Gold Rate Today: વળી પાછો સોનાના ભાવમાં જબરદસ્ત મોટો કડાકો, ચાંદી પણ 9000 રૂપિયા તૂટી, શું ખરેખર 1 લાખ નીચે જશે સોનું? જાણો આજનો ભાવ
Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં ફરીથી મસમોટો કડાકો જોવા મળ્યો છે. IBJA પર ચાંદી ખુલતાની સાથે જ ગગડીને 1.21 લાખ પર પહોંચી ગઈ અને ચાંદી 1.43 લાખના સ્તરે ખુલી. જ્યારે વાયદા બજારમાં પણ સોનું અને ચાંદી ભારે ઘટાડા સાથે લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે.
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં ફરીથી મસમોટો કડાકો જોવા મળ્યો છે. IBJA પર ચાંદી ખુલતાની સાથે જ ગગડીને 1.21 લાખ પર પહોંચી ગઈ અને ચાંદી 1.43 લાખના સ્તરે ખુલી. જ્યારે વાયદા બજારમાં પણ સોનું અને ચાંદી ભારે ઘટાડા સાથે લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે.
દેવઉઠી એકાદશી જતા જ હવે લગ્નગાળો પૂરજોશમાં ખીલ્યો છે. ત્યારે સોના અને ચાંદીના દાગીના કે લગડી, વસ્તુઓની ખરીદી કરવા માંગતા લોકો માટે ખુશખબર છે. કિંમતી ધાતુઓના ભાવમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજનો લેટેસ્ટ રેટ ખાસ જાણો.
આજનો સોના અને ચાંદીનો ભાવ
IBJA પર આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 3635 રૂપિયા તૂટીને 121310 રૂપિયાના સ્તરે ખુલ્યું છે જે કાલે 124945 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. ગઈ કાલે સોનું 125123 રૂપિયાના સ્તરે ખુલ્યું હતું. એજ રીતે ચાંદીની વાત કરીએ તો એક કિલો ચાંદીના ભાવમાં આજે 9103 રૂપિયાનો કડાકો નોંધાયો છે અને ભાવ 143522 રૂપિયા પર ખુલ્યો છે. જે કાલે 152625 રૂપિયા પર બંધ થયો હતો.
24 કલાકમાં સોનાના ભાવમાં જોઈએ તો 3813 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. કાલે ચાંદી 152941 રૂપિયા પર ખુલી હતી. એટલે 24 કલાકમાં 9419 રૂપિયાનો ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે.
અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ નથી હોતા. IBJAના ભાવ દિવસમાં બેવાર જાહેર થાય છે. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે નવા ભાવ જાહેર કરવામાં આવતા નથી.
સોનાના કેરેટ પ્રમાણે ભાવ
વાયદા બજારમાં ભાવ
MCX પર આજના ભાવ જોઈએ તો બપોરે 12.35 કલાકની આસપાસ 4 ડિેસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 1.46 ટકા ગગડીને 120540 રૂપિયા પર ટ્રેડ થતું જોવા મળ્યું. જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 1.60 ટકા તૂટીને 143117 રૂપિયાની સપાટીએ જોવા મળી.
એક લાખથી નીચે જશે સોનું?
સોના અને ચાંદીના ભાવમાં જે રીતે સતત ઘટાડો થઈ રહ્યો છે તે જોતા એ વિષય સતત ચર્ચાઈ રહ્યો છે કે શું સોનું એક લાખના સ્તરે પહોંચી જશે? જો કે હજુ પણ સોનાએ સ્તરે પહોંચવા માટે 21000 રૂપિયા ઘટાડો વેઠવો પડે. પરંતુ હજુ સુધી કોઈ પણ વિશેષજ્ઞએ એ અનુમાન જાહેર નથી કર્યું કે સોનું એક લાખ રૂપિયા સુધી પહોંચી જશે. સોનામાં સતત ઉતાર ચડાવનો માહોલ છે. ભાવ પર અનેક પરિબળો અસર કરે છે. સોના પર માંગનું પરિબળ પણ અસર કરે છે અને એ જોઈએ તો ભારતમાં હવે લગ્નગાળો ચાલુ છે ત્યારે સોના અને ચાંદીની માંગ પણ વધે છે.
આરબીઆઈની ટોપ અધિકારીઓ સાથે બેઠક
છેલ્લા લગભગ એક મહિનાથી સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જે પોતાના હાઈથી જબરદસ્ત તૂટ્યું છે. સોનાના ભાવમાં ઘટાડા બાદ હવે કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ (NBFCs)ના ટોપના અધિકારીઓ સાથે બેઠક કરી. બેઠકમાં આરબીઆઈએ અધિકારીઓને ગોલ્ડ લોન વિશે વધુ સતર્ક રહેવા જણાવ્યું. બેંકે કહ્યું કે તેમણે પોતાની ગોલ્ડ લોન એટલે કે આ કરજને પહેલા કરતા વધુ સારી રીતે તપાસ કરવું પડશે કરાણ કે સોનાના ભાવમાં ઘટાડાથી કરજ આપનારા લોન ટુ વેલ્યુ (LTV) રેશ્યોનું સંતુલન બગડે છે.
આરબીઆઈએ શું આપી ચેતવણી
NBTના રિપોર્ટ મુજબ સોનાના ભાવમાં ભારે કડાકા બાદ આરબીઆઈએ ગોલ્ડ લોન અને કરજને લઈને એનબીએફસીને કડક ચેતવણી આપી છે. કેન્દ્રીય બેંકે સ્પષ્ટ રીતે કહ્યું છે કે જો એનબીએફસી માર્ચ 2027 સુધીમાં 10 કરોડ રૂપિયાનો નેટ ઓન્ડ ફંડ (NOF)ના ટાર્ગેટને હાંસલ નહીં કરી શકે તો તેમને હવે આગળ કોઈ વધુ સમયમર્યાદા નહીં અપાય.
આરબીઆઈના જણાવ્યાં મુજબ NOF એ દર્શાવે છે કે કંપની પાસે પોતાના દમ પર કારોબાર ચલાવવા અને નુકસાન સહન કરવા માટે કેટલી મૂડી છે. દેશની એનબીએફસી માટે ન્યૂનતમ NOF 10 કરોડ રૂપિયા છે.