SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

હવે વોટ્સએપ પર ચેક કરો તમારું PF બેલેન્સ અને પાસબુક, EPFOએ શરૂ કરી નવી સુવિધા; જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

EPFO એ WhatsApp દ્વારા PF બેલેન્સ, પાસબુક અને છેલ્લા પાંચ ટ્રાન્ઝેક્શન ચેક કરવાની નવી સુવિધા શરૂ કરી છે. હવે EPF મેમ્બર અન્ય કોઈ વેબસાઇટની મદદ વગર મોબાઈલ પર જાણકારી મેળવી શકશે. જાણો WhatsApp પર PF વિગત ચેક કરવાની સંપૂર્ણ પ્રોસેસ.

Written By Gokani Dhaval
Published: Nov 02, 2026, 09:25 AM IST | Updated: Nov 02, 2026, 09:28 AM IST
Image Credit: AI Image
Join

નોકરીયાત વર્ગ માટે સારા સમાચાર છે. હવે તમારે તમારા પ્રોવિડેન્ટ ફંડના ખાતાનું બેલેન્સ ચેક કરવા માટે EPFO ની વેબસાઇટ કે બીજા પ્લેટફોર્મ પર જવાની જરૂર પડશે નહીં. EPFO એ વોટ્સએપ દ્વારા નવી સર્વિસ શરૂ કરી છે. તેની મદદથી કર્મચારી પોતાના મોબાઈલ પર પીએફ બેલેન્સ, પાસબુકની જાણકારી અને ખાતામાં થયેલા છેલ્લા પાંચ ટ્રાન્ઝેક્શન જોઈ શકશે. કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ 1 નવેમ્બર 2026ના EPFO ના 74મા સ્થાપના દિવસ પર આ સુવિધાની શરૂઆત કરી છે. આ નવી સર્વિસનો ઉદ્દેશ્ય પીએફ સાથે જોડાયેલી જાણકારી લોકો સુધી સરળતાથી પહોંચાડવાનો છે. ખાસ વાત છે કે તે માટે કર્મચારીએ અલગ-અલગ પોર્ટલ પર લોગઇન કરવાની જરૂર ઓછી થશે. આવો જાણીએ તમે WhatsApp પર PF બેલેન્સ કઈ રીતે ચેક કરી શકશો.

WhatsApp પર PF બેલેન્સ ચેક કરવાની પ્રોસેસ

Step 1: તમારા મોબાઈલમાં WhatsApp ખોલો અને તમારા પોતાના UAN-રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી +91 8796441800 પર "Hi" કે "Hello" લખી મેસેજ મોકલો.

Step 2: ચેટબોટ તરફથી ભાષા પસંદ કરવાનો વિકલ્પ આવશે. તેમાં તમે તમારી ભાષા પસંદ કરી શકો છો.

Step 3: સ્ક્રીન પર PF Balance, Last 5 Transactions અને Passbook જેવા વિકલ્પ મળશે.  PF બેલેન્સ જાણવા માટે Check Balance પસંદ કરો.

Step 4: તમારી ઓળખની ખાતરી માટે OTP માગવામાં આવશે. રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી દાખલ કરી વેરિફિકેશન પૂર્ણ કરો.

Step 5: વેરિફિકેશન બાદ ઉપલબ્ધ પીએફ એકાઉન્ટ કે Member ID પસંદ કરો. ત્યારબાદ તમારા ખાતાનું બેલેન્સ અને અન્ય જાણકારી સ્ક્રીન પર જોવા મળશે.

 PF ચેક કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખો

- તમારો મોબાઈલ નંબર UAN થી રજીસ્ટર્ડ હોવો જોઈએ.

- OTP વેરિફિકેશનની જરૂર પડી શકે છે.

- અલગ-અલગ કંપનીઓમાં નોકરી કરવા પર એકથી વધુ Member ID જોવા મળી શકે છે.

- માત્ર EPFO ના વેરિફાઇડ WhatsApp નંબરનો ઉપયોગ કરો.

- કોઈ અજાણી વ્યક્તિની સાથે OTP, UAN પાસવર્ડ કે બેંકની વિગત શેર ન કરો.

આ પણ વાંચોઃ EDLI સ્કીમ શું છે? પ્રાઇવેટ નોકરી કરનારાઓને મળે છે 7 લાખ રૂપિયા સુધીનો ફ્રી વીમો

WhatsApp પર મળશે પીએફ સાથે જોડાયેલી ત્રણ સુવિધા

EPFO ની નવી WhatsApp સર્વિસ હેઠળ કર્મચારીઓને ઘણી જરૂરી સુવિધા મળશે.

1. સૌથી પહેલા યુઝર પોતાના પીએફ ખાતામાં જમા કુલ રકમની જાણકારી હાસિલ કરી શકશે. તેનાથી તેને માહિતી મેળવવામાં સરળતા રહેશે કે તેના ખાતામાં કેટલા પૈસા જમા છે.

2. બીજી સેવા પીએફ પાસબુક સાથે જોડાયેલી છે. કર્મચારી WhatsApp પર જ ખાતાની પાસબુકની જાણકારી જોઈ શકશે. તેનાથી પીએપ ખાતામાં જમા થનાર પૈસાનો રેકોર્ડ સમજવામાં મદદ મળશે.

3. ત્રીજી મોટી સુવિધા છેલ્લા 5 ટ્રાન્ઝેક્શનને જોવાની છે. એટલે કે કર્મચારી પોતાના ખાતામાં થયેલા લેટેસ્ટ પાંચ વહીવટની જાણકારી હાસિલ કરી શકશે. તેનાથી તે જાણવામાં સરળતા રહેશે કે કંપની તરફથી પીએફમાં યોગદાન જમા થયું છે કે નહીં. આ સિવાય સર્વિસ પર PMVBRY યોજના સાથે જોડાયેલી જરૂરિયાતને પૂરી કરવા માટે સહાયતા પણ મળશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES