SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Avinash Mishra: જાણો કોણ છે ખતરોં કે ખિલાડી શો જીનતાર અવિનાશ મિશ્રા, કેવી રહી KKK15 સુધીની સફર?

Avinash Mishra: લોકપ્રિય સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 15 માં વિનર અવિનાશ મિશ્રા બન્યો છે. અવિનાશ મિશ્રા ખતરોં કે ખિલાડી શો જીતીને રાતોરાત ચર્ચામાં નથી આવ્યો. આ એક્ટર ઘણા સમયથી ઈંડસ્ટ્રીમાં એક્ટિવ છે. તો ચાલો જાણીએ અવિનાશ મિશ્રા કોણ છે અને તેના કરિયરની શરુઆત કેવી હતી.

Written By Krupa Shah
Published: Oct 05, 2026, 12:56 PM IST | Updated: Oct 05, 2026, 12:57 PM IST
Join

Avinash Mishra: ટીવીના લોકપ્રિય રિયાલિટી શોમાં ખતરો કે ખિલાડી નો સમાવેશ પણ થાય છે. Khatron ke khiladi સ્ટંટ બેઝ રિયાલિટી શો છે જેની અત્યાર સુધીમાં 14 સીઝન આવી ગઈ છે અને તાજેતરમાં જ ખતરો કે ખિલાડી ની 15મી સિઝન પૂરી થઈ. આ વખતે રોહિત શેટ્ટીના શો ખતરો કે ખિલાડી શોનો વિનર અવિનાશ મિશ્રા બન્યો છે. અવિનાશ મિશ્રા કોણ છે અને તેના કરિયરની શરૂઆત કેવી રીતે થઈ હતી? ચાલો તેના વિશે જાણીએ.

અવિનાશ મિશ્રાના કરિયરની શરૂઆત

અવિનાશ મિશ્રા છેલ્લા ઘણા વર્ષોથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.. એક્ટર બનતા પહેલા અવિનાશ મિશ્રા ડીજે તરીકે કામ કરતો હતો. એક્ટિંગ ની શરૂઆત તેણે શેઠજી નામના શોથી 2016 માં કરી હતી. તેને ટીવી પર બાજીરાવનું પાત્ર પણ ભજવ્યું છે. ત્યાર પછી અવિનાશ ઇશ્કબાજ ટીવી શોમાં પણ જોવા મળ્યો હતો. આ સિવાય મરિયમ ખાન રિપોર્ટિંગ લાઈવ માં પણ અવિનાશ મિશ્રા જોવા મળ્યો હતો.

બિગ બોસ 18 માં અવિનાશ મિશ્રા

અવિનાશ મિશ્રા માટે ટર્નિંગ પોઇન્ટ બિગ બોસ શો સાબિત થયો. અવિનાશ મિશ્રા 2024માં bigg boss 18 માં પણ જોવા મળ્યો હતો. Bigg boss શો માં અવિનાશ મિશ્રા ટોપ 4 સુધી રહ્યો હતો. બીગ બોસ પછી અવિનાશ મિશ્રાને વધારે ઓળખાણ મળી. ત્યાર પછી અવિનાશ ખતરોં કે ખિલાડી 15 નો વિનર બન્યો છે.

અવિનાશ મિશ્રાની લવ લાઈફ

અવિનાશ મિશ્રાએ ખતરોં કે ખિલાડી 15 ની ટ્રોફી જીતી લીધી છે. તેની સાથે જ તેની પર્સનલ લાઇફની ચર્ચા પણ થવા લાગી છે અવિનાશ મિશ્રાએ આમ તો પોતાની જાતને સિંગલ જ ગણાવી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તેનું નામ bigg boss 18 ની કંટેસ્ટ ઈશા સિંહ સાથે જોડાયેલું છે. અવિનાશ અને ઈશાની ખાસ બોંડીગ ઘણી વખત જોવા મળી છે.

Bigg boss 18 પછી પણ બંને એકબીજા સાથે જોવા મળે છે. એટલું જ નહીં ખતરોં કે ખિલાડી 15 ના વિનર અનાઉન્સમેન્ટ ઇવેન્ટમાં પણ ઈશા સિંહ જોવા મળી હતી અને તેણે અવિનાશ મિશ્રાને હગ કરી તેની જીતને ઉજવી હતી. ઈશા સિંહે અવિનાશ માટે એક સ્ટોરી પણ શેર કરી છે જેમાં બંને ખતરો કે ખિલાડી 10 જીતવાની ખુશીમાં ડાન્સ કરી રહ્યા છે. જોકે જાહેરમાં તો આ બંને એકબીજાને ખાસ મિત્ર જ ગણાવે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES