Drishyam 3 Review: કેવી છે અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 3 ? ફિલ્મ જોનારા દર્શકોનું શું કહેવું છે જાણો
Drishyam 3 Review: 2 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 3 રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મના પહેલા શો જોનારા દર્શકો ફિલ્મને લઈને પોતાના વ્યુ એક્સ અકાઉન્ટ પર શેર કરવા લાગ્યા છે. તો ચાલો તમને પણ જણાવીએ દ્રશ્યમ 3 ફિલ્મ કેવી છે ?
Drishyam 3 Review: અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમના ચાહકો માટે 2 ઓક્ટોબરે દ્રશ્યમ 3 દુનિયાભરના સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. દ્રશ્યમ 3 ફિલ્મ આ ફ્રેન્ચાઇઝની છેલ્લી ફિલ્મ છે. દ્રશ્યમ 3 માટે રેકોર્ડ બ્રેક એડવાન્સ બુકિંગ પણ થયું હતું. જે પણ દર્શકોએ ફિલ્મ જોઈ લીધી છે તેઓ એક્સ એકાઉન્ટ પર પોતાના રીવ્યુ શેર કરી રહ્યા છે. દ્રશ્યમ 3 જોનારા લોકોના રિએક્શન જોઈને લાગે છે કે દ્રશ્યમ 3 ફિલ્મ દમદાર છે અને આવનારા સમયમાં બ્લોકબસ્ટર હિટ સાબિત થશે..
લોકોને કેવી લાગી દ્રશ્યમ 3 ?
દ્રશ્યમ ફિલ્મ ફ્રેન્ચાઇઝીના આ પાર્ટની ચર્ચા સૌથી વધુ થઈ હતી. Drishyam 3 the conclusion ફિલ્મ જોઈ ચૂકેલા લોકો એક્સ એકાઉન્ટ પર ફિલ્મને બ્લોકબસ્ટર હિટ ગણાવી રહ્યા છે. દ્રશ્યમ 3 ને લઈને એવી ચર્ચા પણ હતી કે આ ફિલ્મ મોહનલાલ ની ફિલ્મ દ્રશ્યમ 3 જેવી જ હશે. પરંતુ ફિલ્મ નિર્માતા એ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે હિન્દી દ્રશ્યમ 3 માં ક્લાઈમેક્સ ની સ્ટોરી મલયાલમ ફિલ્મ કરતાં અલગ જ હશે. એટલે કે દ્રશ્યમ 3 મલયાલમ ફિલ્મની હિન્દી રિમેક નથી પરંતુ તેમાં દર્શકોને કંઈક નવું જ જોવા મળી રહ્યું છે. દ્રશ્યમ 3 માં જે નવો ટ્વિસ્ટ છે તેના જ લોકો ખૂબ જ વખાણ કરે છે.
દ્રશ્યમ 3 બોક્સ ઓફિસ હિટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દ્રશ્યમ 3 ફિલ્મ જોઈ ચૂકેલા લોકો પોતાનો અનુભવ શેર કરી રહ્યા છે. જેમાં એક યુઝરે ફિલ્મને મોહનલાલની મલયાલમ ફિલ્મ કરતા સારી ગણાવી છે. યુઝર નું કહેવું છે કે મલયાલમ ફિલ્મ કરતા આ ફિલ્મમાં ક્લાઈમેક્સ વધુ સારો છે. સોશિયલ મીડિયા પર લોકો અજય દેવગણના પણ ખૂબ જ વખાણ કરી રહ્યા છે. જેમાં એક યુઝર નું કહેવું છે કે બોક્સ ઓફિસ પર દ્રશ્યમ 3 હિટ સાબિત થશે..
કલ્પના નહીં કરી હોય તેવો ટ્વીસ્ટ
અન્ય એક યુઝરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આ ફિલ્મમાં અજય દેવગનને જોરદાર કામ કર્યું છે આ ફિલ્મ દર્શકોને છેલ્લે સુધી બાંધી રાખે છે. એક યુઝરનું કહેવું છે કે દ્રશ્યમ 3નો પહેલો પાર્ટ ટેન્શન બિલ્ટ કરે છે તેનો સ્ક્રીન લે ગ્રિપીંગ છે અને અજય દેવગણની એક્ટિંગ સ્ટોરીને દમદાર બનાવી દે છે. જોકે દર્શકોને ફિલ્મમાં જે ટ્વિસ્ટ આવે છે તે સૌથી વધુ ચોંકાવનારો લાગ્યો છે.
દ્રશ્યમ 3 ને લઈને એક્સ એકાઉન્ટ પર જે રીવ્યુ સામે આવી રહ્યા છે તેને જોતા એવું કહી શકાય કે દ્રશ્યમ 3 ફિલ્મમાં એન્ડમાં એવો ટ્વિસ્ટ સામે આવે છે જેના વિશે લોકોએ કલ્પના પણ ન કરી હોય. દર્શકોનું કહેવું છે કે ફિલ્મમાં એકદમ ચોંકાવનારો અને વિચિત્ર ટ્વીસ્ટ સામે આવશે જે ફિલ્મની મજા બમણી કરી દેશે.
ફિલ્મને લઈને ક્રિટીક્સ તરફથી પણ પોઝિટિવ રીવ્યુ સામે આવી રહ્યા છે. ક્રિટિક્સનું કહેવું છે કે અજય દેવગનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકે છે ઓપનિંગ દિવસે ફિલ્મને 50 કરોડથી વધારે નો બિઝનેસ મળી શકે છે અને વિકેન્ડ પર આ ફિલ્મની કમાણી વધી શકે છે.