વેચાઈ રહી છે આ સરકારી બેંક, કેબિનેટે આપી મંજૂરી, કેનેડાની કંપની ખરીદશે
IDBI Bank Sale : IDBI બેંકના લાંબા સમયથી ચાલતા વેચાણ માટે હવે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સરકાર અને LIC IDBI બેંકમાં હિસ્સો વેચી રહી છે, જે કેનેડાની એક કંપની દ્વારા ખરીદવામાં આવશે.
IDBI Bank Sale : ભારતના બેંકિંગ ક્ષેત્રમાં એક મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે. કેન્દ્રીય કેબિનેટે IDBI બેંકના વ્યૂહાત્મક પુનર્ગઠનને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ સરકાર બેંકમાંનો તેનો 60.72% હિસ્સો ₹52,877 કરોડમાં કેનેડિયન કંપની ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સને વેચશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વ્યૂહાત્મક ભાગીદારી IDBI બેંકમાં નવી મૂડી લાવશે અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, નાના ઉદ્યોગો તેમજ નવા સાહસિકો માટે વિકાસની તકો ઊભી કરશે.
દિવાળી પહેલા રેલવે કર્મચારીઓ માટે ખુશખબર, મોદી સરકારે આપી મોટી ભેટ!
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકાર અને લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) સંયુક્ત રીતે પુનર્ગઠિત કંપનીમાં 34% હિસ્સો જાળવી રાખશે. તેમણે ઉમેર્યું હતું કે આ 34% હિસ્સો જાળવી રાખવાથી ભારત સરકાર અને LIC બંને પાસે રહેલા હોલ્ડિંગ્સનું મૂલ્ય નોંધપાત્ર રીતે વધશે.
કેબિનેટ આપી મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ IDBI બેંક માટે ફેરફેક્સને વ્યૂહાત્મક ખરીદદાર તરીકે મંજૂરી આપી છે. આ સોદામાં બેંકમાં સરકારનો 30.48% હિસ્સો અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)નો 30.24% હિસ્સો વેચવાનો સમાવેશ થાય છે.
જોકે, આ હિસ્સાના વેચાણ બાદ સરકાર બેંકમાં 15% હિસ્સો જાળવી રાખશે, જ્યારે LIC પાસે 19% હિસ્સો રહેશે. આમ તેમનો સંયુક્ત હિસ્સો 34% થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે એકવાર આ સોદો પૂર્ણ થયા પછી ભારતના નાણાકીય ક્ષેત્રમાં સૌથી મોટું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) સાબિત થશે.
2022માં વેચાણની કરી હતી જાહેરાત
IDBI બેંક માટે વેચાણ પ્રક્રિયાની જાહેરાત સૌપ્રથમ 2022માં કરવામાં આવી હતી પરંતુ નિયમનકારી અને પ્રક્રિયાગત અવરોધોને કારણે વિલંબનો સામનો કરવો પડ્યો હતો. સરકારની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા પછી માર્ચમાં તેને અટકાવી દેવામાં આવી હતી. જોકે, પ્રક્રિયા હવે અંતિમ સ્વરૂપ આપવામાં આવી છે અને તેને કેબિનેટ મંજૂરી મળી ગઈ છે.