નાના પાટેકર બાળપણમાં હતા ઓફ સ્પીનર, આ ભારતીય ક્રિકેટરના હતા ફેન, આઉટ થાય તો ખાવાનું છોડી દેતા
બોલીવુડે આજે એક દિગ્ગજ અભિનેતાને ગુમાવ્યા છે. નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવામાં તેમના ઘરે કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું. નાના પાટેકરને અભિનયની સાથે સાથે ક્રિકેટ જોડે પણ ખુબ જોડાણ હતું. જાણો કયા ક્રિકેટરના તેઓ પોતે ફેન હતા.
બોલીવુડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરે 75 વર્ષની આયુમાં દુનિયાને અલવિદા કરી છે. તેમના નિધનથી મનોરજન જગત શોકમાં ગરકાવ થઈ ગયું છે. નાના પાટેકરને તેમના ગોવા સ્થિત ઘરે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાનું મીડિયા રિપોર્ટ્સ છે. તબીબી ટીમને બોલાવી અને અથાગ મહેનત કરી પરંતુ નાના પાટેકર ત્યારે બિલકુલ અનરિસ્પોન્સિવ થઈ ચૂક્યા હતા. તેમને મણિપાલ હોસ્પિટલ લઈ જવાયા અને ત્યાં ડોક્ટરોએ તેમને 45 મિનિટ સુધી બચાવવાની કોશિશ કરી પરંતુ સવારે 5.20 કલાકે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
ક્રિકેટના શોખીન હતા નાના
- નાના પાટેકર અભિનેતા બન્યા તે પહેલેથી ક્રિકેટના ગજબના શોખીન હતા. વર્ષ 2015માં તેમણે એક ઈન્ટરવ્યુમાં પોતાના આ ક્રિકેટના શોખ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બાળપણમાં તેઓ એક સારા ક્રિકેટર હતા અને ઓફ સ્પીન બોલિંગ કરતા હતા.
- નાનાએ ત્યારે ક્રેકિટ રમત વિશે ઘણી વાત કરી હતી. તેમણે એ પણ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ચાલતી હોય ત્યારે તેઓ ટીવી સામે બેસી રહેતા હતા.
- નાનાએ જૂના દિવસો યાદ કરતા કહ્યું હતું કે બાળપણમાં તેઓ એક ઓફ સ્પિનર હતા. કારણ કે તે વખતે ગરીબ હતા અને ખિસ્સામાં ક્રિકેટ શીખવાના પૈસા નહતા. આવામાં શિવાજી પાર્ક ચાલીને જતા અને જે લોકો ત્યાં નેટ પ્રેક્ટિસ કરતા તેમના માટે બોલિંગ કરતા હતા.
- તેમણે વિશ્વાસ પૂર્વક એમ પણ કહ્યું હતું કે આજે પણ તેઓ ફક્ત 10 દિવસ પ્રેક્ટિસ કર્યા બાદ પણ સારી બોલિંગ કરી શકે છે. નાના પાટેકરે પોતાની ક્રિકેટ પ્રત્યેની ઘેલછા વિશે વાત કરતા કહ્યું હતું કે આજે પણ તેમની અંદર ક્રિકેટ વસે છે.
આ ક્રિકેટરના હતા ફેન
- ક્રિકેટ વિશે નાનાની દીવાનગી ઉંમર વિતવા છતાં પણ ઓછી થતી નહતી.
- તેઓ ખાસ કરીને વિરાટ કોહલીના ફેન હતા. વિરાટ કોહલી તેમના ફેવરિટ ક્રિકેટર હતા.
- તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો વિરાટ કોહલી જલદી આઉટ થઈ જાય તો તેમને ભોજન કરવાનું મન ન થાય. નાનાનું આ નિવેદન જાન્યુઆરી 2025માં ખુબ ગાજ્યું હતું. ત્યારે વિરાટ જલદી આઉટ થઈ ગયા બાદ સોશિયલ મીડિયામાં લોકોએ ખુબ મીમ્સ શેર કર્યા હતા.
- નાનાએ ક્રિકેટ અને સિનેમાની સરખામણી કરતા એમ પણ કહ્યું હતું કે બંનેમાં પરીક્ષા જેવી સ્થિતિ હોય છે. ક્રિકેટનો ખેલ પાંચ દિવસ સુધી ચાલે છે જ્યારે કલાકારોનું કામ દોઢથી બે વર્ષ સુધી ચાલી શકે છે અને છેલ્લે નિર્ણય તો જનતા જ લે છે.
નાના પાટેકરના નિધનથી બોલીવુડમાં શોકની લહેર ફરી વળી છે. આ કેસ મેડિકો લીગલ કેસ (MLC) તરીકે નોંધાયો છે અને આજે પાર્થિવ દેહનું પોસ્ટ મોર્ટમ થશે. નાના પાટેકરના પુત્ર મલ્હાર પાટેકરે પણ તેમના નિધનની પુષ્ટિ કરી છે. મલ્હાર તે વખતે પુણેમાં હતા અને સમાચાર મળ્યા બાદ ગોવા માટે રવાના થયા હતા. તેમણે કહ્યું કે તેમની પાસે હાલ પૂરી જાણકારી નથી અને ગોવા પહોચીને પૂરેપૂરી જાણકારી મેળવશે.