SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદ સહિત રાજ્યભરમાં શાકભાજીના ભાવ તળિયે: કિલોના ભાવ 10 રૂપિયાથી પણ નીચે જતાં ખેડૂતો મુશ્કેલીમાં, જાણો શું છે ભાવ?

Ahmedabad News: અમદાવાદ સહિત રાજ્યભરમાં શાકભાજીના ભાવ પહોંચ્યા તળિયે પહોંચ્યા છે. જાણવા મળી રહ્યું છે કે માગ કરતા આવકમાં તોતિંગ વધારો નોંધાતા શાકભાજીના હોલસેલ ભાવ 10 રૂપિયાથી પણ નીચે પહોંચી ગયો છે. આ સિવાય અન્ય રાજ્યોમાં શાકભાજીની જાવક ન હોવાથી શાકભાજીનો ભરાવો થઈ ગયો છે, જેના કારણે પણ ભાવ ગગડ્યા છે.

Written By Kinjal Patel
Published: Oct 25, 2026, 11:37 AM IST | Updated: Oct 25, 2026, 11:45 AM IST
Join

દર્શલ રાવલ/અમદાવાદ: શિયાળો એટલે લીલા શાકભાજી ખાવાની સિઝન. કેમ કે આ સીઝનમાં શિયાળુ પાક શાકભાજી ખૂબ આવતી હોય છે. જે ખાવાથી લોકોનું સ્વાસ્થય પણ સારું રહેતું હોય છે. પણ હાલ apmc બજારની સ્થિતિ એવી બની છે કે વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે.

ખોરજ જમીન કૌભાંડમાં અપહરણની ફરિયાદ કરનાર મહિલાનો યુ-ટર્ન; જગદીશ ઠાકોરને છોડીને હવે પોલીસ પર સીધો ગંભીર આક્ષેપ

ખેડૂતોને રોવાનો વારો આવ્યો, શિયાળુ શાકભાજીની આવક થઈ શરૂ
જી હા...આ અમે નહિ પણ જમાલપુર apmc માંથી વિગતો સામે આવી છે. હાલ ઠંડીની શરૂઆત થઈ છે. જે ઠંડી શરૂ રહેતા શિયાળુ શાકભાજી પણ બજારમાં આવતા શરૂ થયા છે. એટલે સ્વભાવિક છે કે આવક વધે એટલે ભાવ ઘટે. જોકે આ વર્ષે ચાલુ સીઝનમાં જે ભાવ હોય છે. તેના કરતાં પણ વધુ ભાવ ધટાડો જોવા મળ્યો છે. જેને લઈને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આવી જ રીતે જમાલપુર apmc માં આવતા શાકભાજી કે જેમાં ગત સપ્તાહમાં રીંગણ 12 થી 45 રૂપિયે કિલો હતા.

શાકભાજીની વધુ આવકથી ભાવ વધુ ગગળ્યા
જે હાલ 3 થી 10 ભાવ થયો, જ્યારે ભટ્ટામાં 12 થી 35 નો ભાવ 5 થી 20 થયો, રવૈયામા 15 થી 50 નો ભાવ 4 થી 20 થયો આ સિવાય કોબીજ, ફુલાવર, ટામેટા, દૂધી, કારેલા, ગવાર, ચોળી, ગિલોડા, તુરિયા, ગલકા સહિત ની શાકભાજીમાં ભાવમાં પણ 5 થી 20 નો ધટાડો જોવા મળ્યો છે. જ્યાં apmc ના સેક્રેટરીએ આવક સામે જાવક ઓછી થવાથી સામાન્ય કરતા 20 ટકા જેટલો ભાવ ઓછો થયો હોવાની વાત કરી હતી...

ખતરનાક ચક્રવાતનું એલર્ટ: 125 કિમીની ઝડપે ફૂંકાશે પવન, 7રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

રિટેલ દલાલો મનફાવે તે ભાવ લેતા હોવાના આક્ષેપ
શાકભાજીની આવક શરૂ થતા apmc બજાર ફૂલ બન્યું છે. જોકે શાકભાજી apmc માંથી બજારમાં જે જવી જોઈએ તેટલા પ્રમાણમાં ન જતા વેપારીઓને શાકભાજી બગડી જવાના ભયથી રોવાનો વારો આવ્યો. અને સામાન્ય ભાવ ઘટાડા સામે વધુ ઓછા ભાવે શાકભાજી આપવાનો વારો આવ્યો. જોકે આ વચ્ચે ખેડૂતોએ વચેટિયા એટલે કે રિટેલ દલાલો મનફાવે તે ભાવ લેતા હોવાના આક્ષેપ કરી તેઓને ફાયદો હોવાની વાત કરી હતી.

કમોસમી વરસાદી અને અલનીનો ની અસરના કારણે આ સ્થિતિ સર્જાઈ
આ તમામ વચ્ચે કમોસમી વરસાદી અને અલનીનો ની અસરના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાની ખેડૂતોએ વાત કરી હતી. જેના કારણે ખેડૂતો માલ બગડે નહીં માટે apmc સુધી માલ ઝડપી પહોંચાડવા લાગતા પણ આવક વધી. જેના કારણે ગત વર્ષે જે શાકભાજી 2 હજારે મણ વેચાતી તેમા અધધ ઘટાડો થયાની વાત ખેડૂતે કરી વચેટિયાના ફાયદાની વાત કરી. જોકે રિટેલ વેપારીએ આ વાત ફગાવી દીધી હતી. તો apmc હોલસેલ વેપારીએ તેની આપવીતી જણાવી....

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: અમદાવાદ સહિત રાજ્યભરમાં શાકભાજીના ભાવ તળિયે, સુરત પ્રવાસે CM ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદમાં બે રહીશો વચ્ચે છૂટાહાથની મારામારી

શિયાળુ શાકભાજીની આવક વધી છતાં લોકો શાકભાજી ખાવામાં ખચકાયા
Apmc મા આવતા શાકભાજીના ભાવમાં ઘણો ઘટાડો થયો છે. જોકે હજુ શહેરના કેટલાક વિસ્તારમાં ભાવ વધુ હોવાની વાત છે. એનો મતલબ એ થયો કે apmc માંથી શાકભાજી બહાર આવ્યા બાદ તેના ભાવ પર કોઈ નિયંત્રણ નથી રહેતું. જેના કારણે આ સ્થિતિ સર્જાતી હોય છે. જેના કારણે શિયાળુ શાકભાજીની આવક વધી છતાં લોકો શાકભાજી ખાવામાં ખચકાતા હોય છે. ત્યારે જરૂરી છે કે જેમ apmc માં ભાવ નિયંત્રણ હોય છે તેમ રિટેલ બજારમાં પણ ભાવ નિયંત્રણ હોય તો મોંઘવારીનો માર લોકોને ન પડે અને લીલા શાકભાજી ખાઈ લોકો પોતાનું સ્વાસ્થ્ય વધુ સારું બનાવી શકે...

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES