SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ahmedabad News: PSIએ પોતે જ નશામાં ધૂત થઈને અકસ્માત સર્જ્યો? Video વાયરલ, ઈસ્કોન બ્રિજ નીચે બેકાબૂ કારે વાહનોનો કાઢ્યો કચ્ચરઘાણ!

Ahmedabad News: અમદાવાદ શહેરના આજે બે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં એક અમદાવાદ ટ્રાફિક પોલીસના પીએસઆઈ ભરત પંડ્યાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ નશાની હાલતમાં હોવાની શંકા સેવાઈ રહી છે. જ્યારે બીજા સમાચાર એ છે કે ઈસ્કોન બ્રિજ નીચે એક કારે બેકાબૂ થઈને અનેક વાહનોને ટક્કર મારી. વિગતો માટે વાંચો અહેવાલ.

Written By Viral Raval
Published: Oct 05, 2026, 12:49 PM IST | Updated: Oct 05, 2026, 12:51 PM IST
Image Credit: ઈસ્કોન બ્રિજ અકસ્માત અને પીએસઆઈના વાયરલ વીડિયોમાંથી ગ્રેબ ઈમેજ
Join

અમદાવાદ શહેરના મહત્વના સમાચારોમાં આજે મુખ્યત્વે ગુજરાત ભાડા વિધાયકના વિરોધ મામલે વકીલો હડતાળ પર ઉતર્યા છે જ્યારે ઈસ્કોન બ્રિજ નીચે રાત્રે એક પૂરપાટ દોડતી કાર કાબૂ બહાર જતા અનેક વાહનોને અડફેટે લઈ લીધા અને જે અન્ય મહત્વના સમાચાર છે તેમાં ટ્રાફિક પોલીસના પીએસઆઈનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ નશામાં હોવાની આશંકા સેવાઈ રહી છે.

સમાચાર 1: મધરાતે કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા
અમદાવાદના ઇસ્કોન બ્રિજ નીચે રાત્રિ દરમિયાન અકસ્માતની ઘટના ઘટી. પૂરપાટ ઝડપે સ્વીફ્ટ કાર દોડાવી રહેલા ચાલકે ગાડી પરથી કાબૂ ગુમાવતા ત્યાં પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા જેમાં બીએમડબલ્યુ પણ સામેલ છે. આ સમગ્ર ઘટના વિસ્તારમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ અને આ સીસીટીવી ફૂટેજ અત્યંત ડરામણા છે.  SG 2 ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે.

સીસીટીવીના ફૂટેજમાં જોઈ શકાય છે કે  કઈ રીતે બેકાબૂ બનેલી કાર અચાનક દિશા બદલીને પાર્ક થયેલી ગાડીઓને અડફેટે ચડાવે છે. મળતી માહિતી મુજબ કાર હિમાંશુ કરીને એક યુવક ચલાવતો હતો.

 

સમાચાર 2: ટ્રાફિક પોલીસ PSI ભરત પંડ્યા નશામાં હતા?
જે ટ્રાફિક પોલીસ પર નિયમોનું પાલન કરાવવાની જવાબદારી હોય છે તેઓ પોતે જ નિયમ તોડતા જોવા મળ્યા? આ પ્રશ્ન એટલા માટે પણ ઊભો થઈ રહ્યો છે કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસમાં પીએસઆઈ તરીકે ફરજ  બજાવતા ભરત પંડ્યાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ નશામાં હોવાની આશંકા સેવાઈ રહી છે. અત્રે જણાવવાનું કે હાલ પીએસઆઈ ભરત પંડ્યા M ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. એવું પણ કહેવાય છે કે તેમણે ત્રાગડ રબારી વાસના નાકે અકસ્માત સર્જ્યો હતો. પીએસઆઈ ભરત પંડ્યા સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ છે.

મળતી માહિતી મુજબ પીએસઆઈ પંડ્યાની ક્રેટા ગાડીની ડેકીમાંથી દારૂની બોટલ મળી. તેમણે ત્રાગડ રબારી વાસના નાકે અકસ્માત સર્જ્યો ત્યારબાદ સ્થાનિકોએ પીએસઆઈ પંડ્યાને ઘેરીને આ વીડિયો બનાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસને જાણ  થતા ઘટનાસ્થળે પહોંચી અને પીએસઆઈ પંડ્યાને પોલીસ સ્ટેશન લઈ ગઈ. તેમને મેડિકલ ટેસ્ટ માટે પણ લઈ જવાયા.

 

સમાચાર 3: વકીલો ઉતર્યા હડતાળ પર
આમ તો સમગ્ર રાજ્યમાં આજે વકીલો હડતાળ પર ઉતર્યા છે. વાત જાણે એમ છે કે નવા ભાડા કરાર વિધેયકના વિરોધમાં વકીલોએ મોરચો ખોલ્યો છે. અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાં વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. વકીલોએ ભાડા કરાર વિધેયક રદ કરવાની માગણી કરી છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES