SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ramayana: બીજા સપ્તાહમાં રામાયણ ફિલ્મની કમાણીમાં જબરદસ્ત ઘટાડો, જાણો ભારતમાં નેટ કલેકશન કેટલું ?

Ramayana Box Office Collection: રામાયણ ફિલ્મની કમાણી ધીરે ધીરે ઘટવા લાગી છે. ફિલ્મ રિલીઝના બીજા સપ્તાહમાં બોક્સ ઓફિસ કમાણીના આંકડા સતત ઘટી રહ્યા છે. તેમ છતાં ભારતમાં ફિલ્મનું નેટ કલેકશન 800 કરોડથી વધી ચુક્યું છે.

Written By Krupa Shah
Published: Nov 18, 2026, 08:47 IST | Updated: Nov 18, 2026, 08:49 IST
Join

Ramayana Box Office Collection: રામાયણ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ તેનું આ બીજું સપ્તાહ છે. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે જેટલી જોરદાર કમાણી થઈ રહી હતી એટલો જ ઘટાડો હવે ફિલ્મની કમાણીમાં નોંધાઈ રહ્યો છે. આ બીજું સપ્તાહ શરૂ થયા પછી ફિલ્મની કમાણી ધીરે ધીરે ઘટવા લાગી છે. તેમ છતાં ભારતમાં ફિલ્મનું નેટ કલેક્શન 800 કરોડથી વધી ચૂક્યું છે. જોકે જે રીતે ફિલ્મની બોક્સ ઓફિસ કમાણીમાં ઘટાડો નોંધાય રહ્યો છે તેને જોતાં પ્રશ્ન થાય છે કે આ ફિલ્મ નેટ કલેકશનમાં 1000 કરોડનો આંકડો પાર કરી શકશે કે નહીં.

આ પણ વાંચો: Warrior Sita In Ramayana: રામાયણ ફિલ્મમાં સીતાને યુદ્ધ કરતાં શા માટે દેખાડ્યા ? ફિલ્મના નિર્દેશકે આપી દીધો જવાબ

રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને યશ અભિનીત રામાયણ ફિલ્મ હિન્દી સહિત અલગ અલગ ભાષામાં દુનિયાભરમાં રિલીઝ થઈ છે. ફિલ્મ રિલીઝના પહેલા સપ્તાહમાં ફિલ્મની રેકોર્ડ બ્રેક કમાણી નોંધાઈ હતી. પરંતુ બીજું સપ્તાહ આવતા ફિલ્મની કમાણીમાં જબરદસ્ત ઘટાડો નોંધવા લાગ્યો છે. ભારતમાં રામાયણ ફિલ્મનું નેટ કલેક્શન 821 કરોડથી વધારે નહીં થઈ છે. હવે જોવાનું રહ્યું કે આ સપ્તાહમાં રામાયણ ફિલ્મ 850 કરોડનો આંકડો પાર કરી શકશે કે નહીં.

આ પણ વાંચો: Diljit Dosanjh : ભારત કોઈના બાપનું નથી... કોન્સર્ટનો વિરોધ કરતાં અને પ્રતિબંધ લગાવતા લોકો પર ભડક્યો દિલજીત દોસાંજ

રામાયણ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે અને આ ફિલ્મ પાંચ નવેમ્બરે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થાય તે સપ્તાહમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તાબડતોડ કમાણી કરી હતી. પરંતુ ફિલ્મના બીજા સપ્તાહમાં ફિલ્મની કમાણીમાં ઘટાડો નોંધાવા લાગ્યો છે. સેકનિલ્કના રિપોર્ટ અનુસાર ફિલ્મ રિલીઝ ના 13 માં દિવસે રામાયણ ફિલ્મની ભારતમાં નેટ કમાણી 28.70 કરોડની થઈ હતી. આ આંકડાને જોડ્યા પછી ભારતમાં કુલ નેટ કલેકશન 821.30 કરોડ રૂપિયા નોંધાયું. જેમાં સૌથી વધારે કમાણી હિન્દી વર્ઝનની થઈ રહી છે. મંગળવારે થયેલા શોમાં 21 કરોડની કમાણી ફિલ્મના હિન્દી વર્ઝનથી થઈ હતી.

આ પણ વાંચો: વિજય-રશ્મિકાની ફિલ્મ ઓટીટી પર ટ્રેંડ કરવા લાગી, બોક્સ ઓફિસ પર મહાફ્લોપ ફિલ્મ OTT પર હિટ

આંકડાકીય માહિતી પરથી એ કહી શકાય કે રામાયણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સૌથી વધારે હિન્દી વર્ઝનમાં જોવાઈ રહી છે તે સિવાયની અન્ય ભાષામાં ફિલ્મની કમાણી ખૂબ જ ઓછી થઈ રહી છે. જેમાં સૌથી ઓછી કમાણી તેલુગુ વર્ઝનમાં નોંધાઈ હતી. હિન્દી, મલયાલમ, તમિલ, કન્નડ અને તેલુગુ વર્ઝનની કુલ કમાણી 821.30 કરોડ અત્યાર સુધીમાં થઈ છે જ્યારે ભારતમાં ફિલ્મની ગ્રોસ કમાણી 981.50 કરોડ રૂપિયા થઈ છે. હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ફિલ્મનું નેટ કલેક્શન 1000 કરોડને પાર પહોંચે છે કે નહીં. જે રીતે ફિલ્મની કમાણીમાં ઘટાડો નોંધાય રહ્યો છે તેના જોતા લાગે છે કે રામાયણ ફિલ્મ આગામી સપ્તાહમાં 1000 કરોડને પાર પહોંચી નહીં શકે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES