SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Rate Today: શેર બજારમાં મોટા કડાકા વચ્ચે સોનું અને ચાંદી પણ પછડાયા, ભાવ ઘટ્યા બાદ ગોલ્ડ-સિલ્વરના લેટેસ્ટ રેટ જાણો

સોના અને ચાંદીમાં આજે ફરીથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. રિટેલ બજારમાં બંને કિંમતી ધાતુઓના ભાવ ઘટ્યા છે. જો કે ભારતીય વાયદા બજારમાં સોનું લીલા નિશાનમાં જ્યારે ચાંદી લાલ નિશાનમાં જોવા મળી છે. આ ઉપરાંત આજે શેર બજારમાં પણ હાહાકાર મચી ગયો છે. જાણો આજનો સોના ચાંદીનો લેટેસ્ટ રેટ અને શેર બજારની લેટેસ્ટ સ્થિતિ.

Written By Viral Raval
Published: Oct 08, 2026, 02:22 PM IST | Updated: Oct 08, 2026, 02:30 PM IST
Image Credit: AI Generated Image
Join

સોના અને ચાંદીના ભાવ આજે ફરીથી ગગડ્યા છે. સપ્તાહની શરૂઆત ભાવ ઘટાડાથી થઈ હતી જે આજે પણ ચાલુ જોવા મળ્યો. IBJA પર 24 કેરેટ સોનાના ભાવમાં આજે 304 રૂપિયા ગગડી છે જ્યારે એક કિલો ચાંદી 2821 રૂપિયા તૂટી છે. વાયદા બજારમાં જો કે સ્થિતિ અલગ જોવા મળી રહી છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો આજનો રેટ  ખાસ ચેક કરો.

આજનો સોના અને ચાંદીનો ભાવ
IBJAની વેબસાઈટ પર દર્શાવેલા ભાવ મુજબ આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 304 રૂપિયા તૂટીને 147463 રૂપિયાની સપાટી પર ખુલ્યું છે. જે કાલે 147767 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં આજે 2821 રૂપિયા ઘટ્યા છે અને ભાવ 218045 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો જે કાલે 220866 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.

આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. એસોસિએશનના ભાવ દિવસમાં બેવાર જાહેર થાય છે. ખુલતા ભાવ અને સાંજે બંધ ભાવ. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે નવા ભાવ જાહેર કરવામાં આવતા નથી.

કેરેટ પ્રમાણે ભાવ

વાયદા બજારના ભાવ
ભારતીય વાયદા બજાર (MCX) પર આજે બપોરે 2 વાગ્યાની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.17 ટકાના વધારા સાથે 149353 રૂપિયાના સ્તરે છે. જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 1.07 ટકાના ઘટાડા સાથે 221163 રૂપિયાની સપાટીએ જોવા મળી છે.

શેર બજારમાં પણ જોવા મળી ભારે તબાહી
મામૂલી ઘટાડા સાથે બજાર ખુલ્યા બાદ આજે અચાનક સેન્સેક્સ અને નિફ્ટી ધડામ થવાના ચાલુ થઈ ગયેલા જોવા મળ્યા. જેમ જેમ ટ્રેડિંગ વધતું ગયું ત્યારબાદ તો બંને ઈન્ડેક્સ ક્રેશ થઈ ગયા. લેટેસ્ટ સ્થિતિ મુજબ બપોરે 2 વાગ્યાની આસપાસ પણ બીએસઈનો સેન્સેક્સ 1109.57 પોઈન્ટ તૂટીને 71529 પોઈન્ટ પર જોવા મળ્યો છે. જ્યારે એનએસઈનો નિફ્ટી 50 સૂચકઆંક 381 પોઈન્ટ ગગડીને 22222.05 પોઈન્ટ પર જોવા મળ્યો છે.

કયા સ્ટોક્સ ધડામ થયા
બજારમાં આવેલા આ ભૂકંપના કારણે મોટા મોટા શેર પ્રભાવિત થયા છે. ટોપ લૂઝર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ, જેએસડબલ્યુ સ્ટીલ, આઈટીસી, અદાણી પોર્ટ્સ, મેક્સ હેલ્થકેર સામેલ છે. જો કે આ તબાહીમાં પણ આઈટી કંપનીઓના શેર ટકી રહ્યા છે. ટોપ ગેઈનર્સમાં ટીસીએસ, ઈન્ફોસેસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, નેસલેના શેર સામેલ છે.

શેર બજારમાં ભૂકંપ આવવાનું કારણ

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES