Gold Price Today: એક ઝટકે આટલા ઘટી ગયા સોનાના ભાવ, ચાંદી પણ ખુબ ગગડી, 24-22 કેરેટ સોનાનો પ્રતિ ગ્રામ આજનો ભાવ જાણો
Gold Rate Today: આ અઠવાડિયાની શરૂઆતથી કિંમતી ધાતુઓમાં ફરીથી ઉતારચડાવનો માહોલ જોવા મળી રહ્યો છે. IBJA પર ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે વાયદા બજારમાં ભાવ ફરી ઊચકાયા છે. જાણો લેટેસ્ટ રેટ.
રિટેલ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ભારતીય વાયદા બજાર (MCX) પર ભાવ લીલા નિશાનમાં છે એટલે કે રિકવરી મોડમાં છે. વૈશ્વિક પરિસ્થિતિઓ, ઘર આંગણે સોના અને ચાંદીની ડિમાન્ડ, ડોલરની સ્થિતિ, ક્રૂડ ઓઈલના ભાવ વગેરે એવા પરિબળો છે જે સોના અને ચાંદીના ભાવ પર અસર કરે છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો આજનો લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
આજનો સોના અને ચાંદીનો ભાવ
IBJAની વેબસાઈટ પર આજના 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 920 રૂપિયા તૂટીને 147278 રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે સાંજે 148198 પર બંધ થયો હતો. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં આજે 3176 રૂપિયા ઘટ્યા છે અને ભાવ 220981 રૂપિયાના સ્તરે ખુલ્યો છે જે કાલે સાંજે 224157 રૂપિયાની સપાટીએ બંધ થયો હતો. અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. એસોસિએશન દિવસમાં બેવાર ભાવ જાહેર કરે છે. શનિવારે અને રવિવારે તથા રજાઓના દિવસે ભાવ જાહેર થતા નથી.
કેરેટ પ્રમાણે ભાવ
- 24 કેરેટ સોનાનો ભાવ- 14869 રૂપિયા પ્રતિ ગ્રામ
- 22 કેરેટ સોનાનો ભાવ- 14512 રૂપિયા પ્રતિ ગ્રામ
- 20 કેરેટ સોનાનો ભાવ- 13233 રૂપિયા પ્રતિ ગ્રામ
- 18 કેરેટ સોનાનો ભાવ- 12044 રૂપિયા પ્રતિ ગ્રામ
- 14 કેરેટ સોનાનો ભાવ- 9590 રૂપિયા પ્રતિ ગ્રામ
- શુદ્ધ ચાંદી : 221954 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
(સ્ત્રોત: IBJA)
વાયદા બજારના લેટેસ્ટ ભાવ
MCX પર ભાવ જોઈએ તો 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું બપોરેના 1.40 વાગ્યાની આસપાસ 0.11 ટકા ઉછળીને 149475 રૂપિયાના સ્તરે અને 4 ડિસેમ્બરના વાયદાવાળી જ એક કિલો ચાંદી 0.01 ટકાના વધારા સાથે 226110 રૂપિયાની સપાટીએ જોવા મળી છે.
સોનું ખરીદતી વખતે શું ધ્યાન રાખવું?
હવે તહેવારો અને ત્યારેબાદ લગ્નગાળો આવશે એટલે ભારતમાં સોના અને ચાંદીની ખરીદી વધશે. ત્યારે આ કિંમતી ધાતુઓ ખરીદતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.
- ભાવ ક્રોસ ચેક કરવા જોઈએ- દુકાનદારના ત્યાં જાઓ ત્યારે સોનાનું યોગ્ય વજન અને ખરીદીના દિવસની તેની કિંમતને અન્ય સોર્સ જેમ કે IBJA સાથે ક્રોસ ચેક કરવા જોઈએ. કેરેટ પ્રમાણે સોનાના ભાવ અલગ અલગ હોય છે.
- સર્ટિફાઈડ ગોલ્ડ ખરીદવું- સોનું ખરીદતી વખતે હંમેશા BIS (બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ)નો હોલમાર્ક લાગેલો છે કે નહીં તે ખાસ ચેક કરવો. આ હોલમાર્કવાળું સોનું જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. જેનાથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.