SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Khatron Ke Khiladi 15 Winner: ખતરોં કે ખિલાડી 15 નો વિનર બન્યો અવિનાશ મિશ્રા, જાણો ટ્રોફી સિવાય અવિનાશને શું મળ્યું ?

Khatron Ke Khiladi 15 Winner: રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 15 નો વિનર અવિનાશ મિશ્રા બન્યો છે. 4 ઓક્ટોબરે ખતરોં કે ખિલાડી શોનો ફિનાલે એપિસોડ ઓન એર થયો અને શોના વિનરનું નામ પણ સામે આવી ગયું. શોનો વિનર અવિનાશ બન્યો છે જ્યારે રનર અપ ઋત્વિક ધનજાની રહ્યો.

Written By Krupa Shah
Published: Oct 05, 2026, 08:03 AM IST | Updated: Oct 05, 2026, 08:05 AM IST
Join

Khatron Ke Khiladi 15 Winner: ટીવીના લોકપ્રિય સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડીની 15 મી સીઝન પૂરી થઈ છે. ખતરોં કે ખિલાડી 15 નો વિજેતા અવિનાશ મિશ્રા બન્યો છે. 4 ઓક્ટોબરે ખતરોં કે ખિલાડી 15 નો ફિનાલે એપિસોડને બીજો પાર્ટ એન એર કરવામાં આવ્યો અને ત્યાર પછી શોના વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું. ખતરોં કે ખિલાડી 15 શો નો વિનર અવિનાશ મિશ્રા બન્યો છે જ્યારે ઋત્વિક ધનજાની હતો.

ફેમસ સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી સીઝન 15 માં આ વખતે ફિનાલે રાઉન્ડમાં 5 સ્પર્ધકો પહોંચ્યા હતા. ફિનાલેમાં અવિનાશ મિશ્રા, ફરહાના ભટ્ટ, ઋત્વિક ધનજાની, કરન વાહી અને ઓરીએ પોતાની જગ્યા બનાવી હતી. ટોપ 5 વચ્ચે 4 ઓક્ટોબરે ખતરનાક સ્ટંટ થયા હતા. જેમાં ફરહાના ભટ્ટ અને કરન વાહી આઉટ થઈ ગયા હતા. ત્યાર પછી ટોપ 3 એટલે કે અવિનાશ મિશ્રા, ઋત્વિક ધનજાની અને ઓરી વચ્ચે ટ્રોફી માટે મુકાબલો થયો હતો.

ખતરોં કે ખિલાડી 15 નો ફાઇનલ એપિસોડ

ખતરોં કે ખિલાડી 15 ના ગ્રાન્ડ ફિનાલેને બે ભાગમાં ટેલીકાસ્ટ કરવામાં આવ્યો. પહેલો ભાગ શનિવાર અને 3 ઓક્ટોબરે ઓનએર થયો હતો જ્યારે ફિનાલે એપિસોડનો બીજો અને છેલ્લો પાર્ટ રવિવારે ઓનએર કરવામાં આવ્યો. ગ્રાન્ડ ફિનાલેમાં અવિનાશ મિશ્રા, ઋત્વિક ધનજાની અને ઓરી ટ્રોફી માટે સ્ટંટ કરી રહ્યા હતા. જેમાંથી ઓરી આઉટ થઈ ગયો અને રનરઅપ ઋત્વિક ધનજાની બન્યો. અને શો ની ટ્રોફી અવિનાશ મિશ્રાએ પોતાના નામ કરી.

અવિનાશ મિશ્રાને શું મળ્યું ટ્રોફી સાથે ?

ખતરોં કે ખિલાડી 15 સીઝન જીતીને અવિનાશ મિશ્રાએ ટ્રોફી પોતાને નામ કરી છે અને સાથે જ પ્રાઈઝ મનીમાં તેને 20 લાખ રૂપિયા મળ્યા છે. 20 લાખ રૂપિયાની સાથે અવિનાશ મિશ્રાને નવી મારુતિ સુઝુકી સ્વીફ્ટ કાર પણ મની છે.

મહત્વપૂર્ણ છે કે ખતરોં કે ખિલાડી સીઝન 15 એક ઓગસ્ટ 2026 ના રોજ ઓનએર થયો હતો. આ વખતે શોમાં 13 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ગૌરવ ખન્ના, હર્ષ ગુજરાલ, અવિકા ગૌર, રુહાનીકા, રુબીના દિલેક, જસ્મીન ભસીન સહિતના કલાકારોનો સમાવેશ થયો હતો. બધા જ કંટેસ્ટમાં અવિનાશ મિશ્રા શો ની શરૂઆતથી જ સારું પરફોર્મ કરી રહ્યો હતો. શરૂઆતથી જ અવિનાશ ફાઇનલ માટે સ્ટ્રોંગ ખેલાડી હોવાનું માનવામાં આવી રહ્યું હતું. અને છેલ્લે તેણે જ શો જીતીને ટ્રોફી પોતાના નામ કરી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES