SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

આજે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ 2 નવી ફિલ્મો, ગનમાસ્ટર જી9, યે પ્રેમ મોલ લિયા રામાયણને આપશે ટક્કર

બોક્સ ઓફિસ માટે આજનો દિવસ ખાસ છે. આજે એકસાથે 2 નવી ફિલ્મો રિલીઝ થઈ છે. આયુષ્માન ખુરાનાની યે પ્રેમ મોલ લિયા અને ઈમરાન હાશ્મીની ગનમાસ્ટર જી9. આ બંને ફિલ્મોની ટક્કર એકબીજા સાથે જ નહીં છેલ્લા કેટલાક સપ્તાહથી બોક્સ ઓફિસ પર રાજ કરતી રામાયણ ફિલ્મ સાથે પણ છે.

Written By Krupa Shah
Published: Nov 27, 2026, 08:56 IST | Updated: Nov 27, 2026, 08:58 IST
Join

27 નવેમ્બર અને શુક્રવારે બોક્સ ઓફિસ પર 2 નવી ફિલ્મો રિલીઝ થઈ છે. આ 2 ફિલ્મોમાંથી એક છે સરવરી વાઘ અને આયુષ્માન ખુરાના ની યે પ્રેમ મોલ લીયા. અને બીજી ફિલ્મ છે જેનીલીયા દેશમુખ અને ઇમરાન હાશ્મીની એક્શન થ્રિલર ફિલ્મ ગનમાસ્ટર જી9. આ બંને ફિલ્મો આજે રિલીઝ થઈ છે અને તેની સીધી ટક્કર રણવીર કપૂરની ફિલ્મ રામાયણ સાથે થવા જઈ રહી છે. રામાયણ ફિલ્મ જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. હવે આજથી રામાયણ ફિલ્મને નવી બે ફિલ્મો બોક્સ ઓફિસ કમાણીની બાબતમાં ટક્કર આપશે.

રામાયણ ફિલ્મ 5 નવેમ્બર થી બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. હવે રામાયણ ફિલ્મના ટક્કર આપવા માટે બે નવી ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે.. જે બે ફિલ્મો રિલીઝ થઈ છે તેનું એડવાન્સ બુકિંગ પણ સારું રહ્યું છે. જેને લઈને લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં રામાયણ ફિલ્મ ને આ બે ફિલ્મો ટક્કર આપશે.

યે પ્રેમ મોલ લિયા ફિલ્મનું એડવાન્સ બુકિંગ

યે મોલ લીયા ફિલ્મ સુરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલી રોમેન્ટિક ફેમિલી ડ્રામા ફિલ્મ છે. રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મો લોકોને ખૂબ પસંદ પડતી હોય છે અને ઘણા સમય પછી સૂરજ બડજાત્યાની ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આયુષ્માન ખુરાના અને શરવરી વાઘની છે. આ ફિલ્મના એડવાન્સ બુકિંગ ની વાત કરીએ તો ફિલ્મનું એડવાન્સ બુકિંગ બ્લોક સીટો સાથે 5.33 કરોડનું થયું હોવાની જાણકારી સામે આવી છે.

ગનમાસ્ટર જી9

27 નવેમ્બરે બોક્સ ઓફિસ પર ફેમિલી ડ્રામા ફિલ્મની સાથે એક્શન થ્રીલર ફિલ્મ પણ રિલીઝ થઈ છે. યુવાનોને એક્શન થ્રીલર ફિલ્મો પણ ખૂબ પસંદ પડતી હોય છે. તેમાં પણ આ એક્શન થ્રીલર ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ઇમરાન હાશ્મી જોવા મળશે. ઇમરાન હાશ્મી સાથે ફિલ્મમાં જેનીલીયા દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે. ગનમાસ્ટર જી9 નું એડવાન્સ બુકિંગ પણ બ્લોક સીટ સહિત 5.20 કરોડનું નોંધાયું છે. બ્લોક સીટ વિના ફિલ્મનું એડવાન્સ બુકિંગ 2.91 કરોડનું થયું છે.

રામાયણ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન

એડવાન્સ બુકિંગની બાબતમાં નવી બંને ફિલ્મો કરોડોનો આંકડો પાર કરી ચૂકી છે. જોકે આ બંને ફિલ્મોનો મુકાબલો એકબીજા સાથે નહીં પરંતુ રણબીર કપૂર અને યશ ની ફિલ્મ રામાયણ સાથે થવાનો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. રામાયણ ફિલ્મ રિલીઝ થઈ તેને 21 દિવસ થઈ ચૂક્યા છે અને 21 માં દિવસે ભારતમાં ફિલ્મનું નેટ કલેક્શન 9.60 કરોડનું થયું હતું. ફિલ્મની દુનિયાભરમાં કમાણી 21 માં દિવસે 1755 કરોડથી વધી ચૂકી છે.

હવે જોવાનું રહ્યું કે નવી બે ફિલ્મો લોકોને કેવી લાગે છે અને આગામી સપ્તાહમાં આ બે નવી ફિલ્મો બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે. જો આ બંને ફિલ્મો દર્શકોને પસંદ પડી તો શક્ય છે કે આવનારા સપ્તાહમાં રામાયણ ફિલ્મની કમાણીમાં ઘટાડો નોંધાય.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES