OTT Must Watch: 5 ફિલ્મો અને સીરીઝ જેના દરેક સીનમાં છે સસ્પેન્સ, દરેક ટ્વિસ્ટ પર ચોંકી જશો, ઓટીટી પર જુઓ આ ધમાકેદાર થ્રિલર્સ
OTT Must Watch Crime Thrillers: બોક્સ ઓફિસ પર દ્રશ્યમ 3 નો જાદુ છવાયેલો છે. જો તમે આ વીકેન્ડમાં દ્રશ્યમ 3 જોવા નથી જવાના તો ઘરે બેસીને દ્રશ્મય જેવી જ સસ્પેન્સ અને થ્રિલથી ભરપુર આ 5 ફિલ્મો અને વેબ સીરીઝમાંથી કોઈ એક જુઓ. તમને આ થ્રિલર્સ જોઈને મજા પડી જશે.
OTT Must Watch Crime Thrillers: જો તમે આ વિકેન્ડમાં દ્રશ્યમ 3 જોવા જવાના મૂડમાં નથી પણ તમને ઘરે બેઠા દ્રશ્યમ જેવી જ સસ્પેન્સ થ્રિલર ફિલ્મો કે વેબ સિરીઝ જોવાની ઈચ્છા છે તો તમે ઓટીટી પ્લેટફોર્મ પર આ 5 માંથી કોઈ એક સિરીઝ કે ફિલ્મ જોઈ લો. અહીં 5 એવી ફિલ્મો અને વેબ સીરીઝ વિશે જાણકારી આપવામાં આવી છે જે દ્રશ્યમ જેવા જ ટ્વિસ્ટ એન્ડ ટર્નથી ભરપૂર છે. આ ફિલ્મ કે સીરીઝ શરૂ થશે ત્યાંથી પણ પૂરી થશે ત્યાં સુધી આ ફિલ્મ તમારા મગજ સાથે પણ ગેમ્સ રમશે. ફિલ્મ અને વેબ સિરીઝ ના ટ્વીસ્ટ તમારા મગજને પણ હલબલ લાવી દેશે. અને એન્ડમાં જે સત્ય સામે આવશે તેના વિશે તો તમે વિચાર્યું પણ નહીં હોય.
ક્રિમિનલ જસ્ટિસ
Jio hotstar ની આ વેબ સીરીઝ મસ્ટ વોચ છે. ક્રિમિનલ જસ્ટિસ વેબ સિરીઝની અલગ અલગ સીઝન અત્યાર સુધીમાં આવી ચૂકી છે. આ વેબ સીરીઝની પહેલી સિઝન તમે જોશો ત્યારપછી એક પછી એક બધી જ સીઝન જોવા માટે મજબૂર થઈ જશો. ક્રિમિનલ જસ્ટિસમાં મુખ્ય ભૂમિકામાં પંકજ ત્રિપાઠી છે. પંકજ ત્રિપાઠી એક વકીલ હોય છે અને દરેક સિઝનમાં તેની પાસે અટપટા મર્ડર કેસ આવે છે. આ કેસને બુદ્ધિ પંકજ ત્રિપાઠી કેવી રીતે સોલ્વ કરે છે અને સાચા ગુનેગાર સુધી પહોંચે છે તે જોવું મજેદાર છે.
અંધાધુંધ
Jio hotstar પર જ આયુષ્માન ખુરાનાની ફિલ્મ અંધાધુંધ છે. જો તમને સસ્પેન્સ ક્રાઇમ થ્રિલર જોવાનો શોખ છે તો આ ફિલ્મ એકવાર ખાસ જુઓ. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે દ્રશ્યમ ફેમ તબ્બુ પણ જોવા મળશે. આ ફિલ્મની શરૂઆતમાં આયુષ્માન ખુરાના આંધળો હોવાનું નાટક કરે છે પરંતુ અંતમાં તબ્બુ તેને ખરેખર આંધળો કરી નાખે છે. આ ફિલ્મમાં તબ્બુ એક ખતરનાક વિલનની ભૂમિકા ભજવી છે.
પાપનાસમ
દ્રશ્યમ ફ્રેન્ચાઇઝીનું એક તમિલ વર્ઝન પણ છે. તમિલ વર્ઝનમાં કમલ હસન મુખ્ય ભૂમિકામાં છે. હિન્દી દ્રશ્યમ અને કમલ હસનની પાપનાશમ ની સ્ટોરી એક જેવી છે પરંતુ ફિલ્મનું પ્રેઝન્ટેશન ખૂબ જ અલગ છે. જો તમને અજય દેવગનની હિન્દી દ્રશ્યમ ગમી છે તો તેનું તમિલ વર્ઝન પાપનાસમ ખાસ જુઓ. કમલ હસનની પાપના સમ ફિલ્મ પ્રાઇમ વીડિયો પર જોઈ શકશો.
મિથ્યા
ઝી5 ની આ ફિલ્મ પણ જોવા જેવી છે. જેમાં મુખ્ય ભૂમિકામાં હુમા કુરેશી છે. શરૂઆતમાં આ ફિલ્મ તમને સામાન્ય લાગશે પરંતુ ફિલ્મમાં ખતરનાક ટ્વિસ્ટ શરૂ થશે. વાત એક મર્ડર સુધી પહોંચી જશે. ત્યાર પછી એક પછી એક ફેમિલી સિક્રેટ ખુલે છે. ફિલ્મમાં જેમ જેમ આગળ વધે છે તેમ બે સભ્ય સ્ત્રીઓ એકબીજાને મારી નાખવા માટે બધી જ નૈતિકતા છોડી દેવા તૈયાર થઈ ગઈ હોય છે.
સેક્શન સેવન 375
અક્ષય ખન્ના અને રુચા ચઢ્ઢાની સેક્શન 375 પણ જોવા જેવી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે.. આ ફિલ્મમાં પણ એક કોર્ટ રૂમ ડ્રામા છે. જેમાં બોલીવુડના ડાયરેક્ટર અને કોસ્ચ્યુમ ડિઝાઈનર પર એક યુવતી પર બળજબરીનો આરોપ લાગે છે. ત્યાર પછી કોર્ટ તેને 10 વર્ષની સજા સંભળાવે છે. આ સજાની વિરુદ્ધમાં બોલીવુડ ડાયરેક્ટર હાઇકોર્ટમાં અરજી કરે છે. ત્યાર પછી અસલી ખેલ શરૂ થાય છે. જેમ જેમ કોર્ટ રૂમ ડ્રામા આગળ વધે છે તેમ ખોટી સ્ટોરી પાછળ છુપાયેલું સત્ય સામે આવે છે.