શા માટે નવા એક્ટર્સ 3,4 વર્ષમાં ઈંડસ્ટ્રીમાંથી બહાર થઈ જાય છે ? સુભાષ ઘાઈએ જણાવ્યું કારણ
Subhash Ghai: સુભાષ ઘાઈ બોલીવુડના જાણીતા નિર્દેશક છે. તેમણે બ્લોકબસ્ટર હીટ ફિલ્મો આપી છે. તેમણે નવા એક્ટર્સ વિશે એક ચોંકાવનારી વાત કરી છે. સુભાષ ઘાઈની આ વાત ચર્ચાનો વિષય બની છે.
Subhash Ghai: કાલીચરન, કર્જ, હીરો, કર્મા, રામ લખન, ખલનાયક, સૌદાગર, પરદેશ, તાલ જેવી અનેક બ્લોકબસ્ટર હીટ ફિલ્મોના નિર્દેશક સુભાષ ઘાઈએ તાજેતરમાં નવા એક્ટર્સના વર્તનને લઈને વાત કરી છે. તેમના કહ્યા અનુસાર બોલીવુડમાં જે નવા એક્ટર્સ આવે છે તેઓ ફિલ્મ અને કામ કરતાં વધારે મહત્વ પૈસાને આપે છે. આવું તેમણે શા માટે કહ્યું ચાલો તમને જણાવીએ વિસ્તારપૂર્વક.
નવા એક્ટર્સ કામ પર નહીં પૈસા પર ફોકસ કરે
બોલીવુડના જાણીતા નિર્દેશક સુભાષ ઘાઈ એ તાજેતરમાં સ્ક્રીનને એક મુલાકાત દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવેલા પરિવર્તન વિશે જણાવ્યું હતું. આ વાતચીત દરમિયાન તેણે નવા એક્ટર્સના પૈસાને લઈને મહત્વ વિશે પણ વાત કરી હતી. સુભાષ ઘાઈએ આ મુલાકાત દરમિયાન એવું કહ્યું કે આજના સમયમાં ફિલ્મોમાં પણ પૈસા કમાવાની હોળ જોવા મળી રહી છે. એક્ટર્સના મગજમાં પણ ફિલ્મ કોમર્શિયલી કેવી રહેશે તે વાત હાવી થઈ ગઈ છે. નવા આવનારા કલાકારો આર્ટ અને બદલે પૈસા ને મહત્વ આપે છે. તેઓ પોતાની કલા પર ધ્યાન આપવાને બદલે પૈસા કેવી રીતે વધારે કમાઈ શકે તેના પર ધ્યાન આપે છે. નવા કલાકારો ફિલ્મ કેવી છે તેમાં તેનો અભિનય કેવો છે તેના પર ફોકસ નથી કરતા તેમનો ફોકસ પૈસા કમાવા પર હોય છે.
પહેલાના કલાકારોને તેમના પાત્ર અને ફિલ્મમાં રસ હતો
સુભાષ ઘાઈ એ જુના કલાકારોના વખાણ પણ કર્યા હતા. સુભાષ ઘાઈએ કહ્યું કે પહેલાંના સમયમાં કલાકારો ફક્ત પૈસા કેટલા મળે છે તે જોઈને ફિલ્મ સાઇન ન કરતા. પહેલાના કલાકારો માનતા કે ફિલ્મ સારી હોવી જોઈએ પૈસા તો આપોઆપ આવી જશે. સુભાષભાઈ એવું પણ કહ્યું કે પહેલાંના કલાકારો ફિલ્મના નિર્દેશક કોણ છે, ફિલ્મની સ્ટોરી કેવી છે, તેમાં તેમનું પાત્ર કેવું છે એ બધું જોયા પછી ફિલ્મ સાઇન કરતા હતા. જેમાં પૈસાની વાત સૌથી છેલ્લે આવતી. પરંતુ હવે કલાકારો પૈસા કેટલા મળશે તે વાતને પહેલા મહત્વ આપે છે.
નવા એક્ટર્સ 3-4 વર્ષમાં થઈ જાય ગાયબ
પોતાની ફિલ્મોના કલાકારો વિશે પણ વાત કરી હતી. બોલીવુડને અનેક હીટ ફિલ્મો આપનાર અને શત્રુઘ્ન સિંહા અમિતાભ બચ્ચનથી લઈને માધુરી દીક્ષિત મહિમા ચૌધરી એશ્વર્યા રાય અનિલ કપૂર સહિતના કલાકારો સાથે કામ કરી ચૂકેલા સુભાષભાઈએ કહ્યું કે તેની ફિલ્મના કલાકારો તેની ફીનો 40 ટકા ભાગ જ લેતા હતા. કારણકે તેમને પોતાના પાત્ર અને ફિલ્મની સ્ટોરીમાં વધારે રસ હતો. આજના સમયમાં જો નવા કલાકારને કહેવામાં આવે કે તે પોતાની ફીનો માત્ર 40% ભાગ લે તો તેની પીઆર ટીમ, તેના મેનેજર બધા જ વચ્ચે આવીને ફી ને લઈને વાતચીત કરવા લાગશે.
સુભાષ ઘાઈ એ કહ્યું કે નવા કલાકારોના આ વર્તનના કારણે તેમનો ક્રેઝ ફક્ત ત્રણ ચાર વર્ષ રહે છે પછી તે ઇન્ડસ્ટ્રીમાંથી બહાર થઈ જાય છે અને તેમની જગ્યા કોઈ બીજું સરળતાથી લઈ લે છે.
જૂના એક્ટર્સની લોકપ્રિયતાનું કારણ
સુભાષ ઘાઈનો કહેવાનો અર્થ એવો પણ થાય છે કે નવા કલાકારો જે રીતે પૈસા માટે કામ કરે છે તેના કારણે થોડા વર્ષમાં તેમની લોકપ્રિયતા ઘટી જાય છે અને તેમની જગ્યા અન્ય કોઈ લઈ લે છે જ્યારે પહેલાંના સમયમાં એક્ટર્સ ફિલ્મની સ્ટોરી અને તેના પાત્રને મહત્વ આપતા હતા તો તેમની લોકપ્રિયતા આજ સુધી જળવાયેલી છે. કારણ કે એક્ટર્સ પોતાના કામ અને પાત્રથી લોકોના દિલમાં વસી જતા. જુના કલાકારો ફિલ્મથી કેટલા પૈસા મળશે તે વાતને ન જોતાં તેઓ ફિલ્મી સ્ટોરી, ફિલ્મમાં તેનું પાત્ર કેવું છે, તેની એક્ટિંગ કેવી છે તે વાતને મહત્વ આપતાં જેના કારણે ફિલ્મ બન્યા પછી તેમની લોકપ્રિયતા અનેક ઘણી બધી જતી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)