SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દર વર્ષે FREE માં મળે છે 4 Credit Report, આ રીતે ચેક કરો તમારો CIBIL સ્કોર અને ક્રેડિટ હિસ્ટ્રી

શું તમને પણ લાગે છે કે CIBIL Score ચેક કરવા માટે તમારે પૈસા ખર્ચ કરવાની જરૂર છે? જો હાં તો તમારે આરબીઆઈનો ફુલ ક્રેડિટ રિપોર્ટના નિયમને જરૂર જાણી લેવો જોઈએ.

Written By Gokani Dhaval
Published: Nov 18, 2026, 19:58 IST | Updated: Nov 18, 2026, 20:01 IST
Join

આજના સમયમાં લોન  (Loan) લેવી હોય કે ક્રેડિટ કાર્ડ લેવું હોય તો તમારો ક્રેડિટ સ્કોર (Credit Score) ખુબ મહત્વ ધરાવે છે. બેંક અને નાણાકીય સંસ્થા કોઈપણ વ્યક્તિને લોન આપતા પહેલા તેની ક્રેડિટ હિસ્ટ્રી (Credit History) અને રીપેમેન્ટ રેકોર્ડ ચેક કરે છે. સામાન્ય રીતે લોકો પોતાનો CIBIL Score ચેક કરવા માટે પૈસા ખર્ચ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તમે દર વર્ષે ચાર ફ્રી ક્રેડિટ રિપોર્ટ પ્રાપ્ત કરી શકો છો? તે માટે તમારે કોઈ પ્રકારના સબ્સક્રિપ્શન લેવાની જરૂર નથી.

દર વર્ષે કઈ રીતે મળે છે 4 ફ્રી ક્રેડિટ રિપોર્ટ?

ભારતીય રિઝર્વ બેંકના નિયમો પ્રમાણે દેશની દરેક ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીએ દરેક કેલેન્ડર વર્ષમાં વ્યક્તિને એક ફ્રી ફુલ ક્રેડિટ રિપોર્ટ (FFCR) ઉપલબ્ધ કરાવવાનો હોય છે. ભારતમાં ચાર મુખ્ય ક્રેડિટ બ્યૂરો કામ કરે છે. તેમાં TransUnion CIBIL, Experian, Equifax અને CRIF High Mark સામેલ છે. તેનો મતલબ છે કે તમે આ ચારેય કંપનીઓમાંથી વર્ષમાં એક-એક ફ્રી ક્રેડિટ રિપોર્ટ લઈ શકો છો. આ રીતે તમને એક વર્ષમાં ચાર રિપોર્ટ મળી શકે છે.

ફ્રીમાં CIBIL સ્કોર કઈ રીતે ચેક કરવો?

જો તમે તમારો ક્રેડિટ રિપોર્ટ જોવા ઈચ્છો છો તો TransUnion CIBIL ની સત્તાવાર વેબસાઈટ પર જઈ આ કામ કરી શકો છો.

સૌથી પહેલા [https://www.cibil.com/freecibilscore] વેબસાઇટ પર જાવો
ત્યાં તમારા એકાઉન્ટથી લોગ ઇન કરો. જો એકાઉન્ટ નથી તો ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને જરૂરી જાણકારી આપી રજીસ્ટ્રેશન કરો.
ત્યારબાદ મોબાઈલ પર ઓટીપી દ્વારા તમારી ઓળખ વેરિફાઈ કરો.
હવે ફ્રી ક્રેડિટ રિપોર્ટ પ્રાપ્ત કરવાનો વિકલ્પ પસંદ કરો અને નિર્દેશોનું પાલન કરો.
આ રીતે તમે Experian, Equifax અને CRIF High Mark ની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારો ફ્રી રિપોર્ટ પ્રાપ્ત કરી શકો છો.

આ પણ વાંચોઃ કરોડો SBI યુઝર્સ માટે મોટું એલર્ટ: કાલે 45 મિનિટ સુધી ડાઉન રહેશે સર્વર, નહીં થાય UPI પેમેન્ટ

ક્રેડિટ રિપોર્ટમાં કઈ-કઈ જાણકારી હોય છે?

ક્રેડિટ રિપોર્ટમાં માત્ર તમારો સ્કોર જ નહીં, પરંતુ ઘણી જરૂરી નાણાકીય જાણકારીઓ પણ સામેલ હોય છે. તેમાં તમારો ક્રેડિટ સ્કોર, જૂની અને વર્તમાન લોનની જાણકારી, ક્રેડિટ કાર્ડનો રેકોર્ડ, ઈએમઆઈ અને બિલ પેમેન્ટ હિસ્ટ્રી સામેલ હોય છે. આ સિવાય છેલ્લા 36 મહિનામાં લોન કે ક્રેડિટ કાર્ડ માટે કરવામાં આવેલી પૂછપરછની જાણકારી પણ મળે છે.

ક્રેડિટ રિપોર્ટ ચેક કરવો કેમ જરૂરી છે?

સમય-સમય પર ક્રેડિટ રિપોર્ટ ચેક કરવાથી તમારી નાણાકીય સ્થિતિને સમજવામાં મદદ મળે છે. ઘણીવાર બેંક તરફથી ખોટી જાણકારી રિપોર્ટમાં નોંધાઈ શકે છે. આ સિવાય તમારા નામ પર કોઈ અજાણી લોન કે ક્રેડિટ કાર્ડ પણ જોવા મળી શકે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES