SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ONGC માં 3047 જગ્યાઓ પર એપ્રેન્ટિસની બમ્પર ભરતી: 20 નવેમ્બર સુધી કરી શકાશે ઓનલાઇન અરજી

સરકારી ક્ષેત્રમાં એપ્રેન્ટિસ કરવાની ઈચ્છા ધરાવનાર ઉમેદવારો માટે સુવર્ણ તક આવી છે. અરજી પ્રક્રિયા સાથે જોડાયેલી મુખ્ય તારીખો, યોગ્યતા અને પસંદગી પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી નીચે આપવામાં આવી છે.

Written By Gokani Dhaval
Published: Nov 01, 2026, 01:02 PM IST | Updated: Nov 01, 2026, 01:05 PM IST
Join

તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમ લિમિટેડ (ONGC) એ દેશભરના યુવાઓ માટે એપ્રેન્ટિસની પદ પર બમ્પર જગ્યા બહાર પાડી છે. આ ભરતી અભિયાન હેઠળ સંગઠનમાં કુલ 3047 પદ ભરવામાં આવશે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓએનજીસીની સત્તાવાર વેબસાઇટ ongcindia.com પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે.

સરકારી ક્ષેત્રમાં એપ્રેન્ટિસશિપ કરવા ઈચ્છનાર યુવાનો માટે આ સુવર્ણ તક છે. જાણો તે અંગેની મહત્વપૂર્ણ જાણકારી.....

મહત્વપૂર્ણ તારીખો

અરજી કરવાની છેલ્લી તારીખઃ 20 નવેમ્બર 2026

પરિણામ જાહેર થવાની છેલ્લી તારીખઃ 15 ડિસેમ્બર 2026

શૈક્ષણિક યોગ્યતા (Eligibility Criteria)

અરજી કરતા પહેલા ઉમેદવારે પોતાની શૈક્ષણિક યોગ્યતા તપાસી લેવી જોઈએ. માત્ર તે ઉમેદવાર અરજી કરી શકશે, જેની પાસે નીચે પ્રમાણે ડિગ્રી હશે.

ડિપ્લોમા અને ડિગ્રી ધારકઃ B.A, B.Com, B.B.A, B.E., અને B.Tech કરનાર ઉમેદવાર પાત્ર હશે, જ્યારે તેની ડિગ્રી UGC કે AICTE જેવી સંબંધિત સંસ્થાઓની માન્યતા પ્રાપ્ત હોય.

આઈટીઆઈ અને વોકેશનલ સર્ટિફિકેટઃ ટ્રેડ એપ્રેન્ટિસ માટે વોકેશનલ ટ્રેડ સર્ટિફિકેટ NCVT (National Council for Vocational Training) કે SBTE (State Board of Technical Education) માંથી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી હોવું જરૂરી છે. DEC (Distance Education Council) માંથી પ્રાપ્ત યોગ્યતા પણ સ્વીકાર્ય થશે.

ઈલેક્ટ્રિશિયન ટ્રેડ માટે વિશેષ નિયમઃ જે જગ્યા માટે ઈલેક્ટ્રિશિયન ટ્રેડ ફરજીયાત માગવામાં આવ્યું છે, ત્યાં વાયરમેન ટ્રેડનું સર્ટિફિકેટ સ્વીકાર કરવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ સરકારી કંપનીમાં આવી ભરતી, 13 લાખ રૂપિયા છે પગાર... જાણો કેવી રીતે અને કોણ કરી શકશે અરજી

કઈ રીતે થશે પસંદગી

ઓએનજીસીમાં એપ્રેન્ટિસ પદ પર પસંદગી યોગ્યતાના આધાર પર થશે.

મેરિટ લિસ્ટઃ ઉમેદવારો દ્વારા ક્વોલીફાઇંગ પરીક્ષામાં મેળવેલા ગુણના આધાર પર અલગ-અલગ ટ્રેડ, વિષય અને વર્ક સેન્ટર અનુસાર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

અંક મૂલ્યાંકનઃ જો પરીક્ષામાં અલગ-અલગ ગ્રેડિંગ સિસ્ટમ છે, તો નિયમાનુસાર ગુણનું સમાયોજન કરવામાં આવશે.

દસ્તાવેજની ચકાસણીઃ મેરિટ લિસ્ટ અને ઉપલબ્ધ સીટોના આધાર પર પસંદ થયેલા ઉમેદવારોને નક્કી રેશિયોમાં દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે.

કઈ રીતે કરશો અરજી?
યોગ્ય ઉમેદવાર 20 નવેમ્બર 2026 સુધી ઓએનજીસીની સત્તાવાર વેબસાઇટ ongcindia.com પર જઈને પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે. ભરતી પ્રક્રિયાથી સંબંધિત વધુ જાણકારી માટે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તે સત્તાવાર વેબસાઇટ પર જારી વિસ્તૃત નોટિફિકેશન જરૂર વાંચે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES