SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Drishyam 3: દ્રશ્યમ 3 એ તોડ્યા પઠાનથી લઈને 5 ફિલ્મોના રેકોર્ડ, અજય દેવગનની ફિલ્મને મળ્યું છપ્પરફાડ ઓપનિંગ

Drishyam 3 Box Office Collection: 2 ઓક્ટોબરે સિનેમાઘરોમાં અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 3 રિલીઝ થઈ ચુકી છે. પહેલા દિવસે અજય દેવગનની ફિલ્મને છપ્પરફાડ ઓપનિંગ મળ્યું છે. Drishyam 3 અજય દેવગનના કરિયરની પણ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે.

Written By Krupa Shah
Published: Oct 03, 2026, 02:35 PM IST | Updated: Oct 03, 2026, 02:56 PM IST
Join

Drishyam 3 Box Office Collection: અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમનો અલગ જ ફેન બેઝ છે. દ્રશ્યમ ફ્રેન્ચાઈઝીની છેલ્લી ફિલ્મ દ્રશ્યમ 3 ધ કન્ક્લુઝન 2 ઓક્ટોબરે રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મને લઈને શરુઆતમાં જે રિવ્યુ આવી રહ્યા હતા તેને જોઈને લાગતું જ હતું કે આ ફિલ્મ રેકોર્ડ બનાવશે અને પહેલા દિવસના અંતે કંફર્મ પણ થઈ ગયું કે આ ફિલ્મે છપ્પરફાડ કમાણી કરી લીધી છે.

દ્રશ્યમ 3 નું પહેલા દિવસનું કલેકશન

દ્રશ્યમ 3 ફિલ્મ રિલીઝ થઈ તેના બીજા દિવસે ફિલ્મના ઓપનિંગ ડેનું કલેકશન અને અન્ય આંકડા સામે આવી ગયા છે. આ વખતે પણ વિજયના પરિવારનો જાદુ ચાલી ગયો છે. દ્રશ્યમ 3 અજય દેવગનના કરિયરની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની છે. દ્રશ્યમ 3 ફિલ્મની કમાલની વાત એ છે કે એક જ દિવસ પછી આ ફિલ્મ 100 કરોડના વર્લ્ડ વાઈડ કલેકશનની નજીક પહોંચી ચુકી છે. અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 3 એ શાહરુખ ખાનની ફિલ્મ પઠાન અને રણવીર સિંહની ફિલ્મ ધુરંધરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

ભારતમાં દ્રશ્યમ 3 ની બો્ક્સ ઓફિસ કમાણી

અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 3 ના પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેકશનની વાત કરીએ તો પહેલા દિવસે આ ફિલ્મ 66 કરોડથી વધારેનું કલેકશન કર્યું છે. જ્યારે વર્લ્ડ વાઈડ ગ્રોસ કલેકશન 95 કરોડથી પણ વધારે છે. ભારતમાં ઓપનિંગ કલેકશન 66.75 કરોડનું નેટ કલેકશન છે જ્યારે ગ્રોસ કલેકશન 80 કરોડથી વધુનું છે. આ ફિલ્મને એડવાન્સ બુકિંગમાં પણ મોટો ફાયદો થયો હતો.

વર્ષ 2026 ની બીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ

અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 3 વર્ષ 2026 ની બીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ બની છે. વર્ષ 2026 ની પહેલી સૌથી મોટી ઓપનર ફિલ્મ ધુરંધર 2 છે. આ ફિલ્મનું ઓપનિંગ કલેકશ 99 કરોડથી વધુનું હતું. ત્યારબાદ અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 3 છે જેને ભારતમાં 66 કરોડથી વધુનું અને વિદેશોમાં 15 કરોડથી વધુનું કલેકશન કર્યું છે.

દ્રશ્યમ 3 ફિલ્મ કઈ કઈ ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો ?

  1. વોર - 50.61 કરોડ
  2. સ્ત્રી 2 - 53.25 કરોડ
  3. પઠાન - 57 કરોડ
  4. એનિમલ 63.80 કરોડ
  5. જવાન - 65.50 કરોડ

દ્રશ્યમ 3 ફિલ્મમાં શું છે ખાસ ?

અજય દેવગનની દ્રશ્યમ 3 ફિલ્મ મલયાલમ દ્રશ્યમ ફિલ્મ કરતાં અલગ છે. આ ફિલ્મનો એન્ડ અને ક્લાઈમેક્સ અલગ છે. દ્રશ્યમ 3નું નિર્દેશન અભિષેક પાઠકે કર્યું છે. આ વખતે દ્રશ્યમ 3 ફિલ્મમાં અજય દેવગન, તબુ સાથે રજત કપૂર, જયદીપ અહલાવત, પ્રકાશ રાજ પણ જોવા મળે છે. આ ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ રિસ્પોન્સ અનુસાર લાગે છે કે વીકેન્ડમાં ફિલ્મની કમાણી નવા રેકોર્ડ સર્જી દેશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES