SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Drishyam 3 On OTT: દ્રશ્યમ 3 ઓટીટી રિલીઝ માટે રેડી, જાણો કયારે અને ક્યાં થશે રિલીઝ

Drishyam 3 On OTT: દ્રશ્યમ 3 ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ અંગે જાણકારી સામે આવી છે. જો તમે પણ આ ફિલ્મ ઓટીટી પર જોવા માટે રાહ જોઈ રહ્યા હતા તો તમારા માટે અપડેટ છે.

Written By Krupa Shah
Published: Oct 24, 2026, 11:36 AM IST | Updated: Oct 24, 2026, 11:37 AM IST
Join

Drishyam 3 On OTT: અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 3 થિયેટર્સમાં ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ઓટીટી પર ક્યારે આવશે તેની રાહ ઘણા દર્શકો જોઈ રહ્યા હતા. જે લોકો દ્રશ્યમ 3 ઓટીટી પર જોવાની રાહ જુએ છે તેમના માટે મહત્વની જાણકારી સામે આવી છે. ટૂંક સમયમાં જ દ્રશ્યમ 3 ઓટીટી પર જોવા મળી શકે છે.

Drishyam 3 ઓટીટી રીલીઝ અંગે મળતી જાણકારી અનુસાર આ ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ થવા માટે રેડી છે. દ્રશ્યમ 3 ના ઓટીટી રાઈટ્સ નેટફ્લિક્સે ખરીદેલા છે એટલે કે એક વાત કન્ફર્મ છે કે દ્રશ્યમ 3 નેટફ્લિક્સ પર જોવા મળશે. મહત્વનું છે કે દ્રશ્યમ અને દ્રશ્યમ 2 પ્રાઇમ વિડીયો પર રિલીઝ કરવામાં આવી હતી. દ્રશ્યમ 3 હવે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

Drishyam 3 ઓટીટી રીલીઝ ડેટ

અજય દેવગનની સુપરહિટ ફિલ્મ દ્રશ્યમ 3 દિવાળી પછી ઓટીટી પર જોવા મળી શકે છે. સામાન્ય રીતે કોઈપણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તેના છ થી આઠ અઠવાડિયા પછી ઓટીટી પર રિલીઝ કરવામાં આવે છે. આ ગણતરીને ધ્યાનમાં રાખીએ તો દ્રશ્યમ 3 નેટફ્લિક્સ પર નવેમ્બરના ત્રીજા સપ્તાહ કે ચોથા સપ્તાહમાં જોવા મળી શકે છે.

અનુમાન છે કે દ્રશ્યમ 3 15 થી 30 નવેમ્બર ની વચ્ચે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ શકે છે. જોકે દ્રશ્યમ 3 ની તારીખ અંગે હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અનુમાન છે કે આ ફિલ્મ દિવાળી પછી ઓટીટી પર જોવા મળી શકે છે.

દ્રશ્યમ 3 ની સ્ટોરી

દ્રશ્યમ 3 ની સ્ટોરી દ્રશ્યમ અને દ્રશ્યમ 2 બંને ફિલ્મને કનેક્ટ કરે છે. આ ફિલ્મ દ્રશ્યમ સીરીઝનો છેલ્લો પાર્ટ છે. દ્રશ્યમ 3 માં પણ સેમના મોતનું રહસ્ય ઉજાગર કરવા માટે તબ્બુ, અજય દેવગન વિરુદ્ધ ફરીથી કેસ ઓપન કરે છે. આ વખતે અજય દેવગનને પકડવા માટે ફિલ્મમાં જયદીપ અહલાવતની એન્ટ્રી થાય છે. જોકે દ્રશ્યમ 3 ની ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં દરેક ક્ષણે એવું લાગે છે કે વિજય પકડાઈ જશે પરંતુ છેલ્લે એવો ટ્વિસ્ટ સામે આવે છે જે દર્શકોને મજા કરાવી દે છે

જો તમે પણ આ ફિલ્મ હજુ સુધી થિયેટરમાં જોઈ નથી તો દિવાળી પછી ઓટીટી પર જોઈ શકશો. દ્રશ્યમ 3 માં અજય દેવગન, તબ્બુ ઉપરાંત જયદીપ અહલાવત, રજત કપૂર, ઈશિતા દત્તા સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં છે

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES