Gold Rate Today: આજે ધનતેરસના દિવસે સવાર સવારમાં ધડામ થયા સોના-ચાંદી, ઘટેલા ભાવે ખરીદી કરવા ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ
Gold-Siliver Price Today: આજે ધનતેરસનો તહેવાર છે. આજના દિવસે સોનું અને ચાંદી ખરીદવું શુભ ગણાય છે અને લોકો સારા શુકન ગણીને આ કિંમતી ધાતુઓની ખરીદી કરે છે. આજે સવારે બજાર ખુલતા જ સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો.
જો આજે તમે સોનું કે ચાંદી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. અમેરિકામાં મિડ ટર્મ ઈલેક્શનના પરિણામો આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં આવેલી તેજી લાંબો સમય ટકી નથી અને આજે સવારથી જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક દિવસ અગાઉ એટલે કે 5 નવેમ્બરના રોજ સોનું અને ચાંદી સારી રિકવરી સાથે જોવા મળ્યા હતા. ઓઈલ ટેંકરો પર હુમલા અને ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલી તેજીના કારણે સોના અને ચાંદીના ભાવ પર અસર જોવા મળી રહી છે.
અત્રે જણાવવાનું કે અગાઉ મિડ ટર્મ ચૂંટણીના પરિણામોને કારણે જે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો હતો તેના લીધે બુલિયન માર્કેટને સપોર્ટ મળ્યો હતો. વૈશ્વિક વાયદા બજાર કોમેક્સથી લઈને ભારતીય વાયદા બજાર MCX સુધી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક લેવલ પર સોનું આજે સવારે ગગડીને 4100 ડોલર પ્રતિ ઔંસ નીચે આવી ગયું હતું. ચાંદી પણ તૂટીને 51 ડોલર નજીક આવી ગઈ.
વૈશ્વિક બજારમાં કડાકો
વૈશ્વિક વાયદા બજાર કોમેક્સ પર આજે સવારે સોનું 4053 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળ્યું. કારોબારી સત્ર દરમિયાન એક સમયે તે તૂટીને 4049 ડોલર પ્રતિ ઔંસ સુધી જતું રહ્યું. એ જ રીતે ચાંદી પણ બે ટકાથી થોડી ઓછી તૂટીને 51 ડોલર પ્રતિ ઔંસ આસપાસ ટ્રેડ થતી જોવા મળી હતી.
ભારતીય વાયદા બજારમાં કડાકો
MCX ની વાત કરીએ તો આ કડાકાની અસર ભારતીય વાયદા બજાર ઉપર પણ જોવા મળી અને 4 ડિસેમ્બરના વાયદાવાળું ડોમેસ્ટિક ગોલ્ડ ફ્યૂચર 2124 રૂપિયા તૂટીને 141971 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર થતું જોવા મળ્યું. ચાંદી વાયદાની વાત કરીએ તો તેમાં 3110 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને તે તૂટીને 184030 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી હતી.
IBJA પર સોના અને ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) પોતાની વેબસાઈટ https://ibjarates.com પર દિવસમાં બેવાર સવારે અને સાંજે સોના અને ચાંદીના ભાવ બહાર પાડે છે. આ ભાવ દિવસમાં બપોરે 12 વાગે ખુલતા ભાવ અને સાંજે 5 વાગે બંધ ભાવ જાહેર કરવામાં આવે છે. આજે ખુલતા ભાવ મુજબ 24 કેરેટ સોનાના ભાવ 3106 રૂપિયા તૂટીને 141023 રૂપિયાની સપાટીએ ખુલ્યા જ્યારે કાલે 144129 રૂપિયા પર બંધ થયા હતા. ચાંદીના ભાવમાં 5437 રૂપિયાનો કડાકો નોંધાયો અને ભાવ 181863 રૂપિયા પર ખુલ્યો જે કાલે 187300 રૂપિયા પર બંધ થયો હતો. આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી.
રોકાણકારો માટે શું?
- કોમોડિટી માર્કેટ સાથે જોડાયેલા જાણકારોનું કહેવું છે કે ભારતીય રોકાણકારોએ ઈન્ટરનેશનલ માર્કેટ પ્રાઈસ ઉપરાંત ભારતીય રૂપિયા ઉપર પણ ફોકસ કરવું જોઈએ.
- જો અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયો નબળો પડે તો ભારતમાં સોનાના ભાવ વૈશ્વિક તેજીથી ચડી શકે છે.
- જો રૂપિયો મજબૂત થયો તો ગ્લોબલ માર્કેટની તેજીની અસર ભારતીય બજારમાં કઈક જોવા મળી શકે છે.
- ચાંદીની ઈન્ડસ્ટ્રિયલ ડિમાન્ડ અને તેજીથી ઉતાર ચડાવના કારણે તેમાં સોનાની સરખામણીએ વધુ પ્રાઈસ સ્વિંગ જોવા મળી શકે છે.
- જાણકારોનું સ્પષ્ટ કહેવું છે કે ભલે શોર્ટ ટર્મ ટ્રેન્ડ પોઝિટિવ નજરે ચડે પરંતુ રોકાણકારોએ કોઈ પણ તેજ ઉછાળો જોઈને એક સાથે પૂરા પૈસા લગાવતા બચવું જોઈએ.
અલગ અલગ શહેરમાં ભાવ
(Disclaimer: સોના અને ચાંદીમાં રોકાણ બજાર જોખમો પર આધારિત છે. જો તમે ગોલ્ડ કે સિલ્વરમાં રોકાણ કરવા માંગતા હોવ તો નાણાકીય જાણકારોની સલાહ જરૂર લો.)