SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Price Today: નવરાત્રિ પહેલા એક ઝટકે સોનાના ભાવમાં મોટો વધારો, ચાંદી પણ જોરદાર ઉછળી, જાણો આજનો લેટેસ્ટ ગોલ્ડ રેટ

Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર વધારો જોવા મળ્યો છે. IBJA પર સોનું 2 હજાર રૂપિયા જેટલું મોંઘુ થયું જ્યારે ચાંદી 4 હજાર રૂપિયા ઉછળી. MCX ઉપર પણ સોનું દોઢ ટકા જેટલું ઉછળ્યું છે અને જ્યારે ચાંદી પણ સવા ટકા જેટલી વધારા સાથે જોવા મળી છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો રેટ ચેક કરો.

Written By Viral Raval
Published: Oct 09, 2026, 02:19 PM IST | Updated: Oct 09, 2026, 02:22 PM IST
Image Credit: AI Generated Image
Join

સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં આજે તોતિંગ ઉછાળો નોંધાયો છે. આ વર્ષે સોનામાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. સોનું 2026માં અત્યાર સુધીમાં 16415 રૂપિયા જેટલું મોંઘુ થઈ ચૂક્યું છે. જ્યારે ચાંદી 9250 રૂપિયા સસ્તી થઈ છે. આજનો સોના અને ચાંદીનો વાયદા ભાવ અને રિટેલ ભાવ ખાસ જાણો.

આજનો સોના અને ચાંદીનો ભાવ
IBJAના આજના ખુલતા ભાવ મુજબ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 1968 રૂપિયા ઉછળીને 149614 રૂપિયાની સપાટીએ ખુલ્યો છે જે કાલે 147646 પર બંધ થયો હતો. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં આજે 4064 રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે અને ભાવ 221170 રૂપિયા પર ખુલ્યો છે જે કાલે 217106 રૂપિયા પર બંધ થયો હતો.

અત્રે નોંધનીય છે કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. એસોસિએશન દિવસમાં બેવાર ખુલતા અને બંધ ભાવ જાહેર કરે છે. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે સોના અને ચાંદીના નવા ભાવ જાહેર કરવામાં આવતા નથી. એસોસિએશનના ભાવ સમગ્ર દેશમાં માન્ય છે.

કેરેટ પ્રમાણે ભાવ

વાયદા બજારના ભાવ
ભારતીય વાયદા બજાર MCX પર આજે બપોરે 2 વાગ્યાની આસપાસ 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળું 10 ગ્રામ સોનું 1.25 ટકાના વધારા સાથે 151480 રૂપિયાની સપાટીએ જોવા મળ્યુ છે. જ્યારે 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળી એક કિલો ચાંદી 1.59 ટકાના ઉછાળા સાથે 224748 રૂપિયાના સ્તરે જોવા મળ્યો.

સોનું આ વર્ષે કેટલું થયું મોંઘુ
જો  આ વર્ષે સોનામાં આવેલી મોંઘવારી વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ છતાં સોનું વર્ષ 2026માં અત્યાર સુધીમાં 16415 રૂપિયા સુધી મોંઘુ થઈ ચૂક્યું છે. જ્યારે ચાંદી 9000 રૂપિયા જેટલી સસ્તી થઈ છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું 1.33 લાખ રૂપિયાના સ્તરે હતું જે હવે 1.50 લાખ રૂપિયા પર પહોંચી છે. જો કે આ દરમિયાન 29 જાન્યુઆરીના રોજ સોનાના ભાવ 1.76 લાખ રૂપિયાના ઓલટાઈમ હાઈ ઉપર પણ પહોંચ્યા હતા.

જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી 31 ડિસેમ્બર 2025ના રોજ 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો જોવા મળી હતી. જે હવે 2.21 લાખ રૂપિયા પર આવી ગઈ છે. પરંતું તે પણ જાન્યુઆરીમાં 3.86 લાખના ઓલટાઈમ હાઈ ભાવ પર પહોંચી હતી.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES