Amitabh Bachchan: અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે પણ સતત એક્ટિવ રહે છે. ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત તેઓ કેબીસી શો પણ હોસ્ટ કરે છે. હાલ પણ અમિતાભ બચ્ચન કેબીસી 18 ના શૂટિંગમાં વ્યસ્ત રહે છે. આ શૂટિંગ દરમિયાન તેમની સાથે એક દુર્ઘટના બની છે. કેબીસીના સેટ પર અમિતાભ બચ્ચન સ્લીપ થઈ ગયા અને તેમને પગમાં ઈજા થઈ હોવાની વાત સામે આવી છે.
કેબીસીની સેટ પર લપસી ગયા અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનને પોતાની ઈજા અંગે જાણકારી આપી હતી. તાજેતરમાં જ કેબીસીના એક એપિસોડમાં અમિતાભ બચ્ચને પોતે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે થોડા દિવસ પહેલા શૂટિંગ દરમિયાન તેઓ પડી ગયા હતા. જેના કારણે તેમને ઘુંટણમાં ઈજા થઈ હતી. ઈજા એવી છે કે તેમને ઊભા રહેવામાં પણ તકલીફ થઈ રહી છે.
અમિતાભ બચ્ચન એ કર્યો ખુલાસો
અમિતાભ બચ્ચન એ પગમાં થયેલી ઈજા વિશે વાત કરતાં કહ્યું હતું કે, શૂટિંગ દરમિયાન તેઓ લપસી ગયા હતા. જેના કારણે તેમને ઘુંટણમાં ઈજા થઈ, હવે તેમને પગમાં દુખાવો છે જેના કારણે ઊભા રહેવામાં તકલીફ થાય છે. સામાન્ય રીતે અમિતાભ બચ્ચન કેબીસીમાં વચ્ચે ઊભા રહીને પોતાનો મોનોલોગ બોલતા પરંતુ ઈજા પછી તે જરૂર હોય તો જ ઊભા રહે છે. કારણ કે તેમને પગમાં દુખાવો રહે છે. જો કે અમિતાભ બચ્ચન એવું પણ જણાવ્યું કે ઈજા ગંભીર નથી.
મહત્વપૂર્ણ છે કે કેબીસી 18 માં તાજેતરના એપિસોડમાં રાજકુમાર રાવ, વામિકા ગબ્બી અને ઉજ્જવલ નિકમ ફિલ્મ પ્રહારના પ્રમોશન માટે પહોંચ્યા હતા. કોન બનેગા કરોડપતિનો તે એપિસોડ પણ મજેદાર હતો.
અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મો
અમિતાભ બચ્ચનના વર્કફ્રંટની વાત કરીએ તો તેઓ હાલ કેબીસી 18 માં હોસ્ટ તરીકે જોવા મળે છે. આ સિવાય તેમના આગામી પ્રોજેક્ટમાં એક કોર્ટરુમા ડ્રામા ફિલ્મ છે જેનું નામ સેક્શન 84 છે. સેક્શન 84 ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે ડાયના પેંટી, નિમરત કૌર, અભિષેક બેનર્જી પણ જોવા મળશે. આ સિવાય અમિતાભ બચ્ચન પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે કલ્કી ફિલ્મના પાર્ટ 2 માં પણ દેખાશે. આ ફિલ્મમાં તેઓ અશ્વત્થામાના રોલમાં જોવા મળશે.