Govinda Komal Rani Photos: કોમલ રાનીએ ઈંસ્ટાગ્રામ પર શેર કરી ગોવિંદા સાથેની રોમેન્ટિક તસવીરો, તમે જોઈ કે નહીં ?
Govinda Komal Rani Photos Viral: ગોવિંદાની આગામી ફિલ્મ રુપાની અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકાર એ તેના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર પહેલીવાર ગોવિંદા સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર થયાની સાથે વાયરલ થવા લાગી છે.
Govinda Komal Rani Photos Viral: ઇન્ટરનેટ પર અત્યારે બોલીવુડની ખબરોમાં બે વાતો ચર્ચામાં છે. પહેલી છે રામાયણ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન અને બીજી છે કોમલ રાની એ instagram પર શેર કરેલી તસવીરો. જો તમને યાદ ન હોય તો જણાવી દઈએ કે કોમલ રાની ગોવિંદાની ફિલ્મ રૂપાની અભિનેત્રી છે. કોમલ રાનીએ પહેલી વખત પોતાના instagram અકાઉન્ટ પર ગોવિંદા સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ગોવિંદા અને કોમલ રાની રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે.
કોમલ રાનીએ પોતાના instagram અકાઉન્ટ ઉપર ગોવિંદા સાથેની તસવીરો શેર કરી છે જે વાયરલ થવા લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીરો ગોવિંદા અને કોમલ રાનીની આગામી ફિલ્મ રૂપાની છે. પરંતુ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર થયા પછી ફરી એક વખત ગોવિંદાના લગ્ન જીવન અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
એ વાતથી કોઈ અજાણ નથી કે જ્યારથી ગોવિંદા તેની આગામી ફિલ્મ રૂપાની અભિનેત્રી સાથે ફરતો જોવા મળે છે ત્યારથી જ તેની પત્ની સુનિતા આહુજા સાથેના સંબંધો પણ ખરાબ થયા હોય તેવું જણાય છે. સુનિતા આહુજા પોતે પણ કેમેરા સામે ગોવિંદાની આ હરકત વિશે વાત કરી ચૂકી છે. જોકે આ મામલે ગોવિંદા અલગ અલગ મુલાકાતો દરમ્યાન સ્પષ્ટતા કરી ચૂક્યો છે કે જે કંઈ થઈ રહ્યું છે તે તેના વિરુદ્ધનું ષડયંત્ર છે. આ બધી જ સ્પષ્ટતાઓ પછી થોડા સમયથી ગોવિંદા અને કોમલ રાની અંગેની ચર્ચાઓ શાંત થઈ ગઈ હતી પરંતુ કોમલ રાનીએ તાજેતરમાં જ આ તસવીરો શેર કરીને ફરીથી ચર્ચાઓ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: Maatrubhumi Trailer: સલમાન ખાનની ફિલ્મ માતૃભૂમિનું ટ્રેલર રિલીઝ, 4 ડિસેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
કોમલ રાનીના અકાઉન્ટ પરથી ગોવિંદા સાથેની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે આ તસવીરો શેર થયાની સાથે જ લોકોએ તેના પર પોતાનું રિએક્શન આપવાનું પણ શરૂ કરી દીધું છે. કોમલના અકાઉન્ટ પરથી પાંચ તસવીરો શેર કરવામાં આવી છે જેમાં ગોવિંદા અને કોમલ રાની રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે. તસવીરોમાં કોમલ રાનીએ લવંડર રંગની સાડી પહેરી છે જ્યારે ગોવિંદાએ વાઈટ સુટ પહેર્યું છે. કોમલ રાણીએ આ તસવીરો શેર કરવાની સાથે કેપ્શન પણ લખ્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે રૂપાની સુંદર ઝલક.
કોમલ રાનીએ શેર કરેલી તસ્વીરો અને તેના કેપ્શન પરથી સ્પષ્ટ થાય છે કે આ તસવીરો રૂપા ફિલ્મની છે. પરંતુ તેમ છતાં લોકો આ તસવીરો પર પોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. જેમાં રાખી સાવંતે પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. રાખી સાવંતે ગોવિંદા અને કોમલ રાણી ના ફોટો પર ગુસ્સાવાળી ઈમોજી શેર કરી છે.
આ પણ વાંચો: Ramayana: 1 વીકમાં રામાયણ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન 1000 કરોડને પાર, નવા વર્ષમાં સૌથી વધુ કમાણી કરી
મહત્વનું છે કે ગોવિંદા અને સુનિતા આહુજાના લગ્ન જીવનમાં બધું બરાબર નથી તે વાત સાબિત થઈ ચુકી હતી. થોડા સમય પહેલા જ સુનિતા આહુજાએ ફેમિલી કોર્ટમાં જઈને પોતે કરેલી ડિવોર્સની અરજી પરત લીધી તેનો અર્થ એ છે કે બંનેના સંબંધોમાં એવું તો કંઈ થયું હતું જેના કારણે સુનિતા આહુજા એ ડિવોર્સની અરજી કરી હતી. પરંતુ હવે બંને પોતાના લગ્નજીવનને સાચવી રહ્યા છે. તાજેતરમાં જ સુનિતા આહુજાએ પિંકવિલાને ઇન્ટરવ્યૂ આપ્યું હતું તેમાં તેણે પોતાના લગ્નજીવન વિશે પણ વાત કરી હતી.
એક સમયે કોર્ટમાં ડિવોર્સની અરજી કરનાર સુનિતા આહુજા એ તાજેતરમાં કહ્યું હતું કે તેના લગ્નને 40 વર્ષ થયા છે અને ગોવિંદાથી તેને કોઈ અલગ ન કરી શકે. તેણે એવું પણ કહ્યું કે તેને તેના લગ્નજીવન પર વિશ્વાસ છે બાકી બધું તેને ભગવાન પણ છોડી દીધું છે. સુનીતા આહુજાએ એવું પણ કહ્યું હતું કે સમય સમયની વાત છે હાલ ગોવિંદા તેનું કામ કરી રહ્યો છે અને તે પોતે પોતાના કામ પર ધ્યાન આપી રહી છે.
સુનીતા આહુજા અને ગોવિંદા બંને કહી રહ્યા છે કે તેમની વચ્ચે બરાબર છે અને તેમનું લગ્ન જીવન પણ અતૂટ છે પરંતુ તે વચ્ચે કોમલ રાણી સ્વર્ણકારે શેર કરેલી તસવીરો ફરીથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. આ તસ્વીરો પર લોકો પોતપોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. કેટલાક લોકો આ તસવીરોને ફિલ્મની દ્રષ્ટિએ જોવે છે અને ગોવિંદા તેમજ કોમલ રાણીની જોડીને વખાણે છે, તો કેટલાક લોકો ગોવિંદા અને કોમલ રાની એકબીજાની નજીક આવી રહ્યા છે તે વાત પર પ્રશ્ન પણ કરી રહ્યા છે.