Bollywood Actors Threat Case: આયુષ્માન, તુષાર કપૂરને લોરેન્સ ગેંગના નામે ધમકી આપનાર 30 વર્ષના આઈટી એન્જિનિયરની ધરપકડ
Bollywood Actors Threat Case: આયુષ્માન ખુરાના, તુષાર કપૂર સહિતના બોલીવુડ એક્ટર્સને ધમકીભર્યા મેલ અને ખંડણીના મેસેજ કરનારની પોલીસે ધરપકડ કરી છે. આ વ્યક્તિ લોરેન્સ ગેંગનો સભ્ય નહીં પણ મૂળ બિહારનો અને બેંગલુરુમાં નોકરી કરતો 30 વર્ષનો આઈટી એન્જિનિયર છે.
Bollywood Actors Threat Case: લોરેન્સ બિસ્નોઈ ગેંગના નામે છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ એક્ટર્સને ધમકી ભર્યા ઈ-મેલ અને મેસેજ મળી રહ્યા છે. જેમાં જાનથી મારવાની ધમકી સાથે ખંડણી માંગવામાં આવી રહી હતી. બોલીવુડ એક્ટર તુષાર કપૂર અને આયુષ્માન ખુરાનાને તાજેતરમાં જ આવા ધમકી ભર્યા મેસેજ મળ્યા હતા. ત્યારબાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષીય આઈટટી એન્જિનિયરની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: OTT Release: દિવાળી વીકમાં ઓટીટી પર મળશે ભરપુર મનોરંજન, બ્લોકબસ્ટર ફિલ્મો સાથે વેબ સીરીઝ થશે રિલીઝ
પહેલા તુષાર કપૂર અને પછી આયુષ્માન ખુરાનાને ધમકી ભર્યા મેસેજ મળ્યા હતા. ધમકી આપનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ ગેંગ નો સભ્ય ગણાવ્યો હતો અને એક્ટર્સ પાસેથી ખંડણી માંગી હતી. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક્ટર્સને ધમકી ભર્યા મેસેજ અને ઈમેલ કરનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. લોરેન્સ ગેંગના નામે બોલિવૂડ એક્ટર્સને ધમકાવતો આ વ્યક્તિ મૂળ બિહારનો 30 વર્ષનો આઇટી એન્જિનિયર છે. બોલીવુડ એક્ટર્સને ધમકી ભર્યા ઓડિયો મેસેજ કરનાર વ્યક્તિનું નામ વૈભવ મિશ્રા હોવાનું સામે આવ્યું છે.
30 વર્ષીય વૈભવ મિશ્રા આપતો ધમકીઓ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 30 વર્ષીય વૈભવ મિશ્રા જ છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ એક્ટર્સને ધમકીઓ આપી રહ્યો હતો. તુષાર કપૂર અને આયુષ્માન ખુરાના સિવાય તેણે અન્ય લોકોને પણ ધમકી ભર્યા ઈમેલ મોકલ્યા હતા. પોલીસ તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિનો લોરેન્સ બિસ્નોઈ ગેંગ સાથે કોઈ સંબંધ નથી. તે ફક્ત ગેંગનું નામ લઈને બોલીવુડ એક્ટર્સને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
આરોપી લોરેન્સ ગેંગનો સભ્ય નહીં
મહત્વપૂર્ણ છે કે 4 નવેમ્બરે આયુષ્માન ખુરાનાને ધમકી ભર્યો ઓડિયો મેસેજ મળ્યો હતો તે પહેલા તુષાર કપૂરને પણ ધમકી ભર્યો કોલ કરવામાં આવ્યો હતો. જેમાં બંને એક્ટર્સને ધમકાવીને કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. ધમકી આપનાર વ્યક્તિ પોતાની જાતને લોરેન્સ બિસનોઈ ગેંગનો સભ્ય ગણાવતો હતો. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી અને ધમકી આપનાર વ્યક્તિ સુધી પહોંચી ગઈ. જેમાં જાણવા મળ્યું કે ધમકી આપનાર વ્યક્તિ લોરેન્સ ગેંગનો સભ્ય નહીં પરંતુ 30 વર્ષનો આઇટી એન્જિનિયર છે.
આ પણ વાંચો: Jailer 2 OTT: જેલર 2 ઓટીટી પર જોવાની રાહ જોતા લોકો માટે ખુશખબર, ઓટીટી પર જોઈ શકશો અનકટ વર્ઝન
જોકે હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે આ વ્યક્તિએ જ અમિતાભ બચ્ચન પર હુમલો કરવાનો ઈમેલ કર્યો હતો કે નહીં. મહત્વનું છે કે મુંબઈ મેયર ઓફિસમાં એક ધમકી ભર્યો ઈમેલ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે અમિતાભ બચ્ચનના ઘરને ગ્રેનેડથી ઉડાડી દેવામાં આવશે. આ સિવાય દિલજિતના કોન્સર્ટમાં પણ સુસાઇડ એટેકની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલ પછી અમિતાભ બચ્ચનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 18 ઓક્ટોબરે બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગની ઘટના બની હતી. જવાબદારી લોરેન્સ દ્વારા લેવામાં આવી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 11 થી વધુ આરોપીઓને ધરપકડ કરી લેવામાં આવી છે. ટાઈગર શ્રોફ પર થયેલા હુમલા પછી બોલીવુડ એક્ટર્સને મળતી ધમકીઓ પણ વધી ચુકી છે. જેમાં આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને ધમકી આપનાર વ્યક્તિ પણ પકડાઈ ગયો છે.