ચેતન પટેલ, સુરત : દક્ષિણ ગુજરાતનું સૌથી વિકસતું શહેર એટલે સ્માર્ટ સિટી સુરત. જ્યાં અપરાધની એક એવી ઘટના બની. જેમાં પુત્રીના વિવાદમાં પિતાએ ભોગવવાનો વારો આવ્યો. કહેવાય છે કે મિત્રતા માણસ જોઈને કરવી જોઈએ પરંતુ અહીંયા તો પુત્રીની મિત્રતાના વિવાદમાં પિતાનું જ અપહરણ થયું અને પછી શરૂ થયો ગુનાખોરીનો ખેલ...
સુરતની અલથાણ પોલીસે પકડયા છે એ લોકોના કપડાં સાદાં છે પણ ઈરાદા મક્કમ અને માથા પર સવાર છે ઝૂનૂન. આ ત્રણેય એ જ આરોપીઓ છે જેણે એક વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ કર્યુ હતું. પકડાયેલા ત્રણેય આરોપીઓમાં રીષભ નાહટા, દેવ કેતન આહિર અને લક્ષ્મણ રાઠોડ સામેલ છે. આ ટોળકીનો મુખ્ય આરોપી રીષભ નાહટા છે. જેને અપહ્યત વેપારીની દીકરી સાથે મિત્રતાને લઈને વિવાદ થયો હતો. સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો.
શું છે સમગ્ર મામલો?
જો કે, સમગ્ર મામલે જાણ થતા પોલીસની ટીમોએ તાત્કાલિક ધોરણે અપહ્યત વેપારીને આરોપીઓના ચુંગાલમાંથી છોડાવ્યા અને ત્રણેય આરોપીઓને દબોચી પણ લીધા....
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી રીષભ નાહટા શહેરના જાણીતા બિલ્ડર મુકેશ નાહટાનો પુત્ર છે. તો પોતાના પક્ષમાં મુખ્ય આરોપી રીષભ નાહટાએ પોલીસને જણાવ્યું કે વેપારીની દીકરીએ તેની અન્ય એક બહેનપણીને ફોન પર ગાળો પણ આપી હતી. જે અંગે માફી મંગાવવાના ઈરાદે આ પ્રકારના કૃત્યને અંજામ આપ્યો છે.
આ 3 જણાએ આપ્યો છે ગુનાને અંજામ
મુખ્ય આરોપી રીષભ નાહટા સાથે ઝડપાયેલા અન્ય બે આરોપીઓની ઓળખ અડાજણના દેવ કેતન આહિર અને ઉમરાગામના લક્ષ્મણ રાઠોડ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ દેવ આહિર રીષભનો મિત્ર છે અને તે જ પિસ્તોલ લઈને આવ્યો હતો જ્યારે લક્ષ્મણ બિલ્ડરની ઓફિસમાં નોકરી કરે છે.
41.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
બંને આરોપીઓ સામે અગાઉ મારામારી, અકસ્માત અને દારૂ સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. અલથાણ પોલીસે અપહરણમાં વપરાયેલી બિલ્ડર મુકેશ નાહટાની માલિકીની અંદાજે 40 લાખની કાર, એક પિસ્તોલ, એક ચપ્પુ અને 1.40 લાખની કિંમતના ત્રણ મોબાઈલ મળી કુલ 41.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ત્યારે હથિયાર ક્યાંથી આવ્યું અને ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દીશામાં પોલીસે આગળની તપાસ વધારી છે.