The Paradise Box Office Collection: ફિલ્મ ધ પૈરાડાઈજ બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહી છે, પણ પાંચમાં દિવસે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો છે, મહત્વની વાત એ છે કે આ ઘટાડા છતા ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાની નજીક પહોંચી ચુકી છે, વિદેશમાં પણ ફિલ્મને સારા દર્શકો મળી રહ્યા છે, જેના કારણે તેની કમાણી વધી રહી છે.
ધ પૈરાડાઈજનું દિવસ પ્રમાણે ઓફિસ કલેક્શન
Sacnilkની રિપોર્ટ મુજબ પેડ પ્રીવ્યુંના દિવસે ધ પૈરાડાઈજે 11.60 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જે બાદ પહેલા દિવસે ફિલ્મે 34.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે પણ કલેક્શન 14.90 કરોડ રૂપિયા રહ્યા હતા, જ્યારે ત્રીજા દિવસે 15.25 કરોડ રૂપિયા કમાયા, જ્યારે ચોથા દિવસે ફિલ્મની કમાણી વધીને 15.70 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
પાંચમાં દિવસે એટલે સોમવારે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો છે, શરૂઆતના આંકડાઓ મુજબ, ફિલ્મને સોમવારે ભારતીય બોક્સ ઓફિસ પર લગભગ 5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
2 ઓક્ટોબરના દિવસે બોક્સ ઓફિસ પર થશે ક્લેશ, દ્રશ્યમ 3 સાથે આ કોમેડી ફિલ્મ થશે રિલિજ
આ ફિલ્મ ભારતમાં 100 કરોડ રૂપિયાની નજીક પહોંચી
પાંચમા દિવસની કમાણી સાથે ભારતમાં 'ધ પેરેડાઇઝ'નું નેટ કલેક્શન 97.10 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. એટલે કે આ ફિલ્મ હવે 100 કરોડના આંકડાથી માત્ર 2.90 કરોડ રૂપિયા દૂર છે. ભારતમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન 114.85 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
વિશ્વભરમાં પણ મોટી કમાણી
ભારત ઉપરાંત વિદેશોમાં પણ 'ધ પેરેડાઈઝ'ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ઓવરસીઝ માર્કેટમાં 30 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. આ રીતે ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 144.85 કરોડ રૂપિયા થઈ ગયું છે.
ભારત (નેટ) – રૂ. 97.10 કરોડ
ભારત (ગ્રોસ) – રૂ. 114.85 કરોડ
ઓવરસીઝ (ગ્રોસ) – રૂ. 30 કરોડ
કુલ વિશ્વવ્યાપી (ગ્રોસ) – રૂ. 144.85 કરોડ
આ ફિલ્મમાં કોણ છે?
આ ફિલ્મમાં નાની, મોહન બાબુ, કાયડુ લોહાર, સોનાલી કુલકર્ણી અને રાઘવ જુયાલ છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં રાઘવ જુયાલે વિલનની ભૂમિકા ભજવી છે, તેણે ડાન્સ કર્યો છે અને હાલમાં તેની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
શું આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થઈ?
હા, આ ફિલ્મ હિન્દી ભાષામાં પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.