Ajay Devgn: અજય દેવગનના બંગલામાં થયેલા ગેરકાયદેસર બાંધકામ પર પડ્યા હથોડા, BMC એ કરી કાર્યવાહી
Ajay Devgn: અજય દેવગનના જુહૂ ખાતે આવેલા બંગલા પર કાર્યવાહી કરવામાં આવી છે. આ બંગલામાં ગેરકાયદેસર કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. જે બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે.
Ajay Devgn: બોલીવુડ એક્ટર અજય દેવગનને લઈને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. અજય દેવગનના જુહૂ ખાતે આવેલા બંગલામાં તોડફોડ કરવામાં આવી છે. આ તોડફોડ અન્ય કોઈએ નહીં બીએમસી એ કરી છે. બીએમસીએ અજય દેવગનના બંગલામાં કરેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે.
અજય દેવગનના બંગલામાં ગેરકાયદેસર બાંધકામ
બીએમસી ગેરકાયદેસર કરેલા બાંધકામ વિરુદ્ધ કાર્યવાહી કરતી હોય છે. આ કાર્યવાહીમાં હવે અજય દેવગનનો નંબર આવી ગયો છે. અભિનેતા અજય દેવગનના બંગલામાં પણ મંજૂરી વિના કેટલાક ફેરફાર અને બાંધકામ કરવામાં આવ્યા હતા. જેને તોડી પાડવામાં આવ્યું છે. અજય દેવગનનો આ બંગલો 7802 વર્ગફુટમાં ફેલાયેલો છે. આ પ્રોપર્ટી પર કાયદા વિરુદ્ધ થયેલા કામને તોડવાની કાર્યવાહી આજે બીએમસી દ્વારા કરવામાં આવી છે.
અજય દેવગનને મળી હતી નોટિસ
અજય દેવગનના ઘર પર થયેલી કાર્યવાહી મામલે આશ્ચર્યની વાત એ પણ છે કે અજય દેવગનને બંગલામાં ચાલતા ગેરકાયદેસર નિર્માણ માટે નોટિસ પણ ફટકારવામાં આવી હતી. નોટિસ મળ્યા પછી પણ કામ રોકવામાં ન આવ્યું અને નિર્માણ કાર્ય કરવામાં આવ્યું. ત્યારબાદ બીએમસીએ તેની કાર્યવાહી કરી છે અને મંજૂરી વિના થયેલા કામને તોડી પાડવામાં આવ્યું છે.
બંગલામાં બીએમસીની મંજૂરી વિના ફેરફાર
કહેવામાં આવી રહ્યું છે કે બંગલામાં બીએમસીની મંજૂરી વિના ફેરફાર અને બાંધકામ કરવામાં આવી રહ્યું છે. બીએમસીએ બંગલામાં વોલ, બારી કે અન્ય નિર્માણ માટે પરવાનગી આપી ન હતી. જરૂરી મંજૂરી વિના થતા કામને રોકવા બીએમસીએ સ્ટોપ વર્ક નોટિસ પણ ફટકારી હતી. પરંતુ તેમ છતાં કામ રોકવામાં ન આવ્યું. એટલા માટે બીએમસીએ ગેરકાયદે થયેલા બાંધકામને તોડવાની કાર્યવાહી કરી છે.
બીએમસીએ નોટિસ ફટકારી જરૂરી દસ્તાવેજ માંગ્યા
અજય દેવગનના બંગલામાં તોડફોડ કરતાં પહેલા સપ્ટેમ્બર મહિનામાં રિનોવેશનનું કામ રોકવા અને પરવાનગી માટે જરૂરી દસ્તાવેજ રજૂ કરવા નોટિસ આપવામાં આવી હતી. નોટિસ પછી પણ નિર્ણાણ કાર્ય ચાલતું રહ્યું. ત્યારબાદ શનિવારે બીએમસી એક્શન મોડમાં આવ્યું અને જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેને તોડી પાડ્યું.