• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • / "યે મેરા નંબર...મુજે કોલ કરના બાત કરની હૈ", રામોલ પોલીસે સગીરાના છેડતી કેસમાં વિધર્મી આરોપીની ધરપકડ

"યે મેરા નંબર...મુજે કોલ કરના બાત કરની હૈ", રામોલ પોલીસે સગીરાના છેડતી કેસમાં વિધર્મી આરોપીની ધરપકડ

Ahmedabad News: માતાપિતા સાવધાન થજો જો તમારી દીકરી એકલી શાળાએ કે ટ્યુશન જાય છે, તો જરા પૂછજો કે રસ્તામાં કોઈ તેને પરેશાન તો નથી કરતું ને? કારણ કે, અમદાવાદના રામોલમાં એક 16 વર્ષીય વિદ્યાર્થિની સાથે આવું જ કંઈક બન્યું. શાળાએ આવતી-જતી સગીરાનો પીછો કરી, તેને નંબર આપવા દબાણ કરતા એક પરણિત વિધર્મી યુવક સમીર શેખની રામોલ પોલીસે ધરપકડ કરી છે. સગીરાની હિંમત અને માતા-પિતાની સતર્કતાથી એક મોટો ગુનો બનતો અટક્યો છે.

Written ByKinjal Patel
Published: Oct 01, 2026, 02:33 PM IST|Updated: Oct 01, 2026, 02:42 PM IST
joinshare
 "યે મેરા નંબર...મુજે કોલ કરના બાત કરની હૈ", રામોલ પોલીસે સગીરાના છેડતી કેસમાં વિધર્મી આરોપીની ધરપકડ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

2

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

3

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

4

તેને ચાકુથી મારા પર અનેક વાર કર્યા.... સામે આવ્યો ગંભીર રીતે ઘાયલ થયેલા કેપ્ટન સ્મિતનો પહેલો વીડિયો

5

Maruti ની આ કાર ખરીદવા લોકોની પડાપડી! 30 દિવસમાં 2.36 લાખ ગાડીઓ વેચાઈ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉદય રંજન/અમદાવાદ: વર્તમાન સમય માં સમાજમાં દીકરીઓની સુરક્ષાને લઈને વાલીઓની ચિંતા વધારતો એક કિસ્સો અમદાવાદના રામોલ વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં એક વિધર્મી યુવક છેલ્લા પાંચ દિવસથી એક ૧૬ વર્ષની માસૂમ વિદ્યાર્થિનીનો રસ્તામાં પીછો કરી રહ્યો હતો અને છેડતી કરતો હતો. સદનસીબે, દીકરીએ ડરવાને બદલે તેના માતા-પિતાને જાણ કરી અને માતા-પિતાએ ફિલ્મી સ્ટાઈલમાં વોચ ગોઠવીને આ રોમિયોને ઝડપી પાડ્યો. રામોલ પોલીસે આ શખ્સ સામે POCSO હેઠળ સખત કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી અને 10. મા ધોરણમાં અભ્યાસ કરતી એક 16 વર્ષીય સગીરા રોજ ઘરેથી શાળાએ જતી હતી ત્યારે છેલ્લા 5 દિવસથી સમીર શેખ નામનો એક વિધર્મી શખ્સ એક્ટિવા લઈને આ સગીરાનો પીછો કરતો હતો. શાળાએ જતા સમયે અને છૂટતા સમયે તે સગીરાની આસપાસ જ ફરતો રહેતો. એટલું જ નહીં, આરોપી સમીર શેખ વારંવાર સગીરા પાસે જઈને પોતાનો મોબાઈલ નંબર આપી, વાત કરવા માટે સતત દબાણ કરતો હતો અને છેડતી કરતો હતો શરૂઆતમાં સગીરા ડરી ગયેલી હોવા ના કારણે સગીરાએ પરિવાર ને વાત ન કરી હતી પણ આ સિલસિલો ચાલુ રહેતા સગીરા એ હિંમત ભેગી કરી અને આ આખી હકીકત તેના માતા-પિતાને જણાવી દીધી હતી.

સગીર દીકરીની આ વાત સાંભળીને માતા-પિતા ચોંકી ઉઠ્યા. પરંતુ ગુસ્સા પર કાબૂ રાખી તેમણે સમજદારીથી કામ લીધું અને વાલીઓએ શાળા છૂટવાના સમયે શાળા ના રસ્તા પર વોચ ગોઠવી હતી ત્યારે જ દીકરી બહાર આવી ત્યારે તેને પરેશાન કરવા પહોંચેલા સમીર શેખને સગીરાએ માતા-પિતાને બતાવ્યો. માતા-પિતાએ તરત જ ત્યાં જઈને આ રોમિયોને રંગેહાથ પકડી લીધો અને તાત્કાલિક રામોલ પોલીસને જાણ કરી દીધી. રામોલ પોલીસ પણ ગણતરીની મિનિટોમાં ત્યાં પહોંચી ગઈ અને આરોપી સમીર શેખની અટકાયત કરી લીધી હતી

રામોલ પોલીસ સ્ટેશન લાવીને જ્યારે સમીર શેખની સઘન પૂછપરછ કરવામાં આવી, ત્યારે કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી. આરોપી સમીર શેખ પરિણીત છે, તેમ છતાં તે એક 16 વર્ષની માસૂમ સગીરાનો પીછો કરતો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે તે છેલ્લા 6 મહિનાથી બ્લિંકિટ ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો અને કામના ના કારણે શાળા ના રસ્તે આરોપી સમીર શેખ નું ગોડાઉન આવતું હોવાથી સગીરા પર નજર પડી હતી અને પીછો કરવાનું શરૂ કર્યું હતું.

ત્યારે રામોલ પોલીસે સમીર શેખની ધરપકડ કરીને રામોલ પોલીસે હાલ સગીરાનું નિવેદન નોંધીને આરોપી સમીર શેખ વિરુદ્ધ છેડતી અને POCSO એક્ટ હેઠળ કડક ગુનો દાખલ કર્યો છે અને તેને જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટના એ તમામ વાલીઓ માટે મોટો સંદેશ છે કે પોતાના બાળકો, ખાસ કરીને દીકરીઓ સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખો, જેથી તેઓ કોઈપણ તકલીફ વિના સંકોચ તમને જણાવી શકે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News