SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Jailer 2: રજનીકાંતની ફિલ્મ જેલર 2 નો રેકોર્ડ, ભારતમાં 4 દિવસમાં 220 કરોડથી વધુની કમાણી કરી

Jailer 2 Box Office Collection: રજનીકાંતની ફિલ્મ જેલર 2 બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. જેલર 2 ફિલ્મની કમાણી 4 દિવસમાં 220 કરોડથી વધી ચુકી છે.

Written By Krupa Shah
Published: Oct 21, 2026, 03:38 PM IST | Updated: Oct 21, 2026, 03:41 PM IST
Join

Jailer 2 Box Office Collection: રજનીકાંતની ફિલ્મ જેલર 2 બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. ફિલ્મનો ક્રેઝ ભારતમાં એટલો છે કે ફિલ્મની કમાણી 4 જ દિવસમાં 200 કરોડથી વધી ચુકી છે. જેલર 2 હાલ તો બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે.

જેલર 2 નેલશન દિલીપકુમારના નિર્દેશનમાં બનેલી તમિલ એક્શન કોમેડી ફિલ્મ છે. વીકેન્ડમાં આ ફિલ્મએ સૌથી વધુ કમાણી કરી છે. વીકેન્ડ પુરુ થયા સુધીમાં ફિલ્મ દુનિયાની સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ બની ચુકી છે. મળતી માહિતી અનુસાર ફિલ્મે વીકેન્ડમાં 277 કરોડનો બિઝનેસ કર્યો. આ લિસ્ટમાં સ્ટ્રીટ ફાઈટર ફિલ્મ સૌથી આગળ છે.

જેલર 2 નું ભારતમાં કલેકશન

ભારતની વાત કરીએ તો જેલર 2 ફિલ્મ 15 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. ફિલ્મની કમાણી શરુઆતના 4 દિવસમાં 224 કરોડથી વધી ચુકી હતી. જેલર ફિલ્મ 4 દિવસમાં આટલી કમાણી કરનાર તમિલ ફિલ્મોના લિસ્ટમાં 3 સ્થાને છે. જેલર 2 ઉપરાંત રજનીકાંતની ફિલ્મ કુલીએ પણ 4 દિવસમાં 224 કરોડની કમાણી કરી હતી.

શાનદાર ઓપનિંગ

જેલર 2 ફિલ્મનું ઓપનિંગ શાનદાર હતું. ફિલ્મનું ઓપનિંગ કલેકશન 7 મિલિયન ડોલરનું હતું. ત્યારબાદ ફિલ્મની કમાણી ભારત અને વિદેશ બંનેમાં વધવા લાગી. જેલર 2 ફિલ્મની સૌથી વધુ કમાણી તમિલનાડુથી થઈ છે. આ સિવાય જેલર 2 કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં પણ સારી તાલે છે. વિદેશમાં અમેરિકામાં ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે.

આગામી દિવસોમાં પણ ફિલ્મની પકડ આવી જ રહી તો ફિલ્મ 500 કરોડ ક્લબમાં ઝડપથી પહોંચી જશે. કારણ કે ફિલ્મનું ગ્રોસ કલેકશન 340 કરોડથી વધારેનું ભારતમાં નોંધાયું છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES