Gold Price Today: દિવાળી પહેલા સોના-ચાંદીમાં આજે જબરદસ્ત કડાકો, હાઈથી ચાંદી 2 લાખ, સોનું 35 હજાર સસ્તું, જાણો આજનો ગોલ્ડ-સિલ્વર રેટ
Gold Rate Today: એક બાજુ જ્યાં દેશમાં નવરાત્રી બાદ હવે દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે કિંમતી ધાતુઓ સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર મોટો કડાકો જોવા મળ્યો છે. જો તમે સોનું ચાંદી ખરીદવાનું વિચારતા હશો તો તમારા માટે ખુશખબર છે. ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો.
Gold Rate Today: એક બાજુ જ્યાં દેશમાં નવરાત્રી બાદ હવે દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે કિંમતી ધાતુઓ સોના અને ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર મોટો કડાકો જોવા મળ્યો છે. જો તમે સોનું ચાંદી ખરીદવાનું વિચારતા હશો તો તમારા માટે ખુશખબર છે. ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો.
એકબાજુ જ્યાં દિવાળી નજીક અને ધનતેરસ, દિવાળી જેવા તહેવારો પર પુષ્કળ ખરીદી થતી હોય છે ત્યારે ભારતમાં તહેવારોની સીઝનમાં સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. વાયદા બજાર MCX પર સોનું ચાંદી આજે ઘટેલા ભાવે જોવા મળ્યા છે જ્યારે IBJA ઉપર આજે પણ ભાવ ઘટ્યા અને સોનું 1364 રૂપિયા તૂટીને ખુલ્યું જ્યારે ચાંદી 6678 રૂપિયાના ઘટાડા સાથે ખુલી.
આજનો સોના અને ચાંદીનો લેટેસ્ટ ભાવ
IBJA વેબસાઈટ પર આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ જોઈએ તો 1364 રૂપિયા ખુલીને 140891 રૂપિયા પર ખુલ્યું છે જે કાલે 142255 રૂપિયા પર બંધ થયું હતું. જયારે એક કિલો ચાંદીના ભાવમાં તોતિંગ 6678 રૂપિયા ઘટ્યા છે અને ભાવ 183800 રૂપિયા પર પહોંચ્યો જે કાલે 190478 રૂપિયા પર બંધ થયો હતો.
અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ નથી. એસોસિએશન દિવસમાં બેવાર ભાવ જાહેર કરે છે તથા શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓ પર નવા ભાવ જાહેર થતા નથી.
કેરેટ પ્રમાણે ભાવ
ઓલટાઈમ હાઈથી કેટલા સસ્તા સોના-ચાંદી
IBJA ઓલટાઈમ હાઈ ભાવ (29 જાન્યુઆરી 2026)
- 24 કેરેટ સોનું - 176121 રૂપિયા
- એક કિલો ચાંદી- 385933 રૂપિયા
લેટેસ્ટ ભાવ (30 ઓક્ટોબર 2026)
- 24 કેરેટ સોનું - 140891 રૂપિયા
- એક કિલો ચાંદી- 183800 રૂપિયા
ઓલટાઈમ હાઈથી સોનું 35,230 રૂપિયા અને ચાંદી 202,133 રૂપિયા સસ્તા
વાયદા બજારના લેટેસ્ટ ભાવ
MCX પર 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.85 ટકા ગગડીને 141389 રૂપિયાની આસપાસ પહોંચ્યું છે જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદીનો ભાવ 2.49 ટકા તૂટીને 184740 રૂપિયાના સ્તરે પહોંચી છે.
સોના અને ચાંદીમાં ભયંકર કડાકાથી એક બાજુ જ્યાં ખરીદારો ખુશ છે ત્યારે જેમણે પૈસા રોકી રાખ્યા છે તે રોકાણકારો માટે ચિંતાનું કારણ જોવા મળ્યું છે. જાન્યુઆરીમાં રેકોર્ડ હાઈ પર પહોંચેલા સોના અને ચાંદી ત્યારબાદ સતત ગગડતા જોવા મળ્યા છે. બ્રિકવર્ક રેટિંગ્સના રાજીવ શરણના જણાવ્યાં મુમજબ ઓક્ટોબરના રેકોર્ડ સ્તરથી સોનામાં લગભગ 5 ટકાનો ઘટાડો છે. તેઓ તેને હાલ તેજીના ટ્રેન્ડમાં ફેરફારની જગ્યાએ સામાન્ય કરેક્શન ગણે છે. સોનામાં કડાકાના મુખ્ય 5 કારણ છે.
સોનામાં કડાકાના કારણો
- પ્રોફિટબુકિંગ- રેકોર્ડ તેજી બાદ રોકાણકારોએ નફો કાઢવાનો શરૂ કરી દીધો.
- ડોલરમાં મજબૂતી- જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે સોનાના ભાવ પર દબાણ આવે છે.
- અમેરિકી બોન્ડ યીલ્ડ- યીલ્ડ વધવાથી રોકાણકારો માટે વ્યાજ આપનારી સંપત્તિઓ વધુ આકર્ષક બને છે. જ્યારે સોનું વ્યાજ આપતું નથી.
- ફેડથી અપેક્ષા- વ્યાજદરોમાં કાપની આશા ઓછી હોવાના કારણે સોનાને મળતો સપોર્ટ ઓછો થયો છે.
- જિયો પોલિટિકલ તણાવ- સુરક્ષિત રોકાણ તરીકે સોનાની ડિમાન્ડમાં થોડો ઘટાડો થયો છે.
રાજીવ શરણનું એવું માનવું છે કે નજીકના ભવિષ્યમાં સોનાના ભાવમાં ઉતાર ચડાવ ચાલુ રહી શકે છે. અમેરિકી ફેડની મોનિટરી પોલિસી અને ડોલરની દિશા બજાર માટે મહત્વપૂર્ણ રહેશે.
ચાંદી કેમ ધડામ થઈ રહી છે?
- ક્રૂડ ઓઈલ- એક્સપર્ટ મુજબ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાથી મોંઘવારી વધવાની આશંકા મજબૂત થઈ છે.
- વ્યાજદર અંગે ચિંતા- જો મોંઘવારી વધે તો અમેરિકી ફેડ માટે વ્યાજદરોમાં કાપ કરવો મુશ્કેલ બની શકે. તેનાથી સોના અને ચાંદી જેવી સંપત્તિઓ પર દબાણ વધી શકે.
- શેર બજારમાં નબળાઈ અને કેશની જરૂર- અનિશ્ચિતતા વધવાથી રોકાણકારો નુકસાનની ભરપાઈ કરવા માટે પોતાની કિંમતી ધાતુઓનું હોલ્ડિંગ વેચી શકે છે.
- ચાંદીની ઈન્ડસ્ટ્રિયલ ડિમાન્ડ- ચાંદીનો ઉપયોગ ફક્ત રોકાણમાં જ નહીં પરંતુ અનેક ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ થાય છે. આથી વૈશ્વિક આર્થિક ગતિવિધિઓ ધીમી પડતા તેની માંગ પ્રભાવિત થઈ શકે છે.