• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /19 નવેમ્બરે ખુલશે આ કંપનીનો IPO, પ્રાઇસ બેન્ડ 232થી 245 રૂપિયા, જાણો GMP

19 નવેમ્બરે ખુલશે આ કંપનીનો IPO, પ્રાઇસ બેન્ડ 232થી 245 રૂપિયા, જાણો GMP

Upcoming IPO: કંપનીએ તેના IPO માટે પ્રતિ શેર 232 રૂપિયાથી 245 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રોકાણકારો આ IPOમાં 19 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી રોકાણ કરી શકશે, જ્યારે મોટા સંસ્થાકીય રોકાણકારો 18 નવેમ્બર સુધી રોકાણ કરવાની તક મળશે.

Written ByChudasama Krushnapalsinh
Published: Nov 13, 2026, 04:17 PM IST|Updated: Nov 13, 2026, 04:20 PM IST
joinshare
19 નવેમ્બરે ખુલશે આ કંપનીનો IPO, પ્રાઇસ બેન્ડ 232થી 245 રૂપિયા, જાણો GMP

About the Author

    Chudasama Krushnapalsinh

    Chudasama Krushnapalsinh

    2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
    Read More

    ટ્રેન્ડિંગ

    • ન્યૂઝ
    • ફોટો
    • વીડિયો
    IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

    IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

    2

    Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

    3

    UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

    4

    મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

    5

    ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Upcoming IPO: દિલ્હી સ્થિત મટિરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ ભાડે આપતી કંપની, વાત્રાણા રેન્ટલ્સે(Watrana Rentals IPO) તેના IPO માટે પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. રોકાણકારો 19 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી આ IPOમાં રોકાણ કરી શકશે, જ્યારે એન્કર રોકાણકારો 18 નવેમ્બર સુધી બોલી લગાવવાની તક મળશે. કંપની આ IPO દ્વારા આશરે ₹120 કરોડ ભેગું કરવાનો ટારગેટ રાખી રહી છે. આ આખો IPO એક નવો ઇશ્યૂ હશે, જેમાં કંપની 49.02 લાખ નવા શેર જાહેર કરશે. આનો અર્થ એ થયો કે IPOમાંથી મળેલી રકમ સીધી કંપનીને જશે.

    કંપની શું કરે છે?

    વત્રાણા રેન્ટલ્સ(Watrana Rentals IPO)એ દિલ્હીમાં આવેલી કંપની છે, જે સંજીવ કુમાર વત્રાણા અને રાજીવ કુમાર વત્રાણા દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. કંપની મુખ્યત્વે મટિરિયલ હેન્ડલિંગ સાધનો ભાડે આપે છે. તે ભાડા માટે ફોર્કલિફ્ટ, રીચ ટ્રક અને પાવર્ડ પેલેટ ટ્રક આપે છે. તે નવા અને વપરાયેલા મટિરિયલ હેન્ડલિંગ સાધનો પણ વેચે છે અને બેટરીની ડીલ કરે છે. વત્રાણા રેન્ટલ્સની સેવાઓનો ઉપયોગ ઓટોમોબાઈલ, ટાયર, પીણાં, કાચ, કાગળ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ જેવા ક્ષેત્રોમાં થાય છે.

    કંપની IPOના ભંડોળનું શું કરશે?

    વત્રાણા રેન્ટલ્સ IPOના પૈસાનો નોંધપાત્ર હિસ્સો તેના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે રોકાણ કરશે. કંપની નવા મટિરિયલ હેન્ડલિંગ સાધનો, એરિયલ વર્ક પ્લેટફોર્મ અને બેટરી ખરીદવા માટે આશરે 98.12 કરોડ રૂપિયા ખર્ચ કરશે. બાકીની રકમનો ઉપયોગ સામાન્ય વ્યવસાયિક જરૂરિયાતો અને IPO-સંબંધિત ખર્ચ માટે કરવામાં આવશે.

    IPO ફાળવણી અને લિસ્ટિંગ ક્યારે થશે?

    IPOમાં રોકાણ 19 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી ઉપલબ્ધ થશે. શેર ફાળવણી 25 નવેમ્બર સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. કંપનીના શેર 27 નવેમ્બરના રોજ NSE Emerge પ્લેટફોર્મ પર લિસ્ટ થવાની ધારણા છે. આ IPO માટે OneView કોર્પોરેટ એડવાઇઝર્સને મર્ચન્ટ બેન્કર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

    કંપનીનો GMP કેટલો છે?

    કંપનીની કમાણી અને નફામાં વધારો વાત્રાણા રેન્ટલ્સના નાણાકીય પરિણામો પણ સારા રહ્યા છે. કંપનીના GMP વિશે વાત કરીએ તો 0 રૂપિયા ચાલી રહ્યો છે.

    કંપનીએ જૂન 2026માં પૂરા થયેલા ક્વાર્ટરમાં 53.5 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી. આ સમયગાળા દરમિયાન તેનો નફો 7.68 કરોડ રૂપિયા હતો. માર્ચ 2026માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં, તેનો નફો 19.3 ટકા વધીને 29.2 કરોડ રૂપિયા થયો. કંપનીનો નફો પાછલા નાણાકીય વર્ષમાં ઓછો હતો. તેવી જ રીતે, કંપનીની કમાણી, અથવા આવકમાં પણ 17.8 ટકાનો વધારો થયો. નાણાકીય વર્ષ 2025-2026માં કંપનીની આવક વધીને 211.4 કરોડ રૂપિયા થઈ છે.

    Disclaimer: શેર બજારમાં રોકાણ કરવું જોખમી છે, રોકાણ પહેલા એક્સપર્ટની સલાહ લો. ZEE 24 કલાક ફક્ત જાણકારી આપે છે. આ રોકાણની સલાહ નથી. 

    Add Zee News as a Preferred Source
    TAGS:
    IPO News