિપિલોવા (Darya Shipilova)નું ગંભીર ન્યુમોનિયાથી મૃત્યુ થતાં પ્લેગનો ભય ફેલાયો છે. આ ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે ઇર્કુત્સ્કની પાંચ તબીબી સુવિધાઓમાં ક્વોરેન્ટાઇન નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. શિપિલોવાના સંપર્કમાં આવેલા આશરે ૧૯૭ લોકોને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યારે સ્થાનિક એલ્યુમિનિયમ પ્લાન્ટે માસ્ક ફરજિયાત બનાવ્યું છે. આ કેસ પર મોટો વિવાદ સર્જાયો છે, જેમાં બુરિયાતિયાના રાજ્યપાલે શરૂઆતમાં પ્લેગથી મૃત્યુ થયાનું કહ્યું હતું, પરંતુ રશિયાની સંસ્થા 'Rospotrebnadzor' એ તેને "અજ્ઞાત કારણોસર થયેલ ન્યુમોનિયા" ગણાવ્યું છે. શિપિલોવાના હાથે જીવંત Yersinia pestis (પ્લેગ બેક્ટેરિયા) વાળી ટેસ્ટ ટ્યુબ ફૂટી ગઈ હોવાના અહેવાલો છે, પરંતુ રશિયન અધિકારીઓએ લેબ અકસ્માતનો ઇનકાર કર્યો છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી પ્લેગનો એક પણ સેકન્ડરી (બીજો) પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. આ ગંભીર સ્થિતિ પર પ્રતિભાવ આપતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, "અમે આ પરિસ્થિતિ પર ખૂબ જ ગંભીરતાથી નજર રાખી રહ્યા છીએ." અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિઓ (Marco Rubio) એ પણ સ્પષ્ટ કર્યું કે, "અમે સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ, આ ગભરાવાનું નહીં પરંતુ ધ્યાન આપવાનું કારણ છે." રશિયામાં પ્લેગના ખતરાને ધ્યાનમાં રાખીને કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને મંગોલિયા જેવા પાડોશી દેશોએ સરહદ પર ચેકિંગ વધારી દીધું છે.

06 Oct 2026 09:12 IST (IST)

Gujarat News Live: આણંદમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ કરી કાર ચાલકે અકસ્માત

આણંદમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ કરી કાર ચાલકે અકસ્માત સર્જાયો. ખેતીવાડી રોડ પર સરદાર પટેલ હાઈસ્કુલ નજીક  અકસ્માત સર્જાયો. નશામાં ધૂત કાર ચાલકએ રિક્ષાને ટક્કર મારી. અકસ્માતમાં રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચી છે. સ્થાનિક લોકોએ નશામાં ધૂત કાર ચાલકને ઝડપી પાડ્યો. ઇજાગ્રસ્ત રિક્ષાચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી. 

06 Oct 2026 09:12 IST (IST)

Gujarat News Live: નાઇજીરિયામાં મિલિટરી એરક્રાફ્ટ ક્રેશ થતાં 32ના મોત!

દક્ષિણ નાઇજીરિયામાં 25 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર્સને લઈ જતું વિમાન ક્રેશ થયું, ઓન્ડો રાજ્યના ઇગ્બોકોડામાં સવારે 9 વાગ્યા બાદ અકસ્માત સર્જાયો, રાષ્ટ્રપતિ બોલા ટિનુબુ અને એરફોર્સે તમામ 32 લોકોના મોતની પુષ્ટિ કરી.

06 Oct 2026 09:12 IST (IST)

Gujarat News Live: આજવા રોડ પર ભારત પેટ્રોલ પંપ પર મારામારી

વડોદરાના આજવા રોડ પર ભારત પેટ્રોલ પંપ પર મારામારીની ઘટના બની છે. વાહનચાલકે પેટ્રોલ ઓછું આપવામાં આવ્યું હોવાની ફરિયાદ કરતા વિવાદ સર્જાયો. પેટ્રોલ પંપના કર્મચારી સાથે માથાકૂટ થતા કર્મચારીએ બહારથી તેના મિત્રોને બોલાવ્યા. બાદમાં બંને જૂથ વચ્ચે પંપ પર જ છુટ્ટા હાથની મારામારી થઈ. ઈંટ અને પથ્થરથી એકબીજા પર હુમલો કરાયો. એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી. 

06 Oct 2026 09:11 IST (IST)

Gujarat News Live: સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ગુમ

સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીનું ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ચોરાયાનો પરિવારે આરોપ લગાવ્યો છે. ઈમરજન્સીમાંથી ઉપર વોર્ડમાં શિફ્ટ કરતી વખતે કે લિફ્ટ દરમિયાન ચોરી થઈ હોવાની પરિવાર દ્વારા આશંકા વ્યક્ત કરાઈ. બપોરે દર્દી બેભાન થતાં ગળામાં મંગળસૂત્ર ગાયબ હોવાનું સામે આવતાં જ પરિવારે હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો. બેડ પરથી તૂટેલા કાળા કાચના દાણા મળી આવ્યા છે અને પરિવારે હોસ્પિટલ સ્ટાફ સામે ચોરીનો ગંભીર આરોપ મૂક્યો છે.

06 Oct 2026 09:11 IST (IST)

Gujarat News Live: થરાદમાં હાથમાં ધોકા-લાકડીઓ લઈને અસામાજિક તત્વોની બબાલનો વીડિયો વાયરલ..

થાર અને સ્વિફ્ટ ગાડીમાં આવેલા શખ્સોનો આતંક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. હાથમાં ધોકા-લાકડીઓ લઈને વાહનોમાં તોડફોડ કર્યાના દૃશ્યો વીડિયોમાં કેદ. રહેણાંક વિસ્તારમાં થાર ગાડી જોખમી રીતે દોડાવ્યાના દૃશ્યો પણ સામે આવ્યા. વાયરલ વીડિયો થરાદ શહેરની મુખ્ય બજાર આસપાસનો હોવાનો અનુમાન. બે જૂથો વચ્ચે અંગત અદાવતમાં બબાલ થઈ હોવાનું પ્રાથમિક અનુમાન. વાયરલ વીડિયોથી થરાદ શહેરમાં ચકચાર, સ્થાનિકોમાં ઘટનાને લઈ ચર્ચા. વાયરલ વીડિયોમાં દેખાતી થાર અને સ્વિફ્ટ ગાડીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. વીડિયોમાં દેખાતા કેટલાક શખ્સો અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની ચર્ચા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી વધુ કાર્યવાહી શરૂ કરી.

06 Oct 2026 08:54 IST (IST)

Gujarat News Live: વકીલોની હડતાળને કારણે અદાલતોમાં ૭૫ હજાર કેસ ઠપ

ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળને કારણે હાઇકોર્ટ અને નીચલી અદાલતોમાં કામગીરી ઠપ થઈ ગઈ છે. વકીલોની હડતાળના એક જ દિવસમાં રાજ્યભરની અદાલતોમાં અંદાજે ૭૫ હજાર કેસોમાં મુદત પડી ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા મૌખિક આશ્વાસન મળ્યું હોવા છતાં લિખિત ઠરાવ ન થયો હોવાથી વકીલોમાં નારાજગી વ્યાપી છે. બાર કાઉન્સિલ અને એસોસિએશન દ્વારા નવી મહેસૂલી સત્તાઓ અને ભાડા વિધેયકના વિરોધમાં લડત વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કામગીરી અટકી પડવાના કારણે દૂર-દૂરથી આવતા અસીલો અને પક્ષકારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

06 Oct 2026 08:54 IST (IST)

Gujarat News Live: ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટની ફટકાર

ચેક બાઉન્સ કેસમાં ૫ કરોડ રૂપિયા જમા ન કરાવવા બદલ સુપ્રીમ કોર્ટે અભિનેતા રાજપાલ યાદવને આકરી ફટકાર લગાવી છે. જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે "આ અહંકારને તેની યોગ્ય જગ્યાએ મૂકવો પડશે... તમારી જગ્યા જેલમાં છે". આ અગાઉ કોર્ટે ૧૫ સપ્ટેમ્બરે રાજપાલ યાદવને ૫ ઓક્ટોબર સુધીમાં ૫ કરોડ રૂપિયા કોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવાની મુદત આપી હતી, જે સમયસીમા પૂરી થઈ ગઈ છે. સુનાવણી દરમિયાન યાદવના વકીલે ૫૦ લાખ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ અને બેંકો બંધ હોવાનું બહાનું રજૂ કર્યું પરંતુ કોર્ટે તેને ફગાવી દીધું હતું. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજપાલ યાદવનું વલણ કોર્ટના આદેશો પ્રત્યે સતત બેદરકારી દર્શાવે છે.

06 Oct 2026 08:53 IST (IST)

Gujarat News Live: એરલાઇન્સે ઇંધણ સરચાર્જ વધારતા એર ટિકિટો મોંઘી થઈ

એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવ વધવાના કારણે એરલાઇન્સે ૯ ઓક્ટોબરથી નવો ફ્યુઅલ સરચાર્જ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદથી દિલ્હી, ગોવા, જયપુર, હૈદરાબાદ અને લખનઉ જેવા ગંતવ્ય સ્થાનો માટે હવે પ્રત્યેક ટિકિટ પર ₹૨૦૦ વધુ ચૂકવવા પડશે. કલકત્તા જવા માટે સૌથી વધુ ₹૩૫૦ નો વધારાનો ફ્યુઅલ ચાર્જ લાદવામાં આવ્યો છે, જ્યારે મુંબઈ માટે ₹૧૦૦ નો વધારો કરાયો છે. દિવાળી વેકેશન પહેલાં જ હવાઈ પ્રવાસ મોંઘો થતાં તહેવારોમાં મુસાફરી કરવાનું આયોજન કરતા મુસાફરો પર આર્થિક બોજ વધશે. જો મુસાફરો રિટર્ન ટિકિટ બુક કરાવશે તો તેમને આવવા અને જવા બંને તરફના રૂટ પર બમણો ફ્યુઅલ સરચાર્જ ચૂકવવો પડશે.

06 Oct 2026 08:53 IST (IST)

Gujarat News Live: શહેરમાં ડેંગ્યુનો કહેર અને શારદાબેન હોસ્પિટલનો વોર્ડ બંધ

અમદાવાદ શહેરમાં ડેંગ્યુના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે; માત્ર ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૭૫૬ કેસ અને પશ્ચિમ ઝોનમાં ૧૮૬ કેસ નોંધાયા છે. શારદાબેન હોસ્પિટલમાં ૩૦૦ પથારીની ક્ષમતા ધરાવતી જૂની બિલ્ડિંગને જર્જરિત જાહેર કરીને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાતાં હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. વી.એસ., એલ.જી. અને શારદાબેન હોસ્પિટલના બાળરોગ વિભાગ (પિડિયાટ્રિક વોર્ડ)માં જગ્યાના અભાવે એક પથારી પર બબે-ત્રણત્રણ બાળકોને સારવાર આપવાની નોબત આવી છે. ઓપીડી દર્દીઓ અને દાખલ થતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જેને કારણે મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ભારે કટોકટી સર્જાઈ છે. ચોમાસાની વિદાય બાદ વાયરલ ઈન્ફેક્શન, મલેરિયા અને ડેંગ્યુના કેસો વધતાં પરિસ્થિતિ ચિંતાજનક બની છે.

06 Oct 2026 08:53 IST (IST)

Gujarat News Live: મગજની કોશિકાઓ નિયંત્રિત કરવા માટે મેડિસિનનું નોબેલ પ્રાઈઝ

વર્ષ ૨૦૨૬ માટે મેડિસિન ક્ષેત્રનું નોબેલ પ્રાઈઝ જર્મનીના પીટર હેગેમેન, જ્યોર્જ નાગેલ અને અમેરિકાના કાર્લ ડાઈસેરોથને આપવાની જાહેરાત કરાઈ છે. આ ત્રણ વૈજ્ઞાનિકોએ 'ઓપ્ટોજેનેટિક્સ' નામની ટેક્નિક વિકસાવી છે, જે પ્રકાશની મદદથી મગજની અલગ-અલગ કોશિકાઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ નવી શોધી મગજની કામગીરી સમજવા ઉપરાંત ડીપ્રેશન અને અન્ય માનસિક બીમારીઓની સારવાર વધુ સરળ બનાવશે. નોબેલ કમિટીના જણાવ્યા અનુસાર, આ ટેક્નોલોજીથી ભવિષ્યમાં દ્રષ્ટિ ગુમાવી ચૂકેલા લોકોની આંખોની રોશની પાછી લાવવા માટે પણ સંશોધન થઈ રહ્યું છે. કાર્લ ડાઈસેરોથે ૨૦૦૫માં ન્યૂરોન્સમાં ચેનલરોડોપ્સિન જિન્સ પહોંચાડીને જીવતા ઉંદરમાં પ્રયોગ સફળતાપૂર્વક કર્યો હતો.

06 Oct 2026 08:52 IST (IST)

Gujarat News Live: પાંચ શહેરોમાં દબાણ મુક્ત ફૂટપાથનો પાયલટ પ્રોજેક્ટ

સુપ્રીમ કોર્ટે દેશના પાંચ શહેરોમાં દરેક રોડની બંને બાજુ યોગ્ય રીતે ચિહ્નિત અને દબાણ મુક્ત ફૂટપાથ બનાવવા માટે પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે. જસ્ટિસ પી. એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે ફૂટપાથ પર ચાલવાના અધિકારને નાગરિકોનો મૂળભૂત અધિકાર ગણાવ્યો છે. કોર્ટે આ દેશવ્યાપી આદેશના અમલ માટે જરૂરી ભંડોળ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કર્મચારીઓ ધરાવતી મજબૂત ઓથોરિટી (સત્તામંડળ) રચવા આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે અને આગામી સુનાવણી ત્રણ અઠવાડિયા પછી રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફૂટપાથનું હોવું એ માનવ જીવનનો એક અભિન્ન ભાગ છે, તેથી તેને પ્રાથમિકતા મળવી જોઈએ.

06 Oct 2026 08:52 IST (IST)

Gujarat News Live: જાનહ્વી કપૂરનો AI મોર્ફ્ડ વીડિયો સામે આક્રોશ

ફિલ્મ 'દેવરા પાર્ટ-૧'ના 'ચુટમુલ્લે' ગીત સાથે જોડાયેલા જાનહ્વી કપૂરના AI મોર્ફ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ ઊભો થયો છે. જાનહ્વી કપૂરે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ શેર કરીને AI ટેક્નોલોજીના દુરુપયોગ અને મહિલાઓની સંમતિ વિનાના ડિજિટલ મોર્ફિંગ સામે ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો છે. તેણે જણાવ્યું કે પોતાની તસવીર કે શરીર અંગે નિર્ણય કરવાનો અધિકાર સ્ત્રીનો પોતાનો છે, અને સંમતિ વિના કપડાં બદલવા કે મોર્ફિંગ કરવું એ સન્માનનું ઉલ્લંઘન છે. જાનહ્વીએ આ મુદ્દે અવાજ ઉઠાવવા બદલ 'દેવરા' ટીમના એનટીઆર જુનિયર, વિજય દેવરાકોંડા અને અન્ય કલાકારોનો આભાર માન્યો હતો. મહિલાઓની ડિજિટલ સુરક્ષા અને AI કાયદાઓ કડક બનાવવાની માંગ આ ઘટના બાદ વધુ ઘેરી બની છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અમેરિકામાં ફરી મચ્યો ખતરનાક રોગનો કહેર, ન્યૂયોર્કમાં ઇમરજન્સી જાહેર!

અમેરિકામાં ફરી મચ્યો ખતરનાક રોગનો કહેર, ન્યૂયોર્કમાં ઇમરજન્સી જાહેર!

2

ગરબા રસિકો અને ખેલૈયાઓની ચિંતા વધારતા સમાચાર; નવરાત્રિ અને શરદ પૂનમને લઈને અંબાલાલની ભયાનક આગાહી

3

મધરાતે નિર્ણય લેવાતા આખરે અટકી ગયું ACP વિવેક ભગતનું 'પ્રમોશન', મહિલા પત્રકારોએ લગાવ્યો છે ગંભીર આરોપ

4

8 ઓક્ટોબરે GST કાઉન્સિલની બેઠક, આ લોકોને રાહતના PM મોદીએ આપ્યા આ સંકેતો !

5

મેં જે કહ્યું તે સ્ક્રિપ્ટેડ હતું: સંજય દત્તના 'દેશમાં શાંતિ નથી'ના નિવેદનથી હોબાળો, મુન્નાભાઈએ હાથ જોડીને ચાહકોની માંગી માફી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...