SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદ: ખોખરામાં થયેલી વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, ભત્રીજો જ નીકળ્યો હત્યારો!

Ahmedabad News : અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ જીવનરક્ષા એપાર્ટમેન્ટમાંથી એક 65 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી હતી. ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતા રહીશોએ કંટ્રોલ રૂમ દ્વારા પોલીસને જાણ કરી હતી. પોલીસે અંદર જઈને તપાસ કરી તો ખબર પડી કે લક્ષ્મીબેન તિમોથીભાઈ ડાભીની અંદાજે ત્રણ દિવસ અગાઉ હત્યા કરવામાં આવી છે. આ હત્યા કોઈ બહારની વ્યક્તિએ નહીં, પરંતુ તેમના જ સબંધીએ કરી હોવાનો ખુલાસો થયો છે.

Written By Dilip Chaudhary
Published: Oct 20, 2026, 07:01 PM IST | Updated: Oct 20, 2026, 07:17 PM IST
Join

ઉદય રંજન, અમદાવાદ : અમદાવાદના ખોખરા વિસ્તારના જીવનરક્ષા એપાર્ટમેન્ટમાં રહેતી 65 વર્ષીય વૃદ્ધા લક્ષ્મીબેન ડાભીના ફ્લેટમાંથી ભયંકર દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ આ અંગે કંટ્રોલ રૂમને જાણ કરી હતી. કંટ્રોલ રૂમને મેસેજ મળતા જ ખોખરા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

સૂટકેસમાંથી મળી આવ્યો વૃદ્ધાનો મૃતદેહ

પોલીસે દરવાજો ખોલીને તપાસ કરી તો વૃદ્ધા મૃત હાલતમાં સૂટકેસમાંથી મળી આવ્યા હતા. લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા સામે આવ્યું કે અંદાજે ત્રણ દિવસ અગાઉ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને તેમની હત્યા કરવામાં આવી છે. ખોખરા પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી સઘન તપાસ શરૂ કરી હતી.

ખોખરા પોલીસ તપાસમાં ખૂલાસો થયો કે આ હત્યા પાછળ લોહીના સંબંધો વચ્ચે હત્યાનો ખેલ થયો હતો. મરણજનાર વૃદ્ધા અને આરોપી પ્રહર્ષના પિતા વચ્ચે ફોઈ-ભત્રીજાનો સંબંધ હતો. ગત ગુરુવારે રાત્રે આરોપી પ્રહર્ષ ઉર્ફે લાલુ અશ્વિનભાઈ અમીન રાત રોકાવા માટે ફોઈબા લક્ષ્મીબેનના ઘરે ગયો હતો.

12 દિવસ ઘરમાં કેદ, ₹8 કરોડની લૂંટ...ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કિસ્સો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને દબોચ્યો

ભત્રીજાએ જ ફોઈને પતાવી દીધા

પ્રહર્ષ પાસે જીએસટીની એન્ટ્રી ફેરવવાના બ્લેકના 15 લાખ રૂપિયા હતા. તે આ રૂપિયા લઈને પિતાના ડરથી ઘરે જઈ શકે તેમ ન હતો, તેથી તે વૃદ્ધાના ઘરે આશરો લેવા ગયો હતો. શુક્રવારે સવારે વૃદ્ધાની નજર પ્રહર્ષ પાસે રહેલા થેલા પર પડી અને તેમને શંકા ગઈ કે આ થેલામાં શું છે? વૃદ્ધાએ થેલો ખોલીને જોયું તો અંદર 15 લાખ રૂપિયા રોકડા નજરે પડ્યા.

વૃદ્ધાએ પ્રહર્ષ પાસે આટલી મોટી રકમ બાબતે પૂછપરછ શરૂ કરી, પરંતુ પ્રહર્ષ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. જ્યારે મૃતકે આ બાબતે પ્રહર્ષના પિતાને ફોન કરીને જાણ કરવાનું કહ્યું, ત્યારે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઉશ્કેરાટમાં પ્રહર્ષે ઘરમાં પડેલી કાતર ઉઠાવીને વૃદ્ધા પર 2થી 3 ઘા ઝીંકી દીધા, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થઈ અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.

પ્રહર્ષ અમીન હત્યા કર્યા બાદ આરોપી પ્રહર્ષે ઘરમાંથી તે 15 લાખ રૂપિયા લીધા, અને જે વ્યક્તિને તે રૂપિયા આપવાના હતા તેને જઈને સોંપી દીધા. ત્યારબાદ તે પોતાના ઘરે ગયો અને સામાન્ય રીતે રહેવા લાગ્યો. પરંતુ પાપ છુપાય નહીં! લાશને સગેવગે કરવા માટે તે રખિયાલ ગયો અને ત્યાંથી એક મોટી બેગ ખરીદીને ફરી હત્યાના સ્થળે ફ્લેટ પર પાછો આવ્યો. તેણે મૃતદેહને તે મોટી બેગમાં નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ મૃતદેહ બેગમાં ફિટ થઈ શકે તેમ નહોતો.

ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલાયો

આથી તે ઘબરાઈ ગયો અને લાશને ત્યાં જ છોડીને ફરી પોતાના ઘરે નાસી છૂટ્યો અને સામાન્ય રીતે જેમ વર્તવા લાગ્યો હતો આ દરમિયાન ખોખરા પોલીસે જ્યારે ટેકનિકલ સર્વેલન્સ તપાસ્યું ત્યારે સામે આવ્યું કે મૃતકના ફ્લેટ પર છેલ્લે કોણ આવ્યું હતું અને છેલ્લા કોલ કયા હતા? આ કડી જોડતા જ પોલીસની શંકાની સોય સીધી પ્રહર્ષ અમીન તરફ ગઈ.

પોલીસે શંકાના આધારે પ્રહર્ષની સઘન પૂછપરછ કરતા તેણે ગુનાની હત્યા કર્યાની કબૂલાત કરી લીધી હતી. ત્યારે ખોખરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ અંધારી હત્યાનો ભેદ ઉકેલીને 26 વર્ષીય પ્રહર્ષ અમીનની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES