Ramayana: 1 વીકમાં રામાયણ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન 1000 કરોડને પાર, નવા વર્ષમાં સૌથી વધુ કમાણી કરી
Ramayana Box Office Collection: રામાયણ બોક્સ ઓફિસ પર રિલીઝ થાય તેને એક સપ્તાહનો સમય થઈ ગયો છે. ગત ગુરુવાર અને 5 નવેમ્બરે રામાયણ ફિલ્મનો પહેલો ભાગ સિનેમા ઘરોમાં રિલીઝ થયો. રામાયણ ફિલ્મના પહેલા વિકનું કલેક્શન 1000 કરોડને પાર થઈ ગયું છે. દિવાળી સમયે પણ રામાયણ ફિલ્મ મે જોરદાર કમાણી કરી.
Ramayana Box Office Collection: નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી રામાયણ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં રણબીર કપૂર, રાવણની ભૂમિકામાં યશ અને માતા-પિતાની ભૂમિકામાં સાંઈ પલ્લવી જોવા મળે છે. સામાન્ય રીતે દિવાળી સમયે રિલીઝ થતી ફિલ્મને વધારે ફાયદો થતો નથી પરંતુ રામાયણ ફિલ્મને દિવાળીના તહેવારનો ફાયદો પણ થયો. રામાણ ફિલ્મ રિલીઝ થઈ તેના બીજા દિવસે ફિલ્મી કમાણી ઘટી હતી પરંતુ ત્યારબાદ ભાઈબીજના તહેવાર સુધીમાં ફિલ્મની કમાણી વધતી રહી. જેના કારણે એક અઠવાડિયાના સમયમાં જ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 1000 કરોડને પાર થઈ ગયું
આ પણ વાંચો: Maatrubhumi Trailer: સલમાન ખાનની ફિલ્મ માતૃભૂમિનું ટ્રેલર રિલીઝ, 4 ડિસેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
રામાયણ ફિલ્મનું પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન 64.85 કરોડ રૂપિયા હતું. ત્યાર પછી ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો નોંધાયો પરંતુ ત્યારબાદ સોમવાર અને મંગળવારના રોજ ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો. જાણવા મળતી માહિતી અનુસાર ફિલ્મનું સોમવારનું કલેક્શન 107 કરોડ રૂપિયા અને મંગળવારનું કલેક્શન 94 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. રામાયણ એવી પહેલી ફિલ્મ છે જેને રજા પછીના સોમવારમાં સૌથી મોટું ઓપનિંગ મળ્યું હોય. દિવાળીની રજા પછી બીજા દિવસે રામાયણ ફિલ્મની કમાણી સૌથી વધુ રહી હતી. એક દિવસમાં જ આ ફિલ્મનું કલેક્શન 100 કરોડથી વધારે નું થયું.
રામાયણ ફિલ્મ રિલીઝ થઈ તેના એક અઠવાડવામાં જ ફિલ્મનું વર્લ્ડ બોક્સ ઓફિસ કલેક્શન 1000 કરોડથી વધી ગયું છે. એક વીકમાં દુનિયાભરમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન 1000 કરોડથી વધારેનું નોંધાયું છે. જ્યારે ભારતમાં ફિલ્મનું નેટ કલેક્શન 564 કરોડથી વધારે નું થયું છે. સેકનિલ્કની આંકડાકીય માહિતી અનુસાર ગુરુવારે રામાયણ ફિલ્મની કમાણી 53.50 કરોડ રૂપિયા હતી. જેના કારણે ફિલ્મનું કુલ નેટ કલેક્શન 564.60 કરોડ રૂપિયા થયું છે. આ સાથે જ રામાયણ ફિલ્મો શાહરુખ ખાનની ફિલ્મ પઠાનના રેકોર્ડ તોડ્યો છે. સાથે જ રણવીર સિંહની એનિમલની લાઈફ ટાઈમ કમાણીના કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે.
રામાયણ ફિલ્મની કમાણી દુનિયાભરમાં 1000 કરોડથી વધી ચુકી છે. દુનિયાભરમાં 1000 કરોડથી વધારેની કમાણી કરી હોય તેવી 11મી ફિલ્મ રામાયણ છે. રામાયણ પહેલા 10 ફિલ્મો દુનિયાભરમાં 1000 કરોડથી વધારેની કમાણી કરી ચૂકી છે. હવે જોવાનું રહ્યું કે રામાયણ ફિલ્મ રિલીઝ થઈ તેના બીજા અઠવાડિયામાં ફિલ્મને કેવો પ્રતિસાદ મળે છે અને કમાણીમાં વધારો થાય છે કે પછી ઘટાડો નોંધાય છે.
રામાયણ ફિલ્મ રામાયણ મહાકાવ્ય પર આધારિત છે. હાલ જે પાર્ટ રિલીઝ થયો છે તેમાં અયોધ્યામાં શ્રીરામનો જન્મ, શ્રીરામની તાલીમ, સીતા સ્વયંવર, રામનો વનવાસ અને સીતાના હરણ સુધીની સ્ટોરી દેખાડવામાં આવી છે.