• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • / અમદાવાદમાં બ્રિજ બન્યા કે ટ્રાફિક જામના નવા અડ્ડા? આ 3 ફ્લાયઓવરની 'ફોલ્ટી ડિઝાઇન'થી વાહનચાલકો પરેશાન

અમદાવાદમાં બ્રિજ બન્યા કે ટ્રાફિક જામના નવા અડ્ડા? આ 3 ફ્લાયઓવરની 'ફોલ્ટી ડિઝાઇન'થી વાહનચાલકો પરેશાન

Ahmedabad News: અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે બનાવાયેલા મકરબા, જગતપુર અને વેજલપુર જેવા ફ્લાયઓવર તેમની ખામીયુક્ત ડિઝાઇનના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી કરવાને બદલે વધુ જટિલ બનાવી રહ્યા છે. આ બ્રિજના છેડા સીધા જ વ્યસ્ત ચાર રસ્તા પર પૂરા થતા હોવાથી સિગ્નલ વખતે ફ્લાયઓવર પર જ વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે.

Written ByKinjal Patel
Published: Sep 27, 2026, 01:06 PM IST|Updated: Sep 27, 2026, 01:16 PM IST
joinshare
 અમદાવાદમાં બ્રિજ બન્યા કે ટ્રાફિક જામના નવા અડ્ડા? આ 3 ફ્લાયઓવરની 'ફોલ્ટી ડિઝાઇન'થી વાહનચાલકો પરેશાન

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેની ક્ષતિગ્રસ્ત ડિઝાઇનને કારણે ઘણીવાર વિવાદો સર્જાય છે. નવનિર્મિત મકરબા બ્રિજની ડિઝાઇનને લઇને પણ આવો જ મોટો વિવાદ સામે આવ્યો છે. આ બ્રિજ પ્રહલાદનગર તરફ ઉતારવામાં આવ્યો છે ત્યાં જ ચાર રસ્તા આવેલા છે. તંત્ર દ્વારા જંક્શનથી દૂર બ્રિજ ઉતારવાના બદલે બરાબર ચાર રસ્તા પાસે જ બ્રિજ પૂરો કરી દેવામાં આવતાં AMC ના આયોજન સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.

લોકેશનઃ જગતપુર ફ્લાયઓવર
શહેરના ગોતા વિસ્તારમાં આવેલો આ જગતપુર ફ્લાયઓવર પણ તેના લોકાપર્ણ સમય બાદથી વિવાદમાં છે. મકરબા ફ્લાયઓવરની જેમ જ જગતપુર ફ્લાયઓવરનો પણ ગોદરેજ ગાર્ડન સીટી તરફનો એક છેડો ચાર રસ્તા પર જ પુરો થાય છે, પરીણામે જ્યારે રેડ સિગ્નલ હોય તેવા સમયે સેંકડો વાહનોને ફ્લાયઓવર પર રોકાઇ જવાની ફરજ પડે છે....

લોકેશનઃ વેજલપુર ફ્લાયઓવર
આનંદનગરથી વસ્ત્રાપુર રેલ્વે સ્ટેશન ક્રોસીંગ માર્ગે વેજલપુરના બુટભવાની મંદીર તરફ બની રહેલો ફ્લાયઓવર પણ ભવિષ્યમાં ક્યાક મુશ્કેલી બની શકે છે. આ ફ્લાયઓવરનો એક છેડો આનંદનગર તરફના ટ્રાફીકથી ધમધમતા મુખ્ય ચાર રસ્તા તરફ નિકળે છે. ત્યારે લોકાપર્ણ થાય તે બાદ અહીયા પણ ટ્રાફીકની મોટી સમસ્યા સર્જાઇ શકે છે.

લોકેશનઃ મકરબા ફ્લાયઓવર
મુખ્યમંત્રીના હસ્તે લોકાપર્ણ 23 સપ્ટેમ્બરે લોકાપર્ણ થયા બાદ તુરંત જ આ ફ્લાયઓવર પર ચારેય તરફ અતિ ભારે ટ્રાફીક જામ સર્જાવા લાગ્યો હતો. જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફીક પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. જેના તાત્કાલીક ઉકેલ રૂપે આ ચાર રસ્તા પર કેપ્યુલ ફોર્મ્યુલા અમલમાં મૂકી દેવાઇ છે. જેથી લોકોને ખુબ જ લાંબુ અંતર કાપવુ પડી રહ્યુ છે.. 
બાઇટઃ ગઇકાલે દર્શલે આપેલી પબ્લીક બાઇટ લેવી....

નોંધનીય છેકે આ બ્રીજની કામગીરી માટે 30-9-22 એ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે બાદ રેલ્વે, બ્રીજ સ્થળે ડ્રેનેજ-પાણીની લાઇન મળવા સહીતના કારણોને લીધે ધીમી ગતીએ કામગીરી ચાલુ થઇ હતી. દરમ્યાન નવેમ્બર 2024 માજ ઝી 24 કલાકે આ બ્રીજની ફોલ્ટી ડિઝાઇનના કારણે ભવિષ્યમાં ટ્રાફીકની ગંભીર સ્થીતી સર્જાશે તે અંગેની વાસ્તવીકતા દર્શાવતો અહેવાલ દર્શાવ્યો હતો. પરંતુ એએમસી તંત્રએ તે વાતની હળવાશથી લીધી હતી. આખરે વાસ્તવીકતા સૌની સામે છે.

નોંધનીય છે કે આ બ્રીજની ડિઝાઇન તૈયાર કરવાનુ કામ ડેલ્ફ કન્સલટીંગ કંપની દ્વારા કરાયુ છે, અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્સી તરીકે કસાડ એજન્સીએ પોતાની ભૂમિકા ભજવી છે. ત્યારે આ બન્ને ખાનગી એજન્સીઓના રીપોર્ટના આધારે જ એએમસી દ્વારા કામ કરવામાં આવ્યુ છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News