SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Diljit Dosanjh : ભારત કોઈના બાપનું નથી... કોન્સર્ટનો વિરોધ કરતાં અને પ્રતિબંધ લગાવતા લોકો પર ભડક્યો દિલજીત દોસાંજ

Diljit Dosanjh Video: દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા તેનો વિરોધ કરનારા અને કોન્સર્ટમાં શું ન પહેરવું, કયા ગીત ન ગાવા જેવા પ્રતિબંધો લગાવનાર લોકો પર દિલજીત ભડક્યો છે. તેણે ઈંદોરના કોન્સર્ટમાં શાયરીના અંદાજમાં વિરોધ કરનારા લોકોને કહી દીધું છે કે ભારત કોઈના બાપનું નથી...

Written By Krupa Shah
Published: Nov 16, 2026, 10:11 AM IST | Updated: Nov 16, 2026, 10:14 AM IST
Join

Diljit Dosanjh Video: ભારતનો લોકપ્રિય પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજ ભારતમાં અલગ અલગ શહેરોમાં તેના લાઈવ કોન્સર્ટ કરી રહ્યો છે. તાજેતરમાં દિલજીત દોસાંજનો કોન્સર્ટ ઇંદોરના મધ્યપ્રદેશ શહેરમાં થયો હતો. જ્યાં પણ દિલજીત દોસાંજનો શો થવાનો હોય છે ત્યાં તેનો ખૂબ વિરોધ થાય છે અને તેના પર અલગ અલગ પ્રતિબંધો પણ લગાડવામાં આવે છે. આ વાત પર હવે દિલજીત દોસાંજ ભડક્યો છે. ઇન્દોરના શોમાં તેણે સ્ટેજ પરથી એક શાયરીના અંદાજમાં વિરોધ કરનાર લોકોને જડબાતોડ જવાબ આપી દીધો છે અને કહી દીધું છે કે ભારત કોઈના બાપનું નથી.  

આ પણ વાંચો: Diljit Dosanjh: દિલજીત દોસાંજના અમદાવાદના કોન્સર્ટમાં આ 3 વસ્તુઓ પર પ્રતિબંધ, જાણો ટાઈમ, ટિકિટ સુધીની વિગતો

દિલજીત દોસાંજે ઇન્દોર શહેરમાં શાનદાર પર્ફોર્મન્સ કર્યું હતું. શો ને લઈને થઈ રહેલા વિવાદ વચ્ચે પણ કોન્સર્ટમાં આવેલા લોકોનો અત્યારે આભાર માન્યો હતો અને જય શ્રી મહાકાલ બોલીને વાતાવરણમાં જોશ ભરી દીધો હતો. આ શો દરમિયાન દિલજીત દોસાંજ સ્ટેજ પરથી તેના શો નો વિરોધ કરનાર લોકોની બોલતી બંધ કરી દીધી હતી.  તેણે એક શાયરીના અંદાજમાં લોકોને જવાબ આપ્યો હતો. સ્ટેજ પરથી દિલજીત દોસાંજે કોઈ પણ પ્રકારનો ડર આખ્યા વિના કહી દીધું હતું કે મહાકાલની નગરીમાં તેને આવતા કોઈ તાકાત રોકી શકે તેમ ન હતી. દિલજીત દોસાંજે તેના વિરોધીઓને કહી દીધું છે કે તે પહેલા પણ કોઈથી ડરતો ન હતો અને હજી પણ કોઈથી ડરતો નથી. તેણે એવું પણ કહ્યું હતું કે લોકોનો પ્રેમ તેને સ્ટેજ સુધી લઈ આવે છે. દિલજીત દોસાંજ તેના instagram અકાઉન્ટ પર એક વિડિયો પણ શેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: વિજય-રશ્મિકાની ફિલ્મ ઓટીટી પર ટ્રેંડ કરવા લાગી, બોક્સ ઓફિસ પર મહાફ્લોપ ફિલ્મ OTT પર હિટ

ઇન્દોરમાં કાર્યક્રમનો વિરોધ થયો હતો તેને લઈને પણ દિલજીત દોસાંજે સ્ટેજ પરથી સ્પષ્ટ કરી દીધું કે તે લોકોના પ્રેમ માટે ઈન્દોર આવ્યો છે અને હજુ પણ આવશે. દિલજીત દોસાંજ એ એવું પણ કહ્યું કે તેના પર ઘણા બધા પ્રતિબંધો લગાવવામાં આવ્યા તેની સામે ઘણી બધી મુસીબતો ઊભી કરવામાં આવી તેમ છતાં તે લોકો માટે ઈન્દોર આવ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને દિલ્હીમાં પણ વિરોધ થયો હતો અને ઇન્દોરમાં પણ થયો હતો. આ સિવાય અમદાવાદમાં પણ તેનો શો થવાનો છે તેને લઈને પણ વિરોધ અને પ્રતિબંધોની વાતો ચાલી રહી છે. અમદાવાદમાં પણ પોલીસને અરજી કરવામાં આવી છે કે દિલજીત દોસાંજ તેના 4 ગીત સ્ટેજ પરથી ન ગાય, સ્ટેજ પર બાળકોને ન બોલાવે, સ્ટેજ પર હથિયાર, કારતુસ જેવી વસ્તુઓ પણ ન દર્શાવે. આ પ્રકારના પ્રતિબંધો લાગતા લોકોને દિલજીત દોસાંજ કડક શબ્દોમાં જવાબ આપી દીધો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES