SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Rate Today: ધનતેરસ પહેલા બંપર તેજી, ગણતરીના કલાકોમાં સોનામાં 6000 અને ચાંદીમાં 11000 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

Gold-Silver Price Today: દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે. આજે વાકબારસ છે અને આવતી કાલે ધનતેરસ. ધનતેરસે પણ સોના ચાંદીની ખરીદી માટે લોકો ઉમટી પડે છે. ત્યારે દિવાળી ટાણે ભાવમાં ધડાધડ ઘટાડા બાદ હવે વળી પાછી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ફરીથી સોનું અને ચાંદી ઉચકાયા છે.

Written By Viral Raval
Published: Nov 05, 2026, 01:55 PM IST | Updated: Nov 05, 2026, 02:01 PM IST
Image Credit: AI Generated Image
Join

અમેરિકામાં હાલમાં જ મિડ ટર્મ ચૂંટણી થઈ જેમાં સત્તાધારી રિપબ્લિકન પાર્ટી તરફ લોકોની નારાજગી સ્પષ્ટ છલકાઈ. જેના કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મોટો ફટકો પડ્યો અને બંને સદનોમાં બહુમતી ગઈ. જેણે અનેક વૈશ્વિક પરિબળો પર અસર કરી. વૈશ્વિક બજારમાં અમેરિકી ડોલરમાં નબળાઈ આવી, ક્રૂડ ઓઈલમાં કડાકો જોવા મળ્યો જેને કારણે અનિશ્ચિતતાનો માહોલ સર્જાઈ રહ્યો છે અને તે કિંમતી ધાતુઓને સપોર્ટ કરી રહ્યો છે. વૈશ્વિક બજારથી લઈને ઘરઆંગણે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે.

આજનો સોના અને ચાંદીનો ભાવ

IBJAની વેબસાઈટ પર આજના ખુલતા ભાવ જોઈએ તો 24 કેરેટ સોનાના ભાવમાં આજે 2328 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે અને ભાવ 143950 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. જે કાલે 141622 પર બંધ થયો હતો. જ્યારે ચાંદીના ભાવમાં આજે 1749 રૂપિયાનો વધારો નોંધાયો છે અને ભાવ આજે 187882 રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે 186133 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે  બંધ થયો હતો.

અમેરિકાની મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની સજ્જડ હારથી ક્રૂડ ઓઈલ ધડામ થયું, એક જ દિવસમાં ભાવમાં મોટો કડકો, સસ્તું થશે પેટ્રોલ?

અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ નથી. નવા ભાવ શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે જાહેર થતા નથી.

કેરેટ પ્રમાણે ભાવ

વાયદા બજારમાં ભાવ

MCX પર લેટેસ્ટ ભાવ જોઈએ તો બપોરે 1.15ની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું સોનું 1.09 ટકા ઉછળીને 144790 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 0.14 ટકાના ઘટાડા સાથે 187990 પર જોવા મળી.

વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનું 4125 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ જોવા મળ્યું હતું જ્યારે ચાંદી પણ ઉછળીને 52 ડોલર પ્રતિ ઔંસ પાર પહોંચી હતી.

48 કલાકમાં ગજબની તેજી

IBJAના છેલ્લા બે દિવસના ભાવ જોઈએ તો 24 કેરેટ સોનું 3 નવેમ્બરના રોજ 137576 રૂપિયા પર ખુલ્યું હતું જ્યારે આજે 143950 રૂપિયાના સ્તરે ખુલ્યું. એટલે કે માત્ર 48 કલાકમાં સોનાના ભાવમાં 6374 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવ 3 નવેમ્બરના રોજ 176425 પર ખુલ્યા હતા જ્યારે આજે 187882 રૂપિયાની સપાટીએ ખુલ્યા છે. એટલકે 48 કલાકમાં ચાંદી 11457 રૂપિયાના ઉછાળા સાથે જોવા મળી.

દિવાળી પહેલાં મોંઘવારીનો જબરદસ્ત મોટો ઝટકો: ફરી અદાણી CNG ગેસમાં ભાવ વધારો, જાણો પ્રતિ કિલોએ કેટલો વધ્યો?

ઓક્ટોબરમાં જોવા મળ્યો હતો ભારે કડાકો

આ અગાઉ IBJAના ઓક્ટોબરના ભાવ જોઈએ તો 1 ઓક્ટોબરે સોનું 148687 રૂપિયાના સ્તરે જોવા મળ્યું હતું. જ્યારે છેલ્લા કારોબારી દિવસ 30 ઓક્ટોબરે સોનું 140054ના ભાવે બંધ થયું હતું એટલે કે ભાવમાં 8633 રૂપિયા તૂટ્યા હતા. જ્યારે ચાંદીનો ભાવ 221954 રૂપિયા પરથી 181344 પર આવ્યો હતો એટલે કે  ભાવમાં 40610 રૂપિયા ઘટી ગયા હતા. આમ ઓક્ટોબરનો મહિનો કિંમતી ધાતુઓ માટે ભારે મંદીનો માહોલ બની રહ્યો હતો.

સોના અને ચાંદીમાં તેજીના કારણો

મલ્ટિબેગર સ્ટોક કેવી રીતે શોધવો? AIને પૂછ્યું તો આપ્યો ચોંકાવનારો જવાબ, જે બદલી શકે છે તમારી શેર માર્કેટ ટ્રેડિંગ સ્ટ્રેટેજી 

તેજી ટકી રહેશે કે પછી...

સોના અને ચાંદીના ભાવમાં આવેલી હાલની તેજીને જોતા રોકાણકારોને પણ મનમાં એ સવાલ છે કે શું આ રેલી લાંબો સમય સુધી ટકશે કે પછી માત્ર શોર્ટ ટર્મ તેજી છે.  પરંતુ આ મામલે Giottusના સીઈઓ વિક્રમ સુબ્બુરાજનું માનવું છે કે રિકવરી સરળ નહીં રહે. બજાર હજુ પણ એ વાતની આશા રાખીને બેઠું છે કે યુએસ ફેડ રિઝર્વ ડિસેમ્બરમાં વ્યાજ દરમાં વધારો કરી શકે છે. જો ફેડે મોનેટરી પોલીસીને લઈને કડકાઈ આચરી તો તેમાં યુએસ ડોલર અને બોન્ડ યીલ્ડનો સપોર્ટ મળશે. ફેડના આ પગલાં બાદ સોના અને ચાંદીમાં આવેલી તેજી પર બ્રેક લાગી શકે છે. આ ઉપરાંત 6 નવેમ્બરે આવનારા યુએસ એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ ઉપર પણ નજર છે. આ ડેટાથી એ સંકેત મળશે કે ફેડ આગામી બેઠકમાં શું પગલું ભરશે.

(Disclaimer: સોના અને ચાંદીમાં રોકાણ બજાર જોખમો પર આધારિત છે. જો તમે ગોલ્ડ કે સિલ્વરમાં રોકાણ કરવા માંગતા હોવ તો નાણાકીય જાણકારોની સલાહ જરૂર લો.)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES