Archana Gautam: લ્યો બોલો, ચોર કેફેમાંથી આખું કેશ બોક્સ લઈને ફરાર, અભિનેત્રી અર્ચના ગૌતમના કેફેની ઘટના, જુઓ CCTV
Archana Gautam: બિગ બોસ 16 થી ફેમસ થયેલી અભિનેત્રી અર્ચના ગૌતમનું એક કેફે પણ છે. આ કેફેનું નામ ઓય ચુરોસ છે. આ કેફેનું કેશબોક્સ ચોર ચોરી કરી ભાગી ગયા છે જેનો વીડિયો અર્ચના ગૌતમ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કેફેમાં ચોરી થઈ.
Archana Gautam: મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલા ઓય ચુરોસ નામના કેફેમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. ઓય ચુરોસમાં થયેલી ચોરીના સીસીટીવી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના એટલા માટે પણ ચર્ચામાં છે કે જે કેફેમાં ચોરી થઈ છે તે બિગ બોસ સિઝન 16 ફેમ અર્ચના ગૌતમનું છે. ચોરીનો વિડીયો અર્ચના ગૌતમે પોતાના instagram પર શેર કર્યો છે.
અર્ચના ગૌતમના કેફેમાં ચોરી
અભિનેત્રી અર્ચના ગૌતમનું ઓય ચુરોસ નામનું કેફે છે. આ કેફે મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં આવેલું છે. અહીં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે જેને લઈને અભિનેત્રીએ મુંબઈ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. સાથે જ ચોરીનો વિડિયો પણ instagram પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચોર કેફેમાં ઘુસે છે અને કેશ કાઉન્ટર ઉખાડીને પોતાની સાથે લઈ જાય છે. આ ઘટના મંગળવારે વહેલી સવારની હોવાનું સામે આવ્યું છે. ત્યાર પછી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ચોરીના સીસીટીવી શેર કરીને અન્ય લોકોને પણ સતર્ક રહેવાનું કહ્યું છે.
અર્ચના ગૌતમે શેર કર્યા ચોરીના સીસીટીવી
અર્ચના ગૌતમે પોતાના instagram આઈડી પરથી સીસીટીવી ફૂટેજ શેર કર્યા છે. સીસીટીવી માં જોવા મળે છે કે ચોર કેફેમાં ઘુસે છે અને ચોરી કરે છે અને કેશ કાઉન્ટર ઉખાડીને પોતાની સાથે લઈ જાય છે. આ વિડીયો પોસ્ટ કરીને અર્ચના ગૌતમે ફેન્સ માટે મેસેજ પણ શેર કર્યો છે.. અર્ચના ગૌતમે લખ્યું છે કે આ ઘટના આજે તેની સાથે બની પણ આવું કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે તેથી લોકો પોતાના ઘર અને દુકાનની સેફટી ને લઈને બેદરકારી ન રાખે. આ મામલે અર્ચના ગૌતમે મુંબઈ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
જાણવા મળતી માહિતી અનુસાર અર્ચના ગૌતમના કેફેમાંથી ચોર આખું કેસ બોક્સ લઈ ગયા છે. એના કારણે મોટું નુકસાન થયું હોવાનો પણ અંદાજ છે. આ મામલે અભિનેત્રીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને મુંબઈ પોલીસે ચોરને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ચોરીની ઘટના પછી અર્ચના ગૌતમે એવું પણ કહ્યું કે તે મુંબઈને સેફ માનતી હતી પરંતુ ચોરીની આ ઘટનાથી તે નિરાશ થઈ ગઈ છે.
મહત્વપૂર્ણ છે કે અર્ચના ગૌતમે ઓક્ટોબર 2025 માં જ ઓય ચુરોઝ કેફેની શરૂઆત કરી હતી. આ કેફેને એક વર્ષ થયું છે અને ત્યાં જ કેફેમાં મોટી ચોરી થઈ ગઈ છે. ઓય ચુરોઝ રેસ્ટોરન્ટ યુવાનોમાં લોકપ્રિય છે. 9 ઓક્ટોબર 2026 ના રોજ ઓય ચુરોઝ રેસ્ટોરન્ટને એક વર્ષ થવાનું છે.