SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મકાનનું દેવું ચૂકવવા પૂજારી બન્યો ચોર! અમદાવાદમાં જૈન દેરાસરમાંથી 9.10 કિલો ચાંદીની ચોરી, પૂજારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ

Ahmedabad News: ભગવાનના દરબારમાં આસ્થા સાથે વિશ્વાસઘાત થયાની ચોંકાવનારી ઘટના અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી સામે આવી છે. મહાસુખનગર સોસાયટીમાં આવેલા વાસુપૂજ્ય જૈન દેરાસરમાંથી પૂજારીએ જ અંદાજે ૯ કિલો ૧૦૦ ગ્રામ ચાંદીના વસ્ત્રો ની ચોરી કરી લીધી હતી. દેરાસરમાં ૭ વર્ષથી પૂજારી તરીકે ફરજ બજાવતા શખ્સે જ આ કાળું કારસ્તાન કરનાર ની કૃષ્ણનગર પોલીસે આરોપી પૂજારીને ઝડપી પાડીને લાખોની ચાંદી કબ્જે કરી ને વધુ તપાસ હાથ ધરી છે..

Written By Kinjal Patel
Published: Nov 22, 2026, 14:54 IST | Updated: Nov 22, 2026, 15:05 IST
Join

ઉદય રંજન/અમદાવાદ: જ્યાં ભક્તો શ્રદ્ધાપૂર્વક ભગવાનના દર્શને આવે છે અને પૂજારીને દેવસ્થાનની પવિત્રતા જાળવવાની પવિત્ર જવાબદારી સોંપવામાં આવે છે, તે જ પૂજારી જો ચોર બની જાય તો શું થાય? અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા મહાસુખનગર સોસાયટીના વાસુપૂજ્ય જૈન દેરાસરમાંથી પૂજારીએ જ ભગવાનની ૯ કિલો ૧૦૦ ગ્રામ ચાંદીની આંગી ચોરી લીધાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આરોપી પૂજારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતી સાહિત્યના ઋષિકવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન: ગઝલ અને કવિતાના ક્ષેત્રમાં એક યુગનો અંત

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પૂજારી અશ્વિન રમેશ સોલંકી વિરુદ્ધ સત્તાવાર ચોરીની ફરિયાદ

પોલીસ ચોપડે નોંધાયેલ ઘટનાની વિગતો મુજબ વાત કરી એ તો કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મહાસુખનગર સોસાયટીમાં વાસુપૂજ્ય જૈન દેરાસર આવેલું છે. આ દેરાસરમાં અશ્વિન રમેશ સોલંકી નામનો શખ્સ છેલ્લા ૭ વર્ષથી પૂજારી તરીકે સેવા આપતો હતો અને દેરાસરની અંદરની તમામ બાબતોથી વાકેફ હતો. દિવાળીના તહેવારો અગાઉ, તકનો લાભ લઈને આ પૂજારીએ દેરાસરમાંથી ભગવાનની અંદાજે 9 કિલો 100 ગ્રામ ચાંદીની આંગી વસ્ત્રો ની ચોરી કરી લીધી હતી. જ્યારે દેરાસરમાં ચાંદીની આંગી ન hહોવાનું કે ગાયબ હોવાનું ટ્રસ્ટીઓ અને સભ્યોના ધ્યાને આવ્યું, ત્યારે ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી. આ મામલે દેરાસરના સંચાલકો દ્વારા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પૂજારી અશ્વિન રમેશ સોલંકી વિરુદ્ધ સત્તાવાર ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી હતી

કૃષ્ણનગર પોલીસ ની પૂછપરછ દરમિયાન આરોપીએ ચોંકાવનારી કબૂલાત

ફરિયાદ નોંધાતાની સાથે જ કૃષ્ણનગર પોલીસે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા અને મૂળ વિજયનગરના વતની એવા આરોપી પૂજારી અશ્વિન રમેશ સોલંકીની ધરપકડ કરી લીધી હતી... પોલીસની ગિરફ્તમાં ઊભેલા આ શખ્સ અશ્વિન સોલંકીને જુઓ, જેણે પહેલા તો પવિત્ર ધામમાં ચોરી કરી અને હવે પોલીસની હાજરીમાં પોતાના કુકર્મ બદલ આંસુ વહાવી રહ્યો છે કૃષ્ણનગર પોલીસ ની પૂછપરછ દરમિયાન આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું હતું કે વિજયનગરમાં તેનું પોતાનું મકાન બની રહ્યું હતું, જેના કારણે તેણે અનેક લોકો પાસેથી નાણાં ઉછીના લીધા હતા.

નમો સ્ટેડિયમમાં દિલજીત દોસાંજનો વિરોધીઓને મુંહતોડ જવાબ, કોલ્ડપ્લેના ઉદાહરણ સાથે કહ્યું; 'આ ડબલ સ્ટાન્ડર્ડ કેમ છે?'

ભગવાનના ધામમાં આસ્થા સાથે ખિલવાડ કરી

આ ઉછીના નાણાં ચૂકવવાનું દબાણ વધી જતા તેણે આ પવિત્ર દેરાસરમાં જ હાથ સાફ કરવાનું નક્કી કર્યું હતું અને ચાંદીની આંગી ચોરી લીધી હતી. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરીને તેની પાસેથી અત્યાર સુધીમાં ૬ કિલો ૨૦૦ ગ્રામ ચાંદીનો જથ્થો કબ્જે કરી લીધો છે. જોકે, બાકી રહેલી ચાંદી તેણે ક્યાં અને કોને વેચી છે અથવા ક્યાં છુપાવી છે, તે અંગે રિકવરી કરવાની કાર્યવાહી હાલ કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી છે. ભગવાનના ધામમાં આસ્થા સાથે ખિલવાડ કરી અને ભરોસો તોડનાર પૂજારી આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે. પોલીસે બાકીની ચાંદી રિકવર કરવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

કેશોદ-બાલાગામ રોડ પર મોટી કરુણાંતિકા: બર્થ-ડેની ઉજવણી કરવા જતા 3 મિત્રો ભડથું, ઈન્ફ્લુએન્સર ક્રિષ્નાનો આબાદ બચાવ

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES