• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલની મોટી આગાહી, જાણો ક્યારે પડશે કાતિલ ઠંડી, ખેતી પર શું થશે અસર?

ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલની મોટી આગાહી, જાણો ક્યારે પડશે કાતિલ ઠંડી, ખેતી પર શું થશે અસર?

Written ByKinjal Patel
Published: Nov 28, 2026, 11:27 IST|Updated: Nov 28, 2026, 11:48 IST
joinshare
Ambalal Patel Forecast: ગુજરાતમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી જોઈએ તેવી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો નથી. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટા પલટા અને કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે.

Ambalal Patel Forecast: અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં પશ્ચિમી વિક્ષેપ નબળા હોવાના કારણે રાજ્યમાં ઠંડીનું જોર ઓછું જોવા મળી રહ્યું છે. જોકે, આગામી 2 થી 3 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં થનારી આ બરફવર્ષાની સીધી અસર ગુજરાત પર જોવા મળશે અને રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે.

17 ડિસેમ્બર બાદ અને નવા વર્ષમાં પડશે હાડ કંપાવતી ઠંડી1/4

17 ડિસેમ્બર બાદ અને નવા વર્ષમાં પડશે હાડ કંપાવતી ઠંડી

આગાહી મુજબ, 15 ડિસેમ્બર સુધીમાં વધુ પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. જેના પરિણામે 17 થી 19 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે. ત્યારબાદ 22 ડિસેમ્બર પછી ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે, જેની અસર હેઠળ નવા વર્ષની શરૂઆતમાં પણ સમગ્ર રાજ્યમાં હાડ કંપાવતી કાતિલ ઠંડીનો અનુભવ થશે.
ખેતી અને રવિ પાકો પર શું થશે અસર?2/4

ખેતી અને રવિ પાકો પર શું થશે અસર?

હવામાનમાં આવનારા આ ફેરફારોની ખેતી પર મિશ્ર અસર જોવા મળી શકે છે. ઠંડીનો રાઉન્ડ શરૂ થવાથી રવિ પાકો માટે અત્યંત સાનુકૂળ વાતાવરણ સર્જાશે. ખાસ કરીને દિવેલાના પાક માટે આ વાતાવરણ ખૂબ જ સારું રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થશે, જે દરિયામાં સમાવવા સાથે દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી શકે છે.
 ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી3/4

ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી

હાલમાં પ્રમાણમાં ગરમી હોવાના કારણે જીરા જેવા સંવેદનશીલ પાકોમાં રોગ આવવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત, વાતાવરણમાં ભેજ અને ગરમીના મિશ્રણને કારણે અન્ય પાકોમાં ઈયળોનો ઉપદ્રવ પણ વધી શકે છે, તેથી ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
અલ નીનોની અસર અંગે અંબાલાલનું મોટું અપડેટ4/4

અલ નીનોની અસર અંગે અંબાલાલનું મોટું અપડેટ

વૈશ્વિક હવામાન પરિબળો અંગે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી ફેબ્રુઆરી મહિનાથી 'અલ નીનો'ની અસર ધીમે-ધીમે ઘટવાની શરૂઆત થઈ શકે છે, જે આગામી ઋતુચક્ર માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
TAGS:
Gujarati News

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વચ્ચે દિલજીત એ મુંબઈમાં કર્યો શાનદાર શો, સ્ટેજ પરથી મુંબઈ પોલીસના કર્યા વખાણ

બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વચ્ચે દિલજીત એ મુંબઈમાં કર્યો શાનદાર શો, સ્ટેજ પરથી મુંબઈ પોલીસના કર્યા વખાણ

2

શિયાળામાં કાળા મરી ખાવાના ફાયદા, સાચી રીતે ઉપયોગ કરો તો આ 5 તકલીફમાં દવાની જેમ અસર કરે

3

પરિસીમન બિલ પર સાથ આપવા બદલ રિટર્ન ગિફ્ટ! શરદ પવારની પાર્ટી NDAમાં જોડાશે, સુપ્રિયા સુલે બનશે કેબિનેટ મંત્રી?

4

ચોથો શનિવાર હોવા છતાં આજે ગુજરાતભરની તમામ સરકારી કચેરીઓ રાબેતા મુજબ ધમધમશે, જાણો શું છે મહત્વપૂર્ણ કારણ

5

પરિસીમન બાદ બદલાઈ જશે સીટોનું ગણિત, કયા રાજ્યને કેટલી સીટો મળશે, કયા રાજ્યની સીટો નહીં વધે?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.