Post Office Time Deposit Benefit: 5 વર્ષમાં ₹500000 ની કમાણી.... જોખમ પણ 'Zero', પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ
Post Office Time Deposit Scheme: વાત જોખમ ફ્રી રોકાણ અને જબરદસ્ત રિટર્નની હોય તો પછી પોસ્ટ ઓફિસની યોજના શાનદાર વિકલ્પ સાબિત થઈ શકે છે. તેમાં તમારી પાઈ-પાઈ પર સુરક્ષાની ગેરંટી ખુદ સરકાર આપે છે.
પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સ્મોલ સેવિંગ સ્કીમ્સ (Small Saving Schemes), બાળકો, વૃદ્ધો કે યુવાનો બધા માટે છે. વાત સુરક્ષિત રોકાણની હોય કે પછી જબરદસ્ત રિટર્નની, આ સરકારી યોજનાઓ દરેક દ્રષ્ટિએ પોપ્યુલર થઈ રહી છે. તેમાં રોકાણ પર સરકાર તરફથી સારૂ વ્યાજ આપવામાં આવે છે, જેનાથી નાની-નાની બચત દ્વારા પણ મોટું ફંડ ભેગું કરી શકાય છે. તેમાં સામેલ પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (Post Office Time Deposit Scheme) ની વાત કરીએ તો એક સાથે પૈસા જમા કરવા પર તમે માત્ર 5 લાખથી વધુની કમાણી માત્ર વ્યાજથી કરી શકો છો.
Risk Free છે પોસ્ટ ઓફિસની આ યોજના
પોતાની બચતને એવી જગ્યાએ રોકાણ કરવા ઈચ્છો છો, જ્યાં શાનદાર રિટર્નની સાથે તમારા પૈસા સુરક્ષિત રહે, તો પોસ્ટ ઓફિસની યોજના શાનદાર વિકલ્પ સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં કરવામાં આવેલા દરેક નાના-મોટા રોકાણ પર સુરક્ષાની ગેરંટી ખુદ સરકાર આપે છે. એટલે કે ઝીરો રિસ્ક કે રિસ્ક ફ્રી સેવિંગ સ્કીમ (Zero Risk Saving Scheme) હોય છે.
આ પણ વાંચોઃ Gold-Silver Price Crash: સોના-ચાંદીમાં ભારે કડાકો: ચાંદી હાઈથી ₹2.71 લાખથી વધુ સસ્તી
સરકાર આપી રહી છે 7.50 ટકા સુધીનું ધાંસૂ વ્યાજ
Post Office Time Deposit Scheme માં રોકાણ પર સરકાર ધાંસૂ વ્યાજ ઓફર કરી રહી છે અને તે મહત્તમ 7.50 ટકા સુધી છે. આ સરકારી યોજનામાં રોકાણના સમયગાળા પ્રમાણે અલગ-અલગ વ્યાજ આપવામાં આવે છે, જેમ કે 1 વર્ષની ટાઇમ ડિપોઝિટ પર 6.90 ટકા, બે વર્ષના રોકાણ પર 7 ટકા, ત્રણ વર્ષના રોકાણ પર 7.10 ટકા અને 5 વર્ષના રોકાણ પર 7.50 ટકા વ્યાજ મળે છે.
સિંગલ કે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો
પોસ્ટ ઓફિસની ટાઇમ ડિપોઝિટ સ્કીમમાં માત્ર 1000 રૂપિયાના શરૂઆતી રોકાણ દ્વારા ખાતું ખોલાવી શકાય છે અને મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. એટલે કે તમે જેટલા પૈસા વધુ લગાવશો એટલી વધારે કમાણી થશે. તમે આ યોજનામાં સિંગલ કે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો. તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ખાતું ખોલાવી શકો છો.
આ પણ વાંચોઃ PM મોદીએ જ્યારે સોનું ન ખરીદવાનું કહ્યું હતું ત્યારે શું હતા ભાવ, આજે શું કિંમત છે?
વ્યાજથી કઈ રીતે થશે 5 લાખની કમાણી?
હવે સમજીએ આ યોજનામાં એકવાર પૈસા લગાવવા પર 5 લાખની કમાણીના ગણિત વિશે, તો ગણતરી ખુબ સરળ છે. તમારે Post Office Time Deposite ખાતામાં મહત્તમ રોકાણ એટલે કે મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ માટે એક સાથે 11.5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેના પર 7.5 ટકાના વ્યાજદર પ્રમાણે મેચ્યોરિટી પર કુલ રકમ 16,67,440 રૂપિયા મળશે. આ રકમમાં માત્ર વ્યાજથી થનારી કમાણી 5,17,440 રૂપિયા હશે.
Tax માં છૂટનો લાભ પણ મળશે
PO Time Deposit Scheme માં અન્ય ટેન્યોર માટે રોકાણ કરવા પર વ્યાજની વાત કરીએ તો 1 વર્ષના રોકાણ પર 6.9 ટકા, 2 વર્ષના રોકાણ પર 7 ટકા અને ત્રણ વર્ષના રોકાણ પર 7.1 ટકા વ્યાજ આપવામાં આવે છે. એટલે કે 1થી પાંચ વર્ષ માટે પૈસા લગાવી શકો છો. પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટમાં રોકાણકારોને ન માત્ર જોરદાર વ્યાજ મળે છે, પરંતુ તેમાં કરવામાં આવેલા રોકાણ પર ટેક્સ છૂટનો લાભ પણ આપવામાં આવે છે અને આવકવેરા વિભાગની કલમ 80C હેઠળ ટેક્સ બેનિફિટ્સ મળે છે.