SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગોવિંદા અને કોમલ રાની પર હવે ભડકી દિવ્યા ખોસલા, કહ્યું પબ્લીસીટી માટે સેથામાં સિંદૂર લગાડ્યું !

Divya Khosla on Komal Rani Swarnakar: અભિનેત્રી દિવ્યા ખોસલાએ રુપા ફિલ્મની અભિનેત્રી કોમલ રાનીને આડેહાથ લીધી છે. દિવ્યા ખોસલાએ કહ્યું છે કે પબ્લીસીટી માટે તેણીએ સેથામાં સિંદૂર લગાડ્યું. ચર્ચામાં રહેવા માટે ધાર્મિક સ્થળનો ઉપયોગ ન કરવાની સલાહ પણ દિવ્યા ખોસલાએ આપી છે.

Written By Krupa Shah
Published: Oct 02, 2026, 03:50 PM IST | Updated: Oct 02, 2026, 03:52 PM IST
Join

Divya Khosla on Komal Rani Swarnakar: તમને પણ યાદ જ હશે કે ગોવિંદા તેની આગામી ફિલ્મ રૂપાની અભિનેત્રી કોમલ રાની સાથે લાલબાગચા રાજાના દર્શન કરવા ગયો હતો. દર્શન કરીને પરત ફરતી વખતે કોમલ રાનીના સેથામાં સિંદૂર પુરાયેલું હોય તેવા ફોટો અને વિડીયો ખૂબ વાયરલ થયા હતા. હવે આ મામલે બોલીવુડ અભિનેત્રી દિવ્યા ખોસલા એ કોમલ રાની અને ગોવિંદાની ઝાટકણી કાઢી છે. બોલીવુડ એક્ટ્રેસ દિવ્યા ખોસલા એ instagram સ્ટોરીમાં પોસ્ટ શેર કરી હતી અને તેમાં લખ્યું હતું કે પબ્લિસિટી માટે અને ચર્ચામાં રહેવા માટે ધાર્મિક જગ્યાનો આવી રીતે ઉપયોગ કરવો યોગ્ય નથી.

કોમલ રાનીની હરકત પર ભડકી દિવ્યા ખોસલા

સોશિયલ મીડિયા પર કોમલ રાનીના એવા ફોટો અને વિડીયો સામે આવ્યા હતા, જેમાં તેના કપાળ પર ચાંદલો હોય અને  સિંદૂર દેખાતું હોય. હવે આ વાત પર અભિનેત્રી દિવ્યા ખોસલાએ કહ્યું છે કે પર્સનલ લાઇફમાં જે કરવું હોય તે કરી શકાય પરંતુ સમાજની મર્યાદા નું ઉલ્લંઘન ન કરવું જોઈએ. દિવ્યા ખોસલા એ તેના instagram અકાઉન્ટ ની સ્ટોરી પર આ પોસ્ટ કરી હતી. તેણે નામ લીધા વિના ગોવિંદા અને કોમલ રાનીને ટાર્ગેટ કર્યા હતા. દિવ્યા ખોસલા એ કોમલ રાનીએ શેઠામાં સિંદૂર લગાવ્યું તે વાત પર નારાજગી વ્યક્ત કરી હતી. દિવ્યા ખોસલા એ તેની સ્ટોરીમાં ત્યાં સુધી કહી દીધું કે તે એટલે કે કોમલ રાનીએ લાલબાગચા રાજાના ચરણસ્પર્શ એવી રીતે જાણી જોઈને કર્યા કે તેના સેથામાં સિંદૂર લાગે અને સોશિયલ મીડિયા પર તે લોકોનું ધ્યાન આ વાત પર આકર્ષી શકે. પરંતુ આ રીતે ધાર્મિક જગ્યાનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

ચર્ચામાં રહેવા ધાર્મિક જગ્યાનો ઉપયોગ કર્યાનો આરોપ

થોડા દિવસ પહેલા કોમલ રાનીએ તેના instagram અકાઉન્ટ પર સ્ટોરી શેર કરીને સુનીતા આહુજાના તૂટેલા લગ્નજીવન વિશે વાત કરી હતી. આ વાતનો ઉલ્લેખ કરીને દિવ્યા એ લખ્યું હતું કે તે લોકોને બેવકૂફ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. દિવ્યા એ લખ્યું હતું કે કોમલ રાની એવી હરકતો કરે છે અને પછી બીજાની પર્સનલ લાઇફ પર પબ્લિકલી નિવેદન આપે છે. સાથે જ તે એવો પ્રશ્ન પણ કરે છે કે એક પરિણીત મહિલા માટે સિંદૂરનું મહત્વ શું હોય તે કદાચ તને ખબર પણ નહીં હોય. પબ્લિસિટી માટે સિંદૂર લગાડવા જેવી હરકત કરવા પર દિવ્યા ખોસલા એ કોમલને ફટકાર લગાવી હતી. દિવ્યા ખોસલાએ કહ્યું હતું કે આ પ્રકારની હરકતોથી સમાજમાં ખોટા મેસેજ જાય છે અને પરિવારમાં ગેરસમજો વધી જાય છે.

મહત્વપૂર્ણ છે કે આ પહેલી વખત નથી જ્યારે દિવ્યા ખોસલા એ સુનિતા આહુજાનો પક્ષ લીધો હોય. આ પહેલા પણ સુનિતા આહુજા માટે દિવ્યા ખોસલા એ પક્ષ લીધો હતો અને કહ્યું હતું કે સુનીતા એ પોતાની આખી જિંદગી ગોવિંદા અને તેના પરિવાર પર લૂંટાવી દીધી. તેને ગોવિંદાનો ઈમાનદારી પૂર્વક સાથ આપ્યો અને બાળકોને મોટા કર્યા. આવી સ્થિતિમાં કોઈ ત્રીજી વ્યક્તિને અધિકાર નથી કે તે પરિવારની વચ્ચે આવે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES