આમ આદમીને ફટકો, RBI ફરી વધારશે રેપો રેટ! મોંઘવારી દરને લઈને SBIએ આપ્યું મોટું એલર્ટ
એસબીઆઈ મ્યુચુઅલ ફંડ તરફથી આશા વ્યક્ત કરવામાં આવી છે કે દેશમાં મોંઘવારી દર એકવાર ફરી 6 ટકા પર પહોંચી શકે છે. મોંઘવારી દર વધવાની અસર સામાન્ય લોકો પર પડશે. તેને કંટ્રોલ કરવા માટે આરબીઆઈ રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે.
RBI Repo Rate: મોંઘવારીનું નામ લેવાની સાથે સામાન્ય લોકોના ખિસ્સા ઢીલા થવાનું નક્કી છે. છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીના મોર્ચા પર સામાન્ય લોકોને ભલે રાહત મળી રહી હોય પરંતુ હવે તે ફરી પરેશાન કરી રહી છે. મોંઘવારી પર લગામ લગાવવા માટે રિઝર્વ બેંકે પાછલા મહિને રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. હવે ફરી મોંઘવારી વધી તો વ્યાજદર વધારવામાં આવી શકે છે. મોંઘવારીને લઈને દેશના સૌથી મોટા ફંડ હાઉસમાંથી એક એસબીઆઈ મ્યૂચુઅલ ફંડ (SBI Mutual Fund) તરફથી જણાવવામાં આવ્યું કે દેશમાં આગામી ત્રણ મહિના એટલે કે 9 મહિના સુધી કંઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન (CPI) 6% ની નજીક રહી શકે છે.
એસબીઆઈ મ્યુચુઅલ ફંડના અનુમાનનો અર્થ છે કે ગ્રોસરીથી લઈને રોજિંદા સામાન સુધી, પેટ્રોલ-ડીઝલથી લઈને હોમ લોનના EMI સુધી દરેક વસ્તુ મોંઘી થવાની આશા છે. SBI મ્યુચુઅલ ફંડ તરફથી અનુમાન લગાવવામાં આવ્યું કે ફુગાવો સરેરાશ 5.8 ટકાની આસપાસ રહેશે. પરંતુ તે વાતની પણ આશંકા છે કે આ આંકડો 6 ટકાને પાર કરી શકે છે. આવો જાણીએ તે ત્રણ કારણ, જેના કારણે SBI મ્યુચુઅલ ફંડે આ અનુમાન લગાવ્યું છે.
હવામાનનો મિજાજ અને અલ નીનોનો ખતરો
મોંઘવારી વધવાનું પ્રથમ કારણ હવામાન ગણાવવામાં આવી રહ્યું છે. દેશમાં ચોમાસું નબળું રહ્યું છે. તેની અસર ખરીફ અને આવનાર પાકના ઉત્પાદન પર પડવાની આશા છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જાન્યુઆરી અને માર્ચ 2027 વચ્ચે મજબૂત અલ નીનોની સ્થિતિ બની શકે છે. જ્યારે પણ અલ નીનો આવે છે તો તાપમાન વધે છે અને વરસાદની સિસ્ટમ બગડી જાય છે. જો કૃષિ ઉત્પાદન ઘટે છે તો બજારમાં અનાજ, દાળ અને શાકભાજીની સપ્લાય ઘટી જશે. સપ્લાય ઘટવાથી ખાવાની વસ્તુની કિંમતમાં વધારો થવા લાગશે.
આ પણ વાંચોઃ શું 2027માં અમલમાં આવશે 8મું પગાર પંચ? કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટું અપડેટ
ગ્રાહક ચીજવસ્તુ કંપનીઓ દ્વારા ભાવવધારાની તૈયારી
છેલ્લા કેટલાક સમયથી ઇનપુટ કોસ્ટ ખુબ વધી ગઈ છે. પરંતુ કંપનીઓએ ગ્રાહકોને રાહત આપતા તત્કાલ કિંમતમાં વધારો કર્યો નથી. પરંતુ હવે તેના તરફથી ઉઠાવવામાં આવી રહેલાં આ પગલાંની અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે. કંપનીઓ તરફથી છેલ્લા કેટલાક મહિના દરમિયાન ઇનપુટ કોસ્ટનો ભાર ગ્રાહકો પર નાખવામાં આવ્યો નથી. કંપનીઓ પોતાનું પ્રોફિટ માર્જિનને એડજસ્ટ કરી કામ ચલાવી રહી હતી. SBI મ્યુચુઅલ ફંડનું કહેવું છે કે કંપનીઓ વધુ સમય સુધી ભાવને રોકી ન રાખી શકે. આવનાર મહિનામાં એફએમસીજી, પેકેજ્ડ ફૂડ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને અન્ય સેક્ટરની કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરી શકે છે.
ક્રૂડ ઓયલની મોંઘવારી
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓયલની ઉથલ-પાથલ હંમેશા દેશમાં મોંઘવારી નક્કી કરવામાં મોટું ફેક્ટર રહી છે. જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓયલના ભાવ આગામી 5-6 મહિના સુધી ઊંચા સ્તરે રહે છે તો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધી શકે છે. જ્યારે પણ તેલના ભાવ વધે છે તો ટ્રાન્સપોર્ટ્રેશન અને લોજિસ્ટિક ખર્ચ વધે છે. ડીઝલ મોંઘુ થવાથી ગાડીઓના ભાડા વધશે. મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની રનિંગ કોસ્ટ વધશે અને તેની અસર દરેક નાની-મોટી વસ્તુ પર જોવા મળશે.
રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો સંભવ
મોંઘવારીનો બદલાતો મિજાજ આરબીઆઈને કડક વલણ અપનાવવા માટે મજબૂર કરી શકે છે. એસબીઆઈ મ્યુચુઅલ ફંડ તરફથી અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે આરબીઆઈ મોંઘવારી દરને કાબુમાં કરવા માટે રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. તેનાથી રેપો રેટ વધી 6.25% સુધી પહોંચી શકે છે. રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે આશરે 1 ટકાનો રિયલ વ્યાજદરને બનાવી રાખવા માટે પોલિસી રેટ ઓછામાં ઓછો 6.25 ટકા હોવો જરૂરી છે. રિઝર્વ બેંકે 2027 માટે CPI નું અનુમાન 5.2 રાખ્યું છે. તે 4 ટકાના આદર્શ લક્ષ્યથી ખુબ વધુ છે. તેથી રિઝર્વ બેંકે રેટ કપ કરવાની જગ્યાએ રેપો રેટ વધારવાનો માર્ગ પસંદ કરવો પડી શકે છે.