SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

"નાના પાટેકરે મોત પહેલા કર્યો હતો કોલ પણ.....", હેમા માલિનીને જીવનભર રહેશે આ વાતનો અફસોસ

Nana Patekar Death: મોત બાદ દરેક વ્યક્તિ નાના પાટેકરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એ પણ નહીં સ્ટાર્સ એક્ટર સાથે જોડાયેલા ઘટનાઓ જણાવી રહ્યા છે, હવે હેમા માલિનીએ પણ નાનાને લઈને એક એવી વાત જણાવી હતી, જેને જાણીને તેઓ ભાવુક થઈ જશો.

Written By Chudasama Krushnapalsinh
Published: Oct 09, 2026, 07:05 PM IST | Updated: Oct 09, 2026, 07:17 PM IST
Join

Nana Patekar Death: બોલીવુડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર હવે આ દુનિયામાં રહ્યા નથી, ગુરૂવારે 8 ઓક્ટોબરના રોજ નાના પાટેકર દુનિયાને છોડી ગયા. નાનાનું મોત ગોવામાં આવેલા તેમના ઘરે કાર્ડિયક અરેસ્ટના કારણે થયું, એક્ટરના મોતના કારણે તેમના ચાહકો દુખી છે. મોત પછી તેમના ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, ત્યારે હવે હેમા માલિનીએ પણ નાનાને લઈને એવી વાત કહી છે હેમાએ કહ્યું કે મોત પહેલા નાનાએ તેમને કોલ કર્યો હતો.

મોત પહેલા કર્યો હતો મને કોલ

દિગ્ગજ એક્ટર અને રાજનેતા હેમા માલિનીએ યાદ કર્યું કે નાનાએ હાલમાં જ તેમની સાથે વાત કરી હતી, મોત પહેલા પણ તેમને ફરી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. હેમાંએ કહ્યું કે, તેમને થોડા દિવસો પહેલા પણ ફોન કર્યો હતો, તેમને મારી સાથે વાત કરી હતી, લગભગ એક અઠવાડિયા પહેલા પણ તેમને મને ફોન કર્યો હતો, પણ કોઈ કારણોસર હું ઉપાડી શકી નહોતી, કારણ કે હું ટ્રાવેલ કરી રહી હતી, ત્યારે આજે મે સાંભળ્યું ત્યારે મને આઘાત લાગ્યો.

Tanushree Dutta: અભિનેત્રી તનુશ્રી દત્તા થઈ ટ્રોલ, નાના પાટેકરના નિધન પર બોલ્યા હતા એલફેલ શબ્દો

આપણે એક મહાન અભિનેતા ગુમાવ્યા

હિન્દી અને મરાઠી સિનેમામાં નાનાના યોગદાનને યાદ કરતા, હેમા માલિનીએ કહ્યું કે તેમનું અવસાન ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. તેમણે કહ્યું કે, આપણા ઉદ્યોગ - હિન્દી અને મરાઠી ફિલ્મ ઉદ્યોગ - એ એક મહાન અભિનેતા ગુમાવ્યો છે. તેઓ અભિનયમાં જ એક સંસ્થા હતા.

 

 

હેમાએ શ્રદ્ધાંજલિ આપી

હેમા માલિનીએ નાના પાટેકરને તેમના અવસાન પર શ્રદ્ધાંજલિ આપી. હેમાએ X પર એક પોસ્ટ પણ શેર કરી, જેમાં તેમને ફક્ત તેમના અભિનય માટે જ નહીં પરંતુ ફિલ્મોની બહારના તેમના કાર્ય માટે પણ યાદ કર્યા. હેમાએ લખ્યું કે, આજે આપણે ફિલ્મ ઉદ્યોગના એક દિગ્ગજ ગુમાવ્યા છે. નાના પાટેકર, જેમણે પોતાના અનોખા અભિનયથી પોતાનું નામ બનાવ્યું અને અભિનયમાં એક સંસ્થા તરીકે ગણવામાં આવતા, હવે આપણી વચ્ચે નથી. તેઓ નામ ફાઉન્ડેશન માટે તેમના અથાક પ્રયાસો માટે જાણીતા હતા, તેઓ હંમેશા ખેડૂતો અને જરૂરિયાતમંદોના કલ્યાણ માટે સમર્પિત હતા. તમને જણાવી દઈએ કે નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવામાં તેમના ઘરે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES