અમદાવાદ: વિદેશ જતા મિત્રને એરપોર્ટ મૂકવા જતા ગોઝારો અકસ્માત; કાર પલટી જતાં 32 વર્ષીય યુવકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad Airport News: અમદાવાદના એરપોર્ટ રોડ પર વહેલી સવારે આશરે ૩ વાગ્યાના સુમારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાંદખેડાના પાંચ મિત્રો પોતાના મિત્ર યશને વિદેશ જવા માટે એરપોર્ટ મૂકવા જઈ રહ્યા હતા. વિદેશ જઈ રહેલો યશ પોતે જ સ્કોડા કાર ચલાવી રહ્યો હતો અને તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 32 વર્ષીય મયુર આઝાદ રાઠોડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મિત્રો ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત બાદ કારચાલક યશ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાની વિગતો સામે આવી છે. આ દુર્ઘટનાને પગલે મિત્રવર્તુળમાં શોકનો માહોલ છવાયો છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad Airport News: અમદાવાદ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ રોડ પર મોડી રાત્રે એક ગોઝારો અકસ્માત થયો છે. વિદેશ જઈ રહેલા મિત્રને એરપોર્ટ પર વિદાય આપવા જઈ રહેલા પાંચ મિત્રોની કારને અકસ્માત નડતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ચોંકાવનારી બાબત એ છે કે, જે યુવક વિદેશ જઈ રહ્યો હતો તે જ કાર ચલાવી રહ્યો હતો અને અકસ્માત સર્જ્યા બાદ તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે.
ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલની મોટી આગાહી, જાણો ક્યારે પડશે કાતિલ ઠંડી, ખેતી પર શું થશે અસર?
મોડી રાત્રે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
આ ઘટના વિશે મળતી માહિતી મુજબ, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા પાંચ મિત્રો 27 નવેમ્બરની મોડી રાત્રે આશરે ૩ વાગ્યાના સુમારે સ્કોડા કારમાં સવાર થઈને એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા. આ મિત્રોમાંથી યશ નામનો યુવક વિદેશ જવાનો હોવાથી અન્ય મિત્રો તેને મૂકવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન કાર યશ પોતે કારનું ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. ત્યારે એરપોર્ટ રોડ પરથી પસાર થતી વખતે અચાનક યશે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે પૂરપાટ ઝડપે જતી કાર રોડની સાઈડમાં આવેલી રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈને પલટી ખાઈ ગઈ હતી.
મયુર રાઠોડ નામના યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત, મિત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું..
અમદાવાદ એરપોર્ટ રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 32 વર્ષીય મયુર આઝાદ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં બેઠેલા અન્ય ત્રણ મિત્રોને પણ ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખુશીના માહોલ વચ્ચે મિત્રને વિદાય આપવા નીકળેલા યુવકો પર આભ તૂટી પડતા પરિવારજનો અને મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
ગોંડલમાં રક્તરંજિત રાત: ચુનારા શેરીમાં તેલના વેપારીની દુકાનમાં જ ઘૂસી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા, લોહીલુહાણ હાલતમાં મળ્યો મૃતદેહ
પોલીસે ફરાર યશની શોધખોળ હાથ ધરી
આ ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ કાર ચલાવી રહેલો યશ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ફરાર થઈ ગયેલા કાર ચાલક યશને ઝડપી પાડવા માટે વધુ તપાસ તેજ કરી છે.