SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ એ માત્ર એક ટ્રેલર હતું: અસલી ટાર્ગેટ તો સલમાન ખાન જ છે, લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકીથી બોલિવૂડમાં હડકંપ

અભિનેતા ટાઇગર શ્રોફ પર હુમલાની જવાબદારી લેનાર ગેંગસ્ટર અનિલ પંડિતનો નવો ઓડિયો સામે આવ્યો છે. આ ક્લિપમાં તેણે ખુદને લોરેન્સ બિશ્નોઈનો નાનો ભાઈ ગણાવ્યો છે. તેણે ધમકીભર્યા શબ્દોમાં કહ્યું કે તેની પાસે શૂટર્સની અચત નથી.

Written By Gokani Dhaval
Published: Oct 19, 2026, 02:59 PM IST | Updated: Oct 19, 2026, 03:03 PM IST
Join

માયાનગરી મુંબઈમાં રવિવારે સાંજે એક્ટર ટાઈગર શ્રોફ પર ધોળેદિવસે પાંચ રાઉન્ડ ફાયરિંગ થાય છે. પણ આ સમાચારની પાછળ છુપાયેલું અસલી સસ્પેન્સ...અસલી રહસ્ય કંઈક ઓર જ છે! કેમ કે આ કેસમાં હવે એક એવો ખતરનાક અને લોહિયાળ એન્ગલ સામે આવ્યો છે, જેણે આખા દેશની સુરક્ષા એજન્સીઓને હચમચાવી દીધી છે. ટાઈગર શ્રોફ પર થયેલો આ હુમલો તો માત્ર એક મહોરું હતું...માત્ર એક મોટું ટ્રેલર હતું...કેમ કે અસલી શિકાર, અસલી ટાર્ગેટ અને અસલી વાર તો ફરી એકવાર બોલિવૂડના સુલતાન 'સલમાન ખાન' પર જ છે!.

ટાઈગર પર ગોળીઓનો ધડાકો

રવિવાર સાંજના બરાબર સાત વાગ્યા હતા...જુહુના ફૂટબોલ ગ્રાઉન્ડ પરથી રમીને નીકળેલા ટાઈગર શ્રોફ પર અચાનક બાઈક સવારો પાંચ રાઉન્ડ ફાયરિંગ ઝીંકી દે છે...ટાઈગરનો ડ્રાઈવર લોહીલુહાણ થાય છે અને ટાઈગર પણ ઘાયલ થાય છે...પણ મુંબઈ પોલીસની તપાસ જેમ જેમ આગળ વધી, તેમ તેમ એ સાબિત થઈ ગયું કે આ ધડાકો સલમાન ખાનના કાળજાને ધ્રુજાવવા માટે હતો!

આ પણ વાંચોઃ 17, 18 અને 22 વર્ષની વયના Gen-Z શૂટર્સની ઓળખ: ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરનાર આરોપીઓ

સલમાનને ફરી ધમકીનો ઝટકો!

હુમલાની ગણતરીના કલાકોમાં જ લોરેન્સ બિશ્નોઈ ગેંગ એક્ટિવ થઈ જાય છે...શાર્પશૂટર અનિલ પંડિતના વાયરલ ઓડિયોએ આખા કેસનો એન્ગલ જ બદલી નાખ્યો...ઓડિયોમાં ખુલ્લેઆમ કહેવાયું છે કે, અમારી લડાઈ બોલિવૂડમાં બેઠેલા દાઉદના માણસો સામે છે...સુશાંત સિંહ રાજપૂતના મોત વખતે પ્રશાસન ક્યાં હતું? અને સૌથી મોટી વાત...સલમાન ખાન જો માફી નહીં માંગે તો તેનું જીવવું હરામ કરી દેવાશે અને તેની આસપાસ કામ કરતા તમામને મોતને ઘાટ ઉતારી દેવાશે!

'અસલી નિશાન તો સલમાન જ છે'!

આ સનસનીખેજ ધમકી પછી હવે આખી વાત સલમાન ખાનની સુરક્ષા પર આવી ગઈ છે. મુંબઈ પોલીસે તુરંત જ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટને લોખંડી કિલ્લામાં ફેરવી દીધું છે...બીજી તરફ, એક્શનમાં આવેલી ક્રાઈમ બ્રાન્ચે માત્ર ગણતરીના કલાકોમાં જ  રાજસ્થાનના કોટા સ્ટેશનેથી હુમલો કરનારા શૂટરોને દબોચી લીધા છે! શૂટરો ભલે પકડાઈ ગયા, પણ સલમાન ખાન પર મંડરાતો આ ખૌફ આજે આખા બોલિવૂડને ધ્રુજાવી રહ્યો છે.

 ટાઈગરથી સલમાન સુધી ખૌફનો કહેર!

મહારાષ્ટ્ર સરકારે કડક એક્શનના આદેશ આપ્યા છે...પણ વાત માત્ર ટાઈગર શ્રોફ કે સલમાન ખાન પૂરતી સીમિત નથી...બોલિવૂડ અને ગ્લેમરની દુનિયા પર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આ લોહિયાળ સકંજો દિવસેને દિવસે વધુ મજબૂત અને ખતરનાક બની રહ્યો છે! યાદ કરો પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની સરાજાહેરે નિર્મમ હત્યા, કે પછી મુંબઈની ધરતી પર નેતા બાબા સિદ્દીકીનો સનસનીખેજ શિકાર...આ તમામ હાઈ પ્રોફાઈલ હત્યાકાંડ પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો જ કાળો હાથ હતો!

એટલું જ નહીં, રોહિત શેટ્ટી, કોમેડિયન કપિલ શર્મા, ગિપ્પી ગ્રેવાલ અને સિંગર એપી ઢિલોન સુધીના સેલિબ્રિટીઝના ઘર અને સ્ટેજની આસપાસ ફાયરિંગ કરીને આ ગેંગે ઈન્ડસ્ટ્રીમાં મોતનો સન્નાટો ફેલાવ્યો છે. રીલ લાઈફમાં ગમે તેવા વિલનોને ધૂળ ચટાવતા આ સુપરસ્ટાર્સ આજે લોરેન્સના ખૌફથી રિયલ લાઈફમાં ફફડી રહ્યા છે...સિક્યોરિટી ગમે તેટલી લોખંડી હોય, પણ ઘરની બહાર નીકળતા પહેલાં આજે બોલિવૂડનો દરેક સેલિબ્રિટી સો વખત વિચારવા મજબૂર બન્યો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES