SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો: આરોપીઓની તસવીર વાયરલ, વિલે પાર્લે સ્ટેશન પાસે બાઇક મૂકી લોકલ ટ્રેનથી ભાગ્યા હુમલાખોરો

ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગ બાદ પોલીસની 15 ટીમો આ મામલાની તપાસ કરી રહી છે. હવે આ ઘટનાનો સૌથી મહત્વનો પુરાવો પોલીસને હાથ લાગ્યો છે. આરોપીઓની બાઇક જપ્ત કરી લેવામાં આવી છે અને તેનો ફોટો પણ સામે આવ્યો છે.

Written By Gokani Dhaval
Published: Oct 19, 2026, 08:21 AM IST | Updated: Oct 19, 2026, 08:25 AM IST
Join

Tiger Shroff Incident Update: બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગની ઘટનામાં પોલીસને મહત્વનો પુરાવો મળ્યો છે. પોલીસે આરોપીઓની બાઇક જપ્ત કરી લીધી છે. સાથે ટાઇગર પર હુમલો કરનાર બે આરોપીઓની તસવીર પણ સામે આવી છે. સૂત્રો પ્રમાણે ફાયરિંગ બાદ હુમલાખોરોએ પોતાની પલ્સર બાઇકને વિલેપાર્લે રેલવે સ્ટેશનની નજીક છોડી અને લોકલ ટ્રેનથી ભાગી ગયા હતા. જાણકારી અનુસાર મુંબઈ પોલીસે બાઇક જપ્ત કરી છે જે સેકેન્ડ હેન્ડ હોઈ શકે છે. મુંબઈ પોલીસની 15 ટીમો તપાસમાં લાગી છે અને ક્રાઇમ બ્રાન્ચ પણ ઘટનાની તપાસ કરી રહી છે.

મુંબઈ પોલીસના અભિનેતા ટાઇગર શ્રોફ સાથે જોડાયેલા ફાયરિંગના મામલામાં તેમના ડ્રાઇવર ફિરદૌસનું નિવેદન લેવામાં આવ્યું છે. પોલીસ પ્રમાણે ત્રણ અજાણ્યા શખ્સોએ કથિત રીતે ગોળીબારી કરી હતી. આ ઘટનામાં ડ્રાઇવર સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ડ્રાઇવર ફિરદૌસની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જુહૂ પોલીસે અભિનેતા ટાઇગર શ્રોફ સાથે જોડાયેલી ફાયરિંગની ઘટનાના સંબંધમાં ત્રણ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મામલો ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 109(1) અને 3(5) તથા આર્મ્સ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો છે.

જૈકી શ્રોફની પ્રતિક્રિયા

ટાઇગર શ્રોફ પર હુમલા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં હડકંપ મચી ગયો છે. તો ફેન્સ અભિનેતાની હેલ્થને લઈને ચિંતિત છે. ટાઇગરના પિતા જૈકી શ્રોફની ટીમ તરફથી આ મામલે અપડેટ આવ્યું છે. તેમણે કહ્યું કે ટાઇગર હવે ઠીક છે. તો ટાઇગરના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ટાઇગરના નિવાસ્થાને પહોંચ્યા હતા. તેમણે આશ્વાસન આપ્યું છે કે જલ્દી આરોપીઓને પકડી લેવામાં આવશે. હાલ ક્રાઈમ બ્રાન્ચ સહિત મુંબઈ પોલીસની 15 ટીમો તપાસ કરી રહી છે.

ગનપાઉડર અને કાંચથી થઈ ઈજા

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા જારી કરવામાં આવેલી તસવીરોમાં ટાઇગર શ્રોફના ખભા પર ડ્રેસિંગ જોવા મળી રહ્યું છે. ટાઇગર શ્રોફ સાથે મુલાકાત બાદ એકનાથ શિંદેએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે હુમલામાં પાંચ રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી, પરંતુ ટાઇગર શ્રોફ સુરક્ષિત છે. ટાઇગર શ્રોફને ઈજા વિશે વાત કરતા અભિનેતાએ કહ્યુ કે બારૂદ અને કાંચના ટુકડા લાગવાથી શ્રોફને હાથમાં ઈજા થઈ છે, પરંતુ તેમના ડ્રાઇવર ગંભીર રૂપથી ઘાયલ થયા છે. મહત્વનું છે કે ટાઇગર શ્રોફ પર આ હુમલો તે સમયે થયો, જ્યારે તેઓ ફુટબોલ ક્લબમાંથી નીકળી રહ્યાં હતા.

શું છે સમગ્ર ઘટના

18 ઓક્ટોબર 2026ના રવિવારે સાંજે ટાઇગર શ્રોફ ફુટબોલ રમી પોતાની કારથી પરત ફરી રહ્યાં હતા. કારની અંદરથી તેઓ ફેન્સનું અભિવાદન સ્વીકાર કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમના પર અચાનક અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. ત્યારબાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હુમલામાં ટાઇગરના ઈજાગ્રસ્ત ડ્રાઇવરની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. તો ટાઇગરને ગોળી નથી વાગી પરંતુ કાંચના ટુકડા વાગવાને કારણે સામાન્ય ઈજા થઈ છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES