ટાટા ગ્રુપનો વિવાદ વધુ ઘેરો બન્યો? નોએલ ટાટાએ માંગ્યું બોર્ડ મીટિંગનું રેકોર્ડિંગ, ટાટા સન્સે કેમ ના પાડી?
Tata Boardroom Tussle: ટાટા સન્સ દ્વારા નોએલ ટાટાની 17 સપ્ટેમ્બરની બોર્ડ મીટિંગ રેકોર્ડિંગ આપવાની માંગને મનાઈ કરી દીધી છે, ચાલો જાણીએ કે એન ચદ્રશેખરનની એપોઈમેન્ટ અને ટાટા ગ્રુપના અંદર ચાલી રહેલા આ વિવાદની સંપૂર્ણ કહાની વિશે.
Tata Boardroom Tussle: દેશના સૌથી મોટા ગ્રુપમાંથી એક ટાટા ગ્રુપમાં છેલ્લા કેટલાક સમયથી બધુ બરાબર ચાલી રહ્યું નથી, છેલ્લા કેટલાક દિવસથી ટાટા સન્સ અને નોએલ ટાટા વચ્ચેનો વિવાદ ખુલ્લીને સામે આવ્યો છે, પણ ટાટા સન્સએ ટાટા ટ્રસ્ટના ચેયરમેન નોએલ ટાટાની એક માગને મનાઈ કરી દીધી છે. વાત એમ છે કે નોએલ ટાટાએ 17 સપ્ટેમ્બરના રોજ થયેલી બોર્ડ મીટિંગની ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગની માંગણી કરી હતી, જેમાં એન ચંદ્રશેખરનને ફરી ટાટા સન્સના ચેયરમેન પસંદ કરવામાં આવ્યા હતા. આ મીટિંગ દરમિયાન નોએલ ટાટા એકલા એવા ડાયરેક્ટર હતા જેમણે એન ચંદ્રશેખરનની ફરી એપોઈમેન્ટનો વિરોધ કર્યો હતો. જે બાદ એ સવાલ કરવામાં આવી રહ્યો હતો કે ટાટાના બોર્ડરૂમમાં કેમ વિવાદ ચાલી રહ્યો છે, ટાટા સન્સ દ્વારા રેકોર્ડિંગ દેવાથી કેમ મનાઈ કરવામાં આવી છે.
રેકોર્ડિંગ આપવાથી મનાઈ કેમ કરવામાં આવી ?
ટાટા સન્સની કંપની સેક્રેટરી સુપ્રકાશ મુખોપાધ્યાયએ 9 નવેમ્બરના રોજ ટાટા ટ્રસ્ટને એક ચીઠ્ઠી મોકલીને કંપનીના હાલની માહિતી માગી હતી, કંપની દ્વારા જણાવવામાં આવ્યું કે આમને સામને થનારી બોર્ડ મીટિંગની ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ ડાયરેક્ટર સાથે શેર કરવાની પરંપરા નથી. નિયમો મુજબ વીડિયો રેકોર્ડિંગ તે જ સમયે જરૂરી હોય છે, જ્યારે કોઈ ડાયરેક્ટર ઓનલાઈન મીટિંગમાં જોડાય છે, ટાટા સન્સ દ્વારા એ પણ સાફ કરવામાં આવ્યું કે એવી રેકોર્ડિંગને ના ત સંભાળીને રાખવાની જરૂર છે અને ન તો કોઈને આપવામાં આવે.
મોબાઇલ રિચાર્જ માટે દર મહિને ચૂકવવા પડશે 350 રૂપિયા? એરટેલના ફાઉન્ડરે કેમ કહી આ વાત, જાણો
કંપનીએ જણાવ્યું હતું કે 17 સપ્ટેમ્બરની બેઠકના ડ્રાફ્ટ મિનિટ્સ 1 ઓક્ટોબરના રોજ બોર્ડની એપ પર અપલોડ કરવામાં આવ્યા હતા, અને 8 ઓક્ટોબરના રોજ મળેલા સૂચનોને અનુસરીને જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા. જ્યારે આ દસ્તાવેજ આગામી બોર્ડ મીટિંગમાં રજૂ કરવામાં આવશે, ત્યારે ડિરેક્ટરો તેમના મંતવ્યો વ્યક્ત કરી શકશે. વધુમાં, ચંદ્રશેખરનની નિમણૂક અંગેની માહિતી કંપની કાયદા હેઠળ નિર્ધારિત સમયમર્યાદામાં કંપનીના રજિસ્ટ્રારને સુપરત કરવામાં આવી છે.
નોએલ ટાટાએ મીટિંગનું રેકોર્ડિંગ શા માટે માંગ્યું?
નોએલ ટાટાએ બોર્ડ મીટિંગનું રેકોર્ડિંગ કરવાની વિનંતી એન ચંદ્રશેખરનના કાર્ય અને કંપનીના ભવિષ્ય અંગેના ઊંડા મતભેદોમાંથી ઉદ્ભવી છે. સૌથી મહત્વપૂર્ણ મુદ્દો ટાટા સન્સના શેરબજાર લિસ્ટિંગનો છે. નોએલ ટાટા માને છે કે ચંદ્રશેખરન હોલ્ડિંગ કંપનીને જાહેરમાં જતા અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં નિષ્ફળ ગયા હતા. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે કંપનીએ RBI નિયમોનું પાલન કરવું જોઈએ. નોએલ ટાટાએ 2017થી ચંદ્રશેખરનના કાર્યકાળ દરમિયાન એર ઇન્ડિયા, ડિજિટલ વેન્ચર્સ અને ઇલેક્ટ્રોનિક્સ વ્યવસાય જેવા મુખ્ય નિર્ણયોના પ્રદર્શન પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.
17 સપ્ટેમ્બરની બેઠકમાં શું થયું?
અહેવાલો અનુસાર, 17 સપ્ટેમ્બરના રોજ બોમ્બે હાઉસ ખાતે યોજાયેલી બેઠક દરમિયાન, નોએલ ટાટાએ ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ અને શેરધારકની મંજૂરી માટેના કાનૂની આધાર પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેઓ બેઠક અધવચ્ચે જ છોડી ગયા. તેમના ગયાના એક કલાકમાં, ટાટા સન્સે જાહેરમાં ચંદ્રશેખરનની નિમણૂકની જાહેરાત કરી. રસપ્રદ વાત એ છે કે, ટાટા ટ્રસ્ટના અન્ય નોમિની ડિરેક્ટર વેણુ શ્રીનિવાસને પોતે ચંદ્રશેખરનની તરફેણમાં મતદાન કર્યું હતું.