ટાઇગર શ્રોફ પર ફાયરિંગ પહેલાં શું કરતા હતા અભિનેતા? ઘટનાની થોડી મિનિટો પહેલાનો વીડિયો આવ્યો સામે
ટાઇગર શ્રોફ પર ફાયરિંગની ઘટના પહેલા અભિનેતા શું કરી રહ્યાં હતા? રિપોર્ટ પ્રમાણે ટાઇગર અપારશક્તિ ખુરાના, કરણવીર મેહરા અને અભિષેક બજાજની સાથે ફુટબોલ રમી રહ્યાં હતા. ઘટના પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે.
મુંબઈના જુહૂમાં બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. આ ગોળીબારીની ઘટનામાં અભિનેતા સુરક્ષિત બચી ગયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે ટાઇગર જુહૂના પુષ્પા પાર્કમાં એક ફુટબોલ મેચ રમ્યા બાદ ત્યાંથી નીકળી રહ્યાં હતા. અભિનેતાની એક ઝલક મેળવવા માટે તેમની ગાડીની આસપાસ ફેન્સ જમા હતા, ત્યારે બાઇક પર સવાર ત્રણ લોકો ત્યાં આવ્યા અને ગોળીબારી શરૂ કરી હતી.
ગોળી ટાઇગર શ્રોફને ન વાગી પરંતુ તેમના ડ્રાઇવર અને એક સ્ટાફ સભ્ય ઈજાગ્રસ્ત થયા છે. આ વચ્ચે તે ફુટબોલ મેચ વિશે પણ જાણકારી સામે આવી છે, જેમાં ટાઇગરે ગોળીબારી પહેલા ભાગ લીધો હતો. ઈન્ડિયન એક્સપ્રેસે જણાવ્યું કે અભિનેતા ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણા અન્ય જાણીતા વ્યક્તિઓ સાથે ફુટબોલ રમી રહ્યાં હતા.
આ પણ વાંચોઃ ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો: આરોપીઓની તસવીર વાયરલ
હુમલા પહેલા શું કરી રહ્યાં હતા અભિનેતા?
18 ખેલાડીઓની આ મેચમાં અપારશક્તિ ખુરાના, અભિમન્યુ દસાણી, સીજર ગોંસાલ્વિસ, અભિષેક બજાજ અને કરણ વીર મેહરા સામેલ હતા. જે ગોળીબારી સમયે મેદાન પર હાજર હતા. ઘટનાસ્થળ પર હાજર કરણ વીર મેહરાએ ફાયરિંગ બાદની સ્થિતિ વિશે જણાવ્યું. એનડીટીવી સાથે વાત કરતા કહ્યું, 'મારી કાર ઠીક પાછળ હતી. જ્યારે અમે ગેટમાંથી બહાર નીકળ્યા અને મારી કાર ત્યાં પહોંચી તો મેં લોહીના ડાઘા જોયા. મને ખબર પડી કે ટાઇગરના ડ્રાઇવરને ગોળી વાગી છે. મને ખુશી છે કે તે સુરક્ષિત છે, પરંતુ ડ્રાઇવર માટે મને ખરાબ લાગી રહ્યું છે અને આશા છે કે તે જલ્દી ઠીક થઈ જશે. ત્યાં કેટલાક બાળકો પણ હતા, જે બર્થ ડે પાર્ટી મનાવી રહ્યાં હતા. બધા લોકો અચાનક ભાગવા લાગ્યા હતા.'
તેમણે આગળ જણાવ્યું, મારી કાર થોડી પાછળ હતી અને ત્યાં ઘણા લોકો તસવીરો લઈ રહ્યાં હતા. અમે ગોળીબારનો અવાજ સાંભળ્યો અને લોકોની ચિસો સાંભળી કે કોઈએ ગોળી ચલાવી છે. કેમ કે કેટલાક લોકો આતિશબાજી કરવાનો જશ્ન પણ મનાવી રહ્યાં હતા, તેથઈ લાગ્યું કે લગભગ તેની સાથે જોડાયેલો કોઈ મામલો હશે.
કરણવીરે કહ્યું- હું ટાઇગરને ઘણા સમયથી જાણું છું. તે સારો વ્યક્તિ છે, જે પોતાના કામથી કામ રાખે છે અને હંમેશા બધાની સાથે સન્માનથી રહે છે. તેમની સાથે આવું બનવું દુખદ છે અને હું તેમના પરિવારને પણ જાણું છું. ટાઇગર અને તેના પરિવારને આ સ્થિતિમાં જોવો મારા માટે મુશ્કેલ છે. બહાર ઉભેલા ફેન્સે ચિસો પડાવાની શરૂ કરી કે હકીકતમાં ગોળીબાર થયો છે, જેના કારણે આતિશબાજી રોકાઈ ગઈ હતી. ત્યારે સિક્યોરિટી એલર્ટ થઈ ગઈ અને અમે પોલીસને ફોન કર્યો. ત્યાં સુધી ટાઇગર પોતાના ડ્રાઇવરની સાથે ત્યાંથી જઈ ચૂક્યા હતા.
પોલીસે જણાવી ટાઇગર શ્રોફ પર હુમલાની વાત
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના લગભગ સાંજે 7 કલાકે બની, જ્યારે ટાઇદર ફુટબોલ રમ્યા બાદ જુહૂના પુષ્પા પાર્કમાંથી નીકળી રહ્યો હતો. જ્યારે અભિનેતા પોતાની કારમાં બેશા તો બાઇક પર ત્રણ લોકો આવ્યા અને ગોળીબાર શરૂ કર્યો હતો. ટાઇગરને કોઈ ઈજા થઈ નથી, પરંતુ તેમના ડ્રાઇવર અને સ્ટાફના એક સભ્ય ઈજાગ્રસ્ત થયા છે.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર DCP મોહિત ગર્ગે પુષ્ટિ કરી છે કે આ હુમલામાં બે લોકો ઘાયલ થયા છે. ટાઇગરના ડ્રાઇવર ફિરદૌસને સામાન્ય ઈજા થઈ અને તે ખતરામાંથી બહાર ચે, જ્યારે સ્ટાફના અન્ય એક સભ્ય ઉમેશ ચવ્હાણને ગોળી વાગી છે. બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.