SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold-Silver Price Today: દિવાળી પહેલા ખુબ સસ્તી થઈ ચાંદી, સોનાના ભાવ આજે ફરીથી ઘટી ગયા, જાણો 24-22 કેરેટ સોનાનો આજનો ભાવ

Gold Rate Today: એકબાજુ જ્યાં દિવાળીના આગમનના ભણકારા છે ત્યાં બીજી બાજુ સોનું ચાંદી ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે આજે બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજાર અને IBJA બંનેમાં હાલ ભાવ ઘટાડા સાથે જોવા મળ્યા છે.

Written By Viral Raval
Published: Oct 29, 2026, 02:41 PM IST | Updated: Oct 29, 2026, 02:45 PM IST
Image Credit: Gold Rate Today: એકબાજુ જ્યાં દિવાળીના આગમનના ભણકારા છે ત્યાં બીજી બાજુ સોનું ચાંદી ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે આજે બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજાર અને IBJA બંનેમાં હાલ ભાવ ઘટાડા સાથે જોવા મળ્યા છે.
Join


દિવાળીને જ્યાં ગણતરીના દિવસો બાકી છે ત્યાં આજે વળી પાછો સોના અને ચાંદીમાં કડાકો જોવા મળ્યો છે. IBJA પર 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં 563 રૂપિયા અને એક કિલો ચાંદીના ભાવમાં 2945 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુ વાયદા બજારમાં પણ સોનું અને ચાંદી લાલ નિશાનમાં છે. સોનું 1.43 લાખ જ્યારે ચાંદી 1.91 લાખની આસપાસ છે.

આજનો સોના અને ચાંદીનો ભાવ

IBJA વેબસાઈટના આજના ખુલતા ભાવ મુજબ 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં આજે 563 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને ભાવ 142144 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. જે કાલે 142707 રૂપિયાની સપાટીએ બંધ થયો હતો. ચાંદીમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. ભાવ 2945 રૂપિયા જેટલો ઘટીને 190497 રૂપિયા પર પહોંચી ગયો જે કાલે 193442 પર બંધ થયો હતો. 

અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. આ ભાવ દિવસમાં બેવાર જાહેર થાય છે અને શનિવાર તથા રવિવાર અને જાહેર રજાઓ પર નવા ભાવ જાહેર કરવામાં આવતા નથી.

કેરેટ પ્રમાણે ભાવ

વાયદા બજારના લેટેસ્ટ ભાવ

વાયદા બજારમાં બપોરે 2.15 કલાકની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.40 ટકાના ઘટાડા સાથે 143137 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું હતું. જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 1.23 ટકાના ઘટાડા સાથે 191940 રૂપિયાની સપાટીએ જોવા મળી.

અમેરિકી બેંકના નિર્ણયની અસર?

અત્રે જણાવવાનું કે અમેરિકી કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વના એક નિર્ણય બાદ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. બેંકે ઓક્ટોબરમાં વ્યાજ દરોને 3.75 ટકાથી 4 ટકાના દાયરામાં યથાવત રાખવાનો નિર્ણય લીધો. 28 ઓક્ટોબરે થયેલી બેઠકમાં 10 અધિકારીઓએ દરોને સ્થિર રાખવાનો પક્ષ રજૂ કર્યો હતો. જ્યારે બે અધિકારીઓએ વ્યાજ દરોમાં 0.25 ટકાના વધારાને સપોર્ટ કર્યો હતો. સપ્ટેમ્બરમાં વ્યાજ વધારા બાદ આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકામાં મોંઘવારીનું દબાણ બનેલું છે જો કે અર્થવ્યવસ્થા પણ મજબૂત સ્થિતિમાં છે. ફેડરલ રિઝર્વે અમેરિકી અર્થવ્યવસ્થાના એનાલિસિસમાં સુધારો કરતા તેના ગ્રોથને મજબૂત ગણાવ્યો છે.

જો કે મોંઘવારી હજુ પણ સેન્ટ્રલ બેંકના 2 ટકાના ટાર્ગેટથી ઘણી ઉપર છે. આવામાં હવે બજારની નજર ડિસેમ્બરમાં થનારી બેઠક પર છે. જ્યાં વ્યાજ દરો અંગે આગામી નિર્ણય લેવાઈ શકે છે. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES